SURAT

સુરતમાં સંક્રમણ વધતાં તંત્ર એકશન મોડમાં : સિવિલનાં સુપ્રિટેન્ડેન્ટની કરાઇ તાત્કાલિક બદલી

સુરતમાં સંક્રમણ (CORONA INFECTION) વધતાં તંત્ર એકશન મોડમાં આવી ગયું છે, અને તાત્કાલિક ધોરણે સુરત સિવિલ હોસ્પિટલ(SURAT CIVIL HOSPITAL)ના સુપ્રિટેન્ડેન્ટ(SUPERINTENDENT)ની બદલી કરી દેવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. એક તરફ તંત્ર દ્વારા તો આ બદલીનું કારણ કોરોનાના કેસમાં વધારાનું કારણ આપવામાં આવ્યું છે, તો બીજી તરફ મુસ્લિમ મહિલાનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી અગ્નિદાહ કરાવી દેવાના કારણે આ પગલું ભર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

સુરતમાં કોરોના કેસમાં એક હદ સુધીનો વધારો નોંધાય રહ્યો છે. જેના કારણે હવે સુરતનું તંત્ર ઓન એક્શન મોડમાં આવી ગયું છે. સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારાને જોતા સિવિલ કેમ્પસમાં બનેલી નવી કિડની હોસ્પિટલ(KIDNEY HOSPITAL)ને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરાઈ છે. હોસ્પિટલની કેપેસિટી 750 બેડની છે પણ હાલ 200 બેડની વ્યવસ્થા તાકીદના ધોરણે ઉભી કરી દેવાઈ છે. તો બીજી તરફ તાત્કાલિક અસરથી સિવિલ સુપ્રિટેન્ડન્ટ બદલાયા છે, અને ડો.એસ.એમ.પટેલને બદલે ડો.રાગિણી વર્માને ચાર્જ સોંપવામાં આવ્યો છે. જો કે આની પાછળના કારણમાં અનેક શઁકા કુશંકાઓ ફેલાય રહી છે. અને એક ચોક્કસ ચર્ચાએ જોર પડક્યું છે કે આ બદલીનું કારણ મુસ્લિમ મહિલાનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી અગ્નિદાહ કરાવી દેવાનું છે.

શું હતો સમગ્ર મામલો

સુરતની નવી સિવિલ હોક્સ્પિટલમાં એક ગંભીર બેદરકારી સામે આવી હતી. મુસ્લિમ મહિલાનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી દેવાયો હતો. હિન્દુ પરિવાર મહારાષ્ટ્રમાં લઈ જઈ મહિલાનું અગ્નિસંસ્કાર કરી દેતા મુસ્લિમ પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો.

મળતી માહિતી મુજબ સુશીલાબેન પણ સારવાર અર્થે મહારાષ્ટ્રથી સુરત કોવિડ હોસ્પિટલમાં દાખલ હતા. કોવિડ હોસ્પિટલ(COVID HOSPITAL)માં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓનો નિકાલ વિવિધ સંસ્થાઓ કરી રહી છે. ત્યારે ખાન ટ્રસ્ટના મૃતદેહને ડિસ્પેચ કરનાર વ્યક્તિએ ભૂલથી શબાના અંસારીનો મૃતદેહ બાગુલ પરિવારને સોંપી દીધો હતો. દત્તાત્રય બાગુલને પણ વયસ્ક હોવાથી ચહેરો બરાબર દેખાયો નહોતો અને તેમને બોડી સ્વીકારી લીધી હતી. ત્યારબાદ પરિવારે અશ્વીનીકુમાર સ્મશાન ગૃહમાં જઈ મહિલાની અંતિમવિધી કરી હતી. બાદમાં બાગુલ પરિવાર મહારાષ્ટ્ર ડોંડાઇચા જવા નીકળી ગયો હતો. જો કે શબાનાનો પિરવાર મૃતદેહ લેવા આવ્યો તો કલાકો સુધી મૃતદેહ મળ્યો નહોતો.

જેથી મુસ્લિમ પરિવાર રોષે ભરાતા કોવિડ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. તેમના સ્વજનનો મૃતદેહ આખરે ગયો કયાં આ વાતને લઈને ભારે નારાજગી અને આક્રોશમાં હતા. પરિવારે હોસ્પિટલ માથે લેતા હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું. બીજી બાજું પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસ કોવિડ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. આખરે પોલીસે પરિવારને સમજાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top