Vadodara

પાલિકા દ્વારા હરીનગર બ્રિજ પાસેના દબાણો હટાવાયાં

વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા  ગોત્રી હરીનગર બ્રિજ પાસે, પાંચ રસ્તા નજીક ઊભા થયેલા ગેરકાયદે દબાણોના કારણે ટ્રાફિકની જે સમસ્યા ઊભી થતી હતી તેનો ઉકેલ લાવવા દબાણ તોડવામાં આવ્યા હતા. કાલે મેયર તેમજ આ વિસ્તારના કોર્પોરેટરો એ હરીનગર બ્રિજ નીચે તથા આસપાસમાં જે ગેરકાયદે દબાણો ઊભા થયા હતા તેનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે બ્રિજ બનતો હતો ત્યારે બાંધકામ સંદર્ભે કોર્પોરેશનના પ્લોટમાં બાંધકામનો સામાન રાખવા તેમજ જે ઓરડી ઓ ઊભી કરવામાં આવી હતી તે બધું હજુ જેમનું તેમ પડી રહ્યું હતું, જેના કારણે અહીં કચરો થતો હતો અને ગંદકી પણ ફેલાતી હતી. કોર્પોરેશનની ટીમે આજે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી, અને જગ્યા ખુલ્લી કરી હતી. આ સ્થળે ટર્નિંગ પર નડતરરૂપ દબાણ પણ હટાવ્યું હતું. હવે અહીં જગ્યા ખુલ્લી થતાં રોડ બનાવવાની કામગીરી પણ થશે.  જેથી કરીને લોકોને આવજા કરવામાં રાહત રહેશે અને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળી રહેશે. વડોદરા શહેરના બીજા બ્રિજ નીચે પણ ગંદકી ફેલાય છે અને આસપાસમાં દબાણો હોય છે તે પણ હટાવવા જોઈએ જેના કારણે સર્વિસ રોડ પહોળો બને અને લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો ન પડે.

Most Popular

To Top