National

પ.બંગાળ: CM મમતા સામે વધુ એક મોટો પડકાર, ભત્રીજા અભિષેક બેનર્જીને CBIએ…

કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamta Banerjee) માટે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. CBIની ટીમે તેમના ભત્રીજા અને તૃણમૂલના (TMC) સાંસદ અભિષેક બેનર્જી (Abhishek Banerjee) ના દરોડા પાડ્યા છે. સાથે જે CBIએ અભિષેકની પત્નીના નામે સમન્સ બહાર પાડ્યુ છે. સીબીઆઈએ અભિષેક સામે કોલસાની દાણચોરીને (Smuggling Case) લગતા કેસમાં આ કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈની ટીમ રવિવારે અભિષેક બેનર્જીના ઘરે પહોંચી હતી. કોલસાની દાણચોરી મામલે પૂછપરછ માટે સમન્સ બહાર પડાયુ છે. કોલસાની દાણચોરીને લગતા કેસમાં પહેલીવાર કાર્યવાહી કરતાં અભિષેક બેનર્જીને સમન્સ જારી કરાયા છે. સીબીઆઈએ અભિષેકની પત્ની રૂજીરા નરુલા અને તેની ભાભીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.

નવેમ્બરથી કોલસાની દાણચોરીને લગતા આ મામલે તપાસ ચાલી રહી છે. ડિસેમ્બરમાં સીબીઆઈએ ટીએમસી નેતા વિનય મિશ્રાની સાથે ઉદ્યોગપતિ અમિત સિંહ અને નીરજ સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. કાળાબજારમાં હજારો કરોડ રૂપિયાનો કોલસો વેચાય છે એવો આક્ષેપ કરવામાં આવે છે. પ.બંગાળમાં પોતાની સત્તા જમાવવા આવેલી ભાજપ અહીં સામ,દામ,દંડ, ભેદ નીતિ અપનાવી રહી છે. એક તો શુભેન્દુ અધિકારીથી લઇને મોટા મોટા TMC નેતાઓને ભાજપે પોતના પક્ષમાં ખેંચી લીધા છે. એવામાં 17 ફેબ્રુઆરીએ કોલકાતામાં બંગાળી અભિનેતા યશ દાસગુપ્તાને (Yash Dasgupta) ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજબ બેનર્જી સહિત આ નામોની યાદી મોટી છે. બીજી તરફ એવા પણ સમાચાર છે કે ્ભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઇ શકે છે.

જો કે ભાજપને પહોંચી વળવા મમતા બેનર્જી પણ દિવસ રાત પ્રચાર કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ સરકારના પ્રધાન ઝાકિર હુસેન પર બુધવારે મોડી રાત્રે બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઝાકિર હુસેન અને અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાજ્ય સરકારના શ્રમ રાજ્યમંત્રી ઝાકિર હુસેન મુર્શિદાબાદ જિલ્લાના નિમિટ્ટા રેલ્વે સ્ટેશન પર કોલકાતા જતી ટ્રેન પકડવા જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ બોમ્બથી પ્રધાન પર હુમલો કર્યો હતો. હુમલો કરનાર વિશે માહિતી મળી નથી, પરંતુ આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મંત્રી પોતાના સુરક્ષા કર્મચારીઓ સાથે સ્ટેશન તરફ જઇ રહ્યા હતા કે ત્યારે જ પાછળથી અચાનક બ્લાસ્ટ થયો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top