Dakshin Gujarat

વલસાડ-વડોદરા લોકલ ટ્રેન રદ કરાતા વિદ્યાથીઓ અને નોકરિયાત વર્ગ હેરાન પરેશાન

નવસારી : વલસાડથી (Valsad) ઉપડતી વડોદરા સુધી જતી લોકલ ટ્રેન (Local Train) 2 દિવસ માટે રદ કરવામાં આવી છે. જેના પગલે નવસારીમાંથી મુસાફરી (Passenger) કરતા નોકરિયાતવર્ગ અને વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. નવસારી શહેર અને આજુબાજુના ગામોમાંથી સુરત, કીમ, કોસંબા અને ભરૂચ સુધી હજારો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. જેમાં નોકરિયાતવર્ગ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. નોકરી કરતા અને વિદ્યાર્થીઓ ટ્રેન મારફતે તેમની નિશ્ચિત જગ્યાએ પહોચવા માટે વહેલી સવારે નવસારી રેલ્વે સ્ટેશન પહોંચી જાય છે. જેથી નવસારી રેલ્વે સ્ટેશનથી સવારે ૬ વાગ્યેથી જ ટ્રેન પકડવા માટે મુસાફરો ભેગા થઇ જાય છે.

નોકરિયાતવર્ગ અને વિદ્યાર્થીઓને હાલાકી
ખાસ કરીને નોકરિયાતવર્ગ અને વિદ્યાર્થીઓ સવારની લોકલ અને ઇન્ટરસીટી એક્સપ્રેસમાં મુસાફરી કરતા હોય છે. પરંતુ હાલમાં વડોદરાના મીયાગામ કરજણ રેલ્વે સ્ટેશન પાસે રેલ્વે તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે. જે કામગીરીને પગલે વલસાડથી ઉપડતી વડોદરા સુધી જતી લોકલ ટ્રેન 2 દિવસ માટે રદ કરવામાં આવી છે. જેના પગલે નવસારીમાંથી મુસાફરી કરતા નોકરિયાતવર્ગ અને વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. જોકે ઘણા લોકો વલસાડ-વડોદરા ટ્રેન પકડવા માટે નવસારી રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા.

જ્યાં તેમને ટ્રેન રદ થઇ હોવાનું જાણવા મળતા કેટલાક લોકો અન્ય ટ્રેનની રાહ જોઈ બેઠા હતા. જ્યારે કેટલાક લોકો એસ.ટી. બસ દ્વારા સુરત ગયા હતા. વલસાડ-વડોદરા ટ્રેન રદ થવાને કારણે નવસારીના નોકરિયાતવર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા હતા.

વાંસદા હાઇવે ઉપર સાઈન બોર્ડ જર્જરિત : પ્રવાસીઓ મુંઝવણમાં
વાંસદા : વાંસદામાંથી પસાર થતો વાપી – શામળાજી નેશનલ હાઇવે નં. 56 પર હનુમાનબારી ગામે તંત્ર દ્વારા લગાવવામાં આવેલા સાઈન બોર્ડની દુર્દશા જોતા સંબંધિત તંત્રની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ સાઈનબોર્ડ ઉપર દર્શાવવામાં આવેલા ગામના નામો દેખાચા નથી, જેને કારણે હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકોને સાઈન બોર્ડ જોઈ ત્યાંથી પસાર થવામાં મૂંઝવણ ઊભી થઈ રહી છે. સ્થાનિક દુકાનદારો પાસેથી જાણવા મુજબ ત્યાંથી પસાર થતા કેટલાક ટુરિસ્ટો આજુબાજુમાં આવેલા દુકાનદારોને પૂછપરછ કરી આગળની મુસાફરી કો છે. આ સાઇન બોર્ડ ઉપર કેટલાય સમયથી ચડી ગયેલા વેલા પણ તંત્રએ દૂર કરવાની તસ્દી લીધી નથી, જેને પ્રવાસીઓ હાલાકી વેઠી રહ્યા છે.

Most Popular

To Top