World

યુક્રેનની એક શાળામાં બોમ્બ વિસ્ફોટ, 60ના મોતની આશંકા

નવી દિલ્હી: પૂર્વી યુક્રેનની (Eastern Ukraine) એક શાળામાં (School) રવિવારે બોમ્બ વિસ્ફોટ (Bomb blast) થયો હતો. આ રશિયન હુમલામાં લગભગ 60 લોકોના મોતની (Death) આશંકા છે. ખરેખર તો પૂર્વીય યુક્રેનના લુહાન્સ્ક ક્ષેત્રમાં એક શાળા પર રશિયન સેના દ્વારા બોમ્બમારો (Bombing) કરવામાં આવ્યો હતો. જેમાં 60 લોકોના મોત થયા હોવાની આશંકા છે. ગવર્નર સેરહી ગૈદાઈએ જણાવ્યું હતું કે રશિયન દળોએ શનિવારે બપોરે બિલોહોરીયેવકાની શાળા પર બોમ્બ ફેંક્યો હતો, જેનાથી ઈમારતમાં આગ લાગી હતી. તે વખતે લગભગ 90 લોકો શાળામાં આશ્રય લઈ રહ્યા હતા.

  • બિલોહોરીયેવકાની શાળા પર બોમ્બ ફેંક્યો
  • શાળામાં તે વખતે લગભગ 90 લોકો આશ્રય લઈ રહ્યા હતા
  • માર્યુપોલમાં ઘેરાયેલા સ્ટીલ પ્લાન્ટ પર પણ બોમ્બમારો કર્યો
  • ખાર્કિવમાં રશિયન હુમલામાં ત્રણ પુલો નાશ પામ્યા

આ ઉપરાંત રશિયન સેનાએ શનિવારે દક્ષિણ યુક્રેનના ઓડેસા શહેર પર ક્રુઝ મિસાઇલો છોડી હતી અને માર્યુપોલમાં ઘેરાયેલા સ્ટીલ પ્લાન્ટ પર બોમ્બમારો કર્યો હતો. રશિયા વિજય દિવસની ઉજવણી પહેલા આ બંદરને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્લાન્ટના છેલ્લા બચી ગયેલા લોકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો હતા, પરંતુ યુક્રેનિયન લડવૈયાઓ ત્યાં ફસાયા હતા.

સામાન્ય નાગરિકોએ તે શાળામાં આશરો લીધો હતો
લુહાન્સ્કના ગવર્નર સેરહી ગૈદાઈએ રશિયન હુમલા વિશે માહિતી આપતાં કહ્યું કે રશિયન સેના દ્વારા સ્કૂલને નિશાન બનાવવામાં આવી છે. સામાન્ય નાગરિકોએ તે શાળામાં આશરો લીધો હતો. લુહાન્સ્કના ગવર્નરનો દાવો છે કે રશિયન સૈન્ય દ્વારા કરવામાં આવેલા ભારે બોમ્બમારાથી શાળાની ઇમારતમાં આગ લાગી હતી. લગભગ ચાર કલાકના પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.

ખાર્કીવ, કિવ અને ઓડેશામાં પણ ભારે બોમ્બમારો
યુક્રેનિયન મીડિયા અનુસાર, રશિયન સેનાએ રાજધાની કિવ તેમજ ખાર્કિવ અને ઓડેશા પર બોમ્બમારો કર્યો છે. રશિયન સૈન્યએ ઓડેસા પર છ ક્રુઝ મિસાઇલો છોડી છે. ખાર્કિવમાં રશિયન હુમલામાં ત્રણ પુલો નાશ પામ્યા. રશિયન હુમલામાં અનેક ઈમારતોને પણ નુકસાન થયું હતું. મિકોલેવમાં વિસ્ફોટોનો અવાજ પણ સંભળાયો છે. ઓડિશામાં એર એલર્ટ સાયરન સતત વાગી રહ્યા છે.

Most Popular

To Top