Dakshin Gujarat

રાજસ્થાનની બિશ્નોઈ ગેંગને સુરતની લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ રીતે ઊંભેળથી ઝડપી પાડી

પલસાણા: આંતરરાજ્યમાં વાહન (Vehical) ચોરી કરતી બિશ્નોઈ ગેંગને સુરત (Surat) જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch) ટીમે ઝડપી પાડી છે. રાજસ્થાનની આ બિશ્નોઈ ગેંગના સાગરીતો કાર (Car) લઈ ગોવા (Goa) ખાતે ચોરીની ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા હતા. એ સમયે એલસીબી પોલીસની ટીમે ચોરી કરવાનાં સાધનો સાથે ચાર સાગરીતોને ઊંભેળ નજીકથી ઝડપી પાડ્યા હતા.

  • કાર લઈ ગોવા ચોરી કરવા જવાનો પ્રિપ્લાન હતો, ઘટનાને અંજામ આપે એ પહેલાં જ એલસીબીએ દબોચી લીધા
  • અલગ અલગ 5 ચાવી, કાચ તોડવાનું કટર મશીન, કેબલ વાયર સહિતનાં સાધનો કબજે કરાયાં

પ્રાપ્ત માહિતી મુજબ સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે નોર્થ ગોવા પોરવોરીમ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ એક ક્રેટા કાર નં.(જીજે-01-આર.એમ-6474)માં અમદાવાદથી મુંબઈ તરફ જતાં ને.હા-48 ઉપરથી પસાર થઈ રહ્યા છે. જે હકીકતના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કામરેજના ઉંભેળ ગામની સીમમાં વોચ ગોઠવી હતી. એ દરમિયાન બાતમી મુજબની ક્રેટા કાર આવતાં તેને અટકાવી હતી. જેમાં બેસેલા ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા હતા અને કારમાંથી કાર ચોરી કરવા માટેની અલગ અલગ 5 ચાવી, કાચ તોડવાનું કટર મશીન, કેબલ વાયર વગેરે સાધનો કબજે કર્યાં હતાં. અને પકડાયેલી વ્યક્તિઓની પૂછતાછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓ રાજસ્થાન રાજ્યના વાહન ચોરી કરતી બિશ્નોઈ ગેંગના સાગરીત છે. અને તેઓ ગોવા ખાતે કાર ચોરી કરવા માટે જઈ રહ્યા હતા. અને તેઓ અગાઉ નોર્થ ગોવા વિસ્તારમાં આવેલા પોરવોરીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્કોર્પિયો કાર નં.(GA-05-F-8800) ચોરી કરી રાજસ્થાન ખાતે લઈ ગયા હતા. તેમજ ફરી એકવાર મુખ્ય આરોપી રૂપારામ જાટે ચોરી કરવા માટે ગેંગના સાગરીતોને ગોવા ભેગા થવાનું જણાવ્યું હતું. જો કે, આ ગેંગ ચોરીની ઘટનાને અંજામ આપે એ પહેલાં જ સાધનો સાથે એલસીબી પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતા. અને તેમની પાસેથી કુલ રૂ.10,90,210નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા રૂપારામ જાટ (રહે., બાડમેર, રાજસ્થાન) તથા જેરામને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી પકડાયેલા આરોપીઓનો કબજો ગોવા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top