Gujarat

સરેરાશ મતદાન ઓછું થતા દરેક પાર્ટી દોડતી થઇ, અમિત શાહે ભાજપ કાર્યકરોને કર્યા આ આદેશ

ગાંધીનગર (Gandhinagar): આજે રાજ્યની 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી (Local Body Polls, 2021) છે. જેમાં અત્યાર સુધીમાં ખૂબ ઓછું મતદાન થતા દરેક રાજકીય પક્ષો દોડતા થયા છે. જણાવી દઇએ કે સાંજે 4 વાગ્યા સુધી સરેરાશ મતદાનના આંકડા આ મુજબ છે: અમદાવાદ 30.34%, રાજકોટ 30.58%, સુરત 33.63%, વડોદરા 33.45%, ભાવનગર 32.70%, જામનગર 38.75%. આમ તો ઓછા મતદાનથી દરેક પાર્ટી ફડફડાટ વધ્યો છે. પણ ઓછા મતદાનની ખાસ અસર સત્તાધારી ભાજપ પર પડી છે. જણાવી દઇએ કે ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને પોતાના મત વિસ્તાર નારણપુરાથી તેમણે સહ પરિવાર વોટ આપ્યો હતો.

બીજી બાજુ લોકો મત કરવા માટે પ્રેરાય, અને મત એ વિશેષ અધિકાર છે, જે વેડફાઇ નહીં એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) પહેલા એમ્બ્યુલન્સમાં PPE કીટ પહેરીને અમદાવાદથી રાજકોટ પહોંચવાના હતા. જો કે હવે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એટલે તેઓ રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટીવ-શંકાસ્પદ-કવોરેન્ટાઇન દર્દીઓ-મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટીવ-શંકાસ્પદ-કવોરેન્ટાઇન દર્દીઓ-મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દઅનુસાર મુખ્યમંત્રી આજે રવિવાર તા. 21 ફેબ્રુઆરીએ મતદાનના છેલ્લા કલાક એટલે કે 5 થી 6 વાગ્યા દરમ્યાન સાંજે 5.15 કલાકે મતદાન માટે જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. 7 જીવનનગર સોસાયટી-1, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકેથી પોતાનો મત આપવાના છે.

જણાવી દઇએ કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ સિવાય આપ અને ઔવેસીની પાર્ટી પણ મેદાનમાં છે. એટલે જો ઓછા મતદાનના કારણે ભાજપના માર્જિનમાં ઘટાડો થાય તો ભાજપને મોટો ફટકો પડી શકે એમ છે. એટલે હાલમાં ભાજપ સહિત બધી પાર્ટીના કાર્યકરો હાલમાં દોડતા થયા છે. સુરતમાં પણ કોંગ્રેસના મહામંત્રી ઐયુબ પટેલે લોકોને અપીલ કરી છે કે, ‘ભાઈઓ મતદાન ખુબજ ઓછુ છે ત્રણ કલાક બાકી છે સમય ખુબજ ઓછો છે મહેરબાની કરી મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફે મતદાન કરવા વિનંતી.’.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top