Charchapatra

કોરોના માટે કોઈ રામબાણ દવા હજુ તો નથી,ખોટા દોરવાશો નહિ

તા. 20 જૂન 2020 ના ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્રમાં ‘પ્રસિધ્ધિની આ તે કેવી ઘેલછા’ શીર્ષક હેઠળ લખેલું કે કોરોના સામે આપણી પાસે ત્રણ જ ઉપાય છે. (1) અસરકારક વેકસીન (2) સામુહિક પ્રતિકાર શક્તિ (Herd Immunity) (3) અસરકારક દવા (Magic Bullet) આમાંથી અસરકારક દવા (Magic Bullet) તો આજદિન સુધી ઉપલબ્ધ નથી. સામુહિક પ્રતિકાર શક્તિ (Herd Immunity) થવા માટે વસ્તીના 70 થી 75 ટકા લોકોને હળવું સંક્રમણ (infection) થઇને સારા થવું આવશ્યક છે જેને થતાં અઢીથી ત્રણ વર્ષનો સમય લાગે. એટલે હાલ વેકસીન સિવાય આપણી પાસે અન્ય વિકલ્પ રહેતો નથી.

સારા નસીબે અત્યારે 2 અસરકારક વેકસીન આપણે ત્યાં બનશે અને સરકારે તે ઉપલબ્ધ કરાવી છે. બીજી 3 વેકસીન પણ આવી જશે. (1) મોડર્ના વેકસીન (2) ફાઇઝર વેકસીન (3) સ્પુટનીક વેકસીન. આપણા દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા આશરે 90 કરોડના છે. બધાને 2 ડોઝ આપવા માટે 180 કરોડ ડોઝની જરૂર પડે. આ એક મહાભારત કામ છે. ધ્યાનમાં રહે છે કે અત્યાર સુધી વાયરલ રોગ માટે કોઇ દવા નથી. શીતળા, ઓરી, અછબડા, પોલીયો, ગાલમરોચ (Mumps) વિગેરે વાયરલ રોગ છે અને આ સર્વે વેકસીનથી જ કાબુમાં આવ્યા હતા. આ રોગો સામે કોઇ દવા નથી. શકય છે કે ઇન્ફલુએન્ઝા માટે દર વર્ષે રસી લેવી પડે છે. તેમ કદાચ કોરોના માટે પણ દર વર્ષે રસી લેવાની જરૂરીયાત થાય.
અત્યારે સારવાર માટે એલોપેથી, યુવાની, હોમિયોપેથી, આર્યુર્વેદ વગેરેમાં જાતજાતની દવાઓના સૂચન થાય છે. પરંતુ આ બધી દવાઓ રામબાણ ઇલાજ (Magic Bullet) બની જતી નથી. અસરકારક દવા માટે Bio-Statistics ના નિયમ પ્રમાણે (NNT-Number needed to treat) ના સિધ્ધાંત મુજબ 90 ટકા દરદીઓમાં સફળ થવી જોઇએ. કોરોના મહામારી માટે આ આંકડો 1000 દરદીઓનો છે. અત્યાર સુધી અજમાયેલ Remdesivir, Tocilizumab, Favipiravin આયુર્વેદનો કાઢો કે હોમિયોપેથિક ઉપચાર અસરકારક પુરવાર થયા નથી. Remdesivir અને Tocilizumab માત્ર 3 કે 4 ટકા દરદીઓને ઉપયોગ નીવડી છે. થોડા ઘણા અંશે તેને લીધે કોરોનાના લક્ષણો ઓછા થાય છે. બીમારી થોડી હળવી થાય છે અને ઓક્સિજનની જરૂરિયાત ઓછી થાય છે. પરંતુ બીમારી સારી થતી નથી. પ્લાઝમાં થેરેપી પણ સફળ થઇ નથી. અત્યારની અત્યંત પ્રચલિત Remdesivir ની 11000 દરદીઓ પર અજમાયશ થઇ છે. અને 11000 દરદીઓ Control માં વપરાય છે. પરંતુ ધારેલા પરિણામો મળ્યા નથી. કમનસીબે Cortison (Hydro-cortison) Methyl Prednisolone, Dexa-methason અને methylene blue ચણા મમરાની જેમ વાપરવામાં આવેલ છે.

આ દવાઓ માત્ર 1 ટકા દરદીઓમાં જ વાપરવી સલાહભર્યું છે અને તે પણ Cytoplasmic stornl થવાની શકયતા હોય ત્યારે જ. આ દવાઓની આડઅસર (ખાસ કરીને ડાયબિટીસ અને હાઇ બ્લડ પ્રેશરના દરદીઓમાં) ઘણી જ છે. ટુંકમાં આ રોગ માટે અત્યાર સુધી કોઇ પણ દવા રામબાણ (Magic bullet) પુરવાર થઇ નથી. હાલમાં જ Zydus કંપની એક દવા (મોડેથી લેવાની ટિકડી) બજારમાં મુકવાની છે. તેનાં નામ Pagelatad interferon Alpha 2b છે. તેના પરિણામોની રાહ જોવાઇ રહી છે. આ દવા અસરકારક નિવડે તો કદાચ તે રામબાણ (Magic Bullet) પુરવાર થાય. હમણાં જ થોડી Mono clonal Antibodies ની 3 દવા બજારોમાં આવી છે. પણ તેની અસરકારકતા હજુ પુરવાર થઇ નથી.
સુરત- ડો. ગિરીશ કાઝી–આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top