Dakshin Gujarat

કોવિડથી ડરવાની જરૂર નથી, પોઝિટિવ વિચાર રાખીને કોરોનાને હરાવી શકાય છે

valsad : કોરોના ( corona) થયા બાદ ખાનગી હોસ્પિટલ ( private hopital) ની સારવાર છોડી વલસાડની સિવિલ હોસ્‍પિટલ ( civil hospital) માં કોરોનાની ( corona) સારવાર લઇ કોરોનાને હરાવનાર ૫૦ વર્ષીય નિરજભાઇ જણાવે છે, સિવિલ હોસ્‍પિટલના તબીબો ઉપર અડગ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી તબીબોની સારવાર અને સલાહથી હું આજે કોરોનાને હરાવી સાજો થયો છું. કોવિડ ( covid) ને હિંમતથી હરાવો, કોવિડને હરાવવાનો સહેલો ઉપાય પોઝિટિવ વિચાર ( positive thiking) જ છે. સિવિલ હોસ્‍પિટલ અને પોતાના શરીર ઉપર વિશ્વાસ રાખો.


વલસાડના રામવાડી વિસ્‍તારમાં રહેતા નિરજભાઇ દેસાઇને કોરોનાના લક્ષણ જણાતાં ખાનગી હોસ્‍પિટલમાં દાખલ થયા હતા. પરંતુ હોસ્‍પિટલની સારવાર અનુકૂળ નહીં આવતા સિવિલમાં દાખલ થયા હતા. સિવિલમાં દાખલ હતા તે અરસામાં જ પોતાના પિતાશ્રીનું અવસાન થતાં તેમને આઘાત લાગ્‍યો હતો. આવા સંજોગો દરમિયાન ઓક્‍સિજન લેવલ ( oxygen level) ૯૦થી પણ નીચું જતું રહ્યું હતું. ડાયાબિટીસના દર્દી હોવા છતાં સતત ૧૨ દિવસની સિવિલ હોસ્‍પિટલની સુદૃઢ સારવારથી નિરજભાઇ સ્‍વસ્‍થ થઇને ઘરે પરત ફર્યા છે. સિવિલ હોસ્‍પિટલની સારવાર અન્‍વયે નિરજભાઇ જણાવે છે, મને દરરોજ સાત ઇન્‍જેક્શન આપવામાં આવતા હતા. સમયસર ચા- નાસ્‍તો, જમવાનું પણ આપવામાં આવતું.

દવા પણ આપવામાં આવે તે સ્‍ટ્રીપ નહીં પણ પેપરમાં વ્‍યવસ્‍થિત રેપિંગ કરી પડીકી બનાવીને આપવામાં આવતી હતી. મારી તબિયતને ધ્‍યાને રાખીને જરૂરિયાત મુજબની દવા આપવામાં આવતી હતી. સિવિલ હોસ્‍પિટલમાં કાઢા ઉપરાંત જમવાનું પણ સારૂ આપવામાં આવે છે. સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટર, નર્સિંગ સ્‍ટાફ સહિતના તમામ કર્મચારીઓ દર્દીઓની સેવામાં હંમેશા તત્‍પર રહેતા હોય છે. હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ થયા ત્‍યારે ડોકટરના પ્રિસ્‍ક્રીપ્‍શન મુજબની એક દવા સ્‍ટોકમાં ન હતી, જે બહારથી ખરીદવા જણાવ્‍યું હતું. જે દવાનો ખર્ચ માત્ર રૂા. ૬૫ થયો હતો. કોરોનાની સંપૂર્ણ સારવાર રૂા. ૬૫માં પડી હોવાનું તેઓ જણાવે છે. નિરજભાઇએ આજે સ્‍વસ્‍થ થઇને પ્‍લાઝમા પણ ડોનેટ ( plazma donete) કર્યુ છે. એટલું જ નહીં પણ હમણા સિવિલમાં કોવિડના દર્દીઓને પ્રેરણા આપવાની કામગીરી કરી રહ્યા છે. જે દર્દી કોવિડના કારણે ગભરાટ અનુભવે છે તેમને મળી હુંફ આપીને તેઓ સેવાનું કાર્ય કરી રહ્યા છે.

Most Popular

To Top