Dakshin Gujarat

બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ પાસે પ્લાન પાસ કરવા લાખોની કટકી માંગવામાં આવતી હોવાનો આક્ષેપ

મરગામ : ઉમરગામના (Umargam) સોળસુબામાં યોજાયેલી ગ્રામ સભામાં (Gram Sabha) વિકાસના કામો થતા નહીં હોવાનો લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. બિલ્ડરો (Builders) અને ઉદ્યોગપતિઓ પાસે પ્લાન પાસ કરવા બાંધકામની મંજૂરી આપવા માટે લાખો રૂપિયાની કટકી માંગવામાં આવતી હોવાનો આક્ષેપથી સભામાં ગરમાટો છવાય ગયો હતો.ઉમરગામ તાલુકાના સોળસુબા ગામે ગ્રામ પંચાયતના સરપંચ બલદેવભાઈ સુરતીના અધ્યક્ષસ્થાને સભ્યો અને તલાટી કમ મંત્રી કિશોર મકવાણા અને ગ્રામજનોની ઉપસ્થિતિમા શનિવારના રોજ ખાસ ગ્રામ સભા મળી હતી.

વિકાસ અંતર્ગત મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી
કાર્યસૂચિ પ્રમાણે ગતસભાની કાર્યવાહી વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી. પીપલ્સ પ્લાન કેમ્પેઈન- સબકી યોજના સબકા વિકાસ અંતર્ગત મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી તથા ૧૫ માં નાણાપંચ સને ૨૦૨૧-૨૨ ની ગ્રાન્ટની મર્યાદામાં તથા ૧૪ માં નાણાપંચના વ્યાજની રકમનું આયોજન કરવા બાબતે ચર્ચાઓ થઈ હતી.

બાંધકામની મંજૂરી આપવા લાખો રૂપિયાની કટકી
આ ખાસ ગ્રામસભામાં પંચાયતના સભ્ય કરશન ભરવાડ સહિત અન્ય સભ્યો અને ગ્રામજનોએ સોળસુબા ગામમાં વિકાસના કામો થતા નહીં હોવાનો અને વિકાસના કામો કરવા સરપંચ ભેદભાવની નીતિ અપનાવતા હોવાનો આક્ષેપ કરી આક્રોશ ઠાલવ્યો હતો. સોળસુબામાં મોટા પ્રમાણમાં બિલ્ડીંગો એપાર્ટમેન્ટો અને કંપનીઓ આવી રહી છે. આ બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ પાસે પ્લાન પાસ કરવા બાંધકામની મંજૂરી આપવા લાખો રૂપિયાની કટકી માંગવામાં આવતી હોવાનો આક્ષેપથી સભામાં ગરમાટો છવાય ગયો હતો.

વિકાસના મુદ્દાઓની ચર્ચા સાઈટ લાઈન
પંચાયતના સભ્ય કરશન ભરવાડ અને માજી ઉપસરપંચ અને હાલના પંચાયતના સભ્ય અમિત પટેલ વચ્ચે તું તું મેં મેં પણ થઈ હતી. આ સભામાં વિકાસના મુદ્દાઓની ચર્ચા સાઈટ લાઈન થઈ ગયેલી જોવા મળી હતી અને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહ્યા હતા.

Most Popular

To Top