Vadodara

હિન્દુ યુવતી સાથે રજિસ્ટર મેરેજ કરી યુવકે ધર્મ પરિવર્તન કરાવ્યું

વડોદરા : લવજેહાદના કાયદામાં સરકારે કડક કાયદો અમલમાં મુકતા  જાગૃત થયેલ હિન્દૂ પીડિતાઓ લુઘુમતિ યુવાનોના ફસાવાના કારસા સામે લઈને આવી રહી છે.  ગુજરાતમાં લવ જેહાદનો કાયદો આવ્યા બાદ શહેરમાં જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક જ અઠવાડિયામાં લવ જેહાદની વધુ એક ફરિયાદ નોંધાઇ છે. ફતેગંજમાં રહેતી હિન્દુ યુવતી સાથે રજીસ્ટર લગ્ન કરી ઘરે લાવ્યા બાદ વિધર્મી પતિએ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને બીભત્સ વીડિયો બતાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. મુસ્લિમ ધર્મ પાળવા માટે યુવતી પર ત્રાસ ગુજારતા પતિ, સસરા અને જેઠ સામે લગ્ન કરીને પસ્તાયેલી હિન્દુ યુવતીએ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફતેગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય હેવાનની અટકાયત કરી કોરોના તજવીજ બાદ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ACP પરેશ ભેસાણીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે,  જુના છાણી જકાતનાકા પાસે રહેતી હિન્દુ યુવતી વર્ષ 2018માં ધો12ની નિઝામપુરામાં આવેલ ટીઆર પટેલ સ્કૂલ ખાતે પરીક્ષા આપવા જતી હતી ત્યારે મોહિબ પઠાણનો નાનો ભાઈ પણ પરીક્ષા આપતો હોવાથી મોહીબ તેને લેવા મુકવા આવતો હતો. ત્યારે મોહીબ સાથે મુલાકત થયાબાદ યુવતીએ મોબાઈલ નંબર આપતા બને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. ત્યારબાદ યુવતીના પિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે પોતે નાદાન અને શરીફ હોય તેવો ઢોંગ રચી મોહિબ યુવતીના પિતાને હોસ્પિટલ પર ટિફિન આપવા જતો હતો. આમ તેણે તુવતીને પોતાનું બીજુ રૂપ બતાવી એકદમથી નિકટતા કેળવી લીધી હતી.

દરમિયાન મહિબે યુવતીને કહ્યું હતું કે, ‘જો તું મારી સાથે લગ્ન નહિ કરે તો હું મરી જઈશ અને તું મારી નહિ તો કોઈની નહિ થવા દઉં’ તેમ કહી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ પતિ મોહીબ પઠાણે લગ્ન પહેલાં જણાવ્યું હતું કે, તું મારા ઘરે લગ્ન કરીને આવીશ, ત્યારે તું તારી મરજીથી હિંદુ ધર્મ પાળી શકે છે. જેમાં મારો કોઈ વિરોધ રહેશે નહીં. પતિ મોહિબ પર વિશ્વાસ મૂકીને યુવતી પિયર આવી પહોંચી હતી. પિયર આવ્યા બાદ યુવતી અને મોહીબે કુબેર ભુવનમાં જઇને લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા. મોહિબે પોતાના ઘરે કાજીને બોલાવીને મુસ્લિમ ધર્મ પ્રમાણે નિકાહ  પણ કર્યાં હતા અને યુવતીનું નામ બદલીને માહિરા કર્યું હતું.

લગ્નબાદ પોતાના ઘરેથી હિન્દુ દેવી-દેવતાના ફોટા લઇને આવી હતી, તે ફોટા પણ પતિ મોહિબે ફેંકી દીધા હતા અને તેને બળજબરીપૂર્વક મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ફરજ પાડતો હતો. દરમિયાન પતિ મોહીબ હિન્દુ યુવતીને બીભત્સ વિડિઓ બતાવી બળજબરીથી મુખ મૈથુન અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો.  આ ઉપરાંત પતિ મોહીબની ગેરહાજરીમાં જેઠ મોહસીનખાન પઠાણ યુવતીની  છેડતી કરતો હતો. હિન્દુ યુવતી પ્રેગ્નેન્ટ થતાં સસરા ઈમ્તિયાઝખાન પાસે ડિલિવરી ખર્ચના નાણા માંગતા તેઓએ જણાવ્યું હતું કે, તારી ડિલિવરી માટે મારી પાસે પૈસા નથી. તેમ જણાવીને તેઓએ અને પતિ અને જેઠે યુવતીને માર માર્યો હતો.

દરમિયાન યુવતીએ પુત્રને જન્મ આપ્યો હતો. જેનું હિન્દુ નામ રાખતા પતિએ તેનું બદલીને મુસ્લિમ નામ રાખ્યું હતું. જે અંગે વિરોધ કરતા યુવતીને માર માર્યો હતો. મોહિબની વાતોમાં આવીને ફસાઈ ગયેલી હિન્દુ યુવતીએ પોતાના ઉપર  પતિ, સસરા અને જેઠ દ્વારા કરાતો ત્રાસ સહન ન થતાં આખરે તેને ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. લવ જેહાદના નવા કાયદા બાદ શહેરમાં વધુ એક ફરિયાદ નોંધાતા શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

Most Popular

To Top