Editorial

વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીના વધતા વપરાશ અંગે યુએનને પણ ચિંતા કરવી પડી

છેલ્લા કેટલાક વર્ષોમાં જે ખૂબ પ્રચલિત બન્યું છે તે ડિજિટલ ચલણ એટલે કે ક્રિપ્ટોકરન્સી બાબતે જે ગુંચવાડાભરેલી સ્થિતિ વિશ્વભરમાં છે તેવી સ્થિતિ આ પહેલા કોઇ મિલકતો કે ચલણની બાબતમાં ઉભી થઇ નહીં હોય. ક્રિપ્ટોકરન્સી એ ડિજિટલ  ચલણ ગણાય છે પરંતુ આજે દુનિયાભરમાં સ્થિતિ એવી છે કે વસ્તુઓની ખરીદી કે વેચાણ માટે કે પછી લેવડ દેવડ માટે તેનો ઉપયોગ થતો નથી પરંતુ મોટે ભાગે તો તેમાં રોકાણ કરવા માટે અને નફો કમાવાના આશયથી જ તેનો ઉપયોગ  થાય છે. ચલણ કરતા રોકાણ માટેનું સાધન તે વધુ બની ગયું છે. આજે બિટાકોઇન એ વિશ્વનું સૌથી વધુ પ્રચલિત અને સૌથી મોટું ક્રિપ્ટોચલણ છે.

વિશ્વમાં આ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ વધ્યો છે અને નોંધપાત્ર બાબત એ છે કે વિકસીત દેશો  કરતા વિકાસશીલ દેશોમાં તેનો ઉપયોગ વધુ વધ્યો છે અને આ બાબતે યુએનની વ્યાપાર અને વિકાસ અંગેની પેટાસંસ્થાએ હાલમાં એક ખાસ અહેવાલ બહાર પાડ્યો છે અને તેમાં કયા દેશમાં ક્રિપ્ટો ચલણ કેટલા ટકા લોકો ધરાવે છે તેની પણ  વિગતો આપી છે અને તેમાં આ ચલણ વાપરતા લોકોના પ્રમાણની રીતે વિશ્વમાં ભારતનું સ્થાન સાતમુ આવે છે. અને આ રીતે જોતા ભારતની નોંધપાત્ર વસ્તી ક્રિપ્ટોકરન્સી ધરાવે છે એમ કહી શકાય.

 ભારતની સાત ટકા કરતા વધુ વસ્તી ડીજીટલ કરન્સી ધરાવે છે એમ યુએન કહે છે, જે જણાવે છે કે કોવિડ-૧૯ના રોગચાળા દરમ્યાન ક્રિપ્ટોકરન્સીનું પ્રમાણ વિશ્વમાં અભૂતપૂર્વ દરે વધ્યું છે. યુએન વ્યાપાર અને વિકાસ સંસ્થા અંકટાડ દ્વારા  જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૧માં વિકાસશીલ દેશો ક્રિપ્ટકરન્સીની બાબતમાં ટોચના ૨૦ અર્થતંત્રોમાં ૧૫ છે. ક્રિપ્ટોકરનસીની બાબતમાં યુક્રેન ૧૨.૭ ટકા સાથે ટોચ પર છે જેના પછી રશિયા આવે છે જેની ૧૧.૯ ટકા વસ્તી ડીજીટલ કરન્સી  ધરાવે છે, વેનેઝુએલા ૧૦.૩ ટકા સાથે ત્રીજા ક્રમે આવે છે. તેના પછી સિંગાપોર(૯.૪ ટકા), કેન્યા(૮.પ ટકા) અને અમેરિકા ૮.૩ ટકા આવે છે. ભારતમાં ૨૦૨૧માં ૭.૩ ટકા લોકો ડીજીટલ કરન્સી ધરાવતા હતા  જે વિશ્વમાં ડિજીટલ કરન્સીમાં  ફાળાની દષ્ટિએ ટોચના ૨૦ અર્થતંત્રોમાં સાતમુ સ્થાન ધરાવે છે. કોવિડ-૧૯ના રોગચાળાના સમયગાળામાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ વિકાસશીલ દેશો સહિત વિશ્વના દેશોમાં ખૂબ ઝડપથી વધ્યો છે એમ અંકટાડ જણાવે છે. 

બુધવારે યુએનની  આ સંસ્થા યુએનીટીએડી દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેનુ મથાળુ આ પ્રમાણે હતું: ચળકતું બધું સોનુ હોતુ નથી!  આ અહેવાલમાં જણાવાયું છે કે બજારમાં આવેલા તાજેતરના આંચકાઓ સૂચવે છે કે ક્રિપ્ટો ધરાવવામાં  ખાનગી જોખમ રહેલું છે, પણ જો મધ્યસ્થ બેન્ક નાણાકીય સ્થિરતા જાળવવામાં દખલગીરી કરે છે તો આ સમસ્યા જાહેર બની જાય છે. જો ક્રિપ્ટોકરન્સી લેવડદેવડના માધ્યમ તરીકે વ્યાપક પ્રચલિત બને તો પણ તે દેશોના નાણાકીય  સાર્વભૌમત્વને હાનિ પહોંચાડી શકે છે એમ આ અહેવાલમાં જણાવાયું છે. ક્રિપ્ટોકરન્સીનો વપરાશ એ હદે વધ્યો છે કે હવે યુએન દ્વારા પણ તેની ચિંતા કરવી પડી રહી છે તે નોંધપાત્ર છે.

યુએનની પેટા સંસ્થા અંકટાડ દ્વારા ક્રિપ્ટોકરન્સી અંગે એક અહેવાલ બહાર પાડીને આ અંગે દેશોએ કયા પગલા ભરવા જોઇએ તેની પણ માર્ગદર્શિકા આપી છે જે મુજબ તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ નિયંત્રિત નાણાકીય સંસ્થાઓને  ક્રિપ્ટો ધરાવવાની મનાઇ ફરમાવે. ક્રિપ્ટો અંગે કરવામાં આવતી જાહેરાતોને નિયંત્રિત કરે. અન્ય પણ કેટલીક સલાહો આપવામાં આવી છે. ભારતમાં ક્રિપ્ટોનો વપરાશ ખૂબ વધ્યો છે અને જાહેરાતોનો મારો પણ ઓનલાઇન ઘણો થાય છે ત્યારે  ભારત સરકારે આ સલાહો પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સી અંગેની જાહેરાતોનું પ્રમાણ વધ્યું છે. આ જાહેરાતો મોટે ભાગે ઓનલાઇન થાય છે અને કેટલાક એપ્સ પર તો તેની આક્રમક જાહેરાતો  થાય છે. વિવિધ લાલચો સાથે કરવામાં આવતી આ જાહેરાતોને કારણે ઘણા લોકો ક્રિપ્ટોકરન્સીના ચક્કરમાં ફસાઇ રહ્યા છે અને ક્રિપ્ટો માર્કેટની સખત ચંચળતાને કારણે રોકાણકારો બરબાદ થાય તેવી શક્યતા ઘણી જ છે. વળી, ભારતમાં ઘણા  લોકો હજી ઓનલાઇન પેમેન્ટની બાબતમાં પણ પૂરી સમજ ધરાવતા નથી ત્યારે ક્રિપ્ટોના વ્યવહારોની બાબતમાં તેમની સાથે છેતરપિંડી થાય તેવી શક્યતા ઘણી છે અને તેથી ક્રિપ્ટોકરન્સી અંગેની જાહેરાતોને નિયંત્રિત કરવાની યુએનની  સલાહ પર ભારત સરકારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં જે ખૂબ પ્રચલિત બન્યું છે તે ડિજિટલ ચલણ એટલે કે ક્રિપ્ટોકરન્સી બાબતે જે ગુંચવાડાભરેલી સ્થિતિ વિશ્વભરમાં છે તેવી સ્થિતિ આ પહેલા કોઇ મિલકતો કે ચલણની બાબતમાં ઉભી થઇ નહીં હોય. ક્રિપ્ટોકરન્સી એ ડિજિટલ  ચલણ ગણાય છે પરંતુ આજે દુનિયાભરમાં સ્થિતિ એવી છે કે વસ્તુઓની ખરીદી કે વેચાણ માટે કે પછી લેવડ દેવડ માટે તેનો ઉપયોગ થતો નથી પરંતુ મોટે ભાગે તો તેમાં રોકાણ કરવા માટે અને નફો કમાવાના આશયથી જ તેનો ઉપયોગ  થાય છે. ચલણ કરતા રોકાણ માટેનું સાધન તે વધુ બની ગયું છે. આજે બિટાકોઇન એ વિશ્વનું સૌથી વધુ પ્રચલિત અને સૌથી મોટું ક્રિપ્ટોચલણ છે. વિશ્વમાં આ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ વધ્યો છે અને નોંધપાત્ર બાબત એ છે કે વિકસીત દેશો  કરતા વિકાસશીલ દેશોમાં તેનો ઉપયોગ વધુ વધ્યો છે અને આ બાબતે યુએનની વ્યાપાર અને વિકાસ અંગેની પેટાસંસ્થાએ હાલમાં એક ખાસ અહેવાલ બહાર પાડ્યો છે અને તેમાં કયા દેશમાં ક્રિપ્ટો ચલણ કેટલા ટકા લોકો ધરાવે છે તેની પણ  વિગતો આપી છે અને તેમાં આ ચલણ વાપરતા લોકોના પ્રમાણની રીતે વિશ્વમાં ભારતનું સ્થાન સાતમુ આવે છે. અને આ રીતે જોતા ભારતની નોંધપાત્ર વસ્તી ક્રિપ્ટોકરન્સી ધરાવે છે એમ કહી શકાય.

 ભારતની સાત ટકા કરતા વધુ વસ્તી ડીજીટલ કરન્સી ધરાવે છે એમ યુએન કહે છે, જે જણાવે છે કે કોવિડ-૧૯ના રોગચાળા દરમ્યાન ક્રિપ્ટોકરન્સીનું પ્રમાણ વિશ્વમાં અભૂતપૂર્વ દરે વધ્યું છે. યુએન વ્યાપાર અને વિકાસ સંસ્થા અંકટાડ દ્વારા  જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૧માં વિકાસશીલ દેશો ક્રિપ્ટકરન્સીની બાબતમાં ટોચના ૨૦ અર્થતંત્રોમાં ૧૫ છે. ક્રિપ્ટોકરનસીની બાબતમાં યુક્રેન ૧૨.૭ ટકા સાથે ટોચ પર છે જેના પછી રશિયા આવે છે જેની ૧૧.૯ ટકા વસ્તી ડીજીટલ કરન્સી  ધરાવે છે, વેનેઝુએલા ૧૦.૩ ટકા સાથે ત્રીજા ક્રમે આવે છે. તેના પછી સિંગાપોર(૯.૪ ટકા), કેન્યા(૮.પ ટકા) અને અમેરિકા ૮.૩ ટકા આવે છે. ભારતમાં ૨૦૨૧માં ૭.૩ ટકા લોકો ડીજીટલ કરન્સી ધરાવતા હતા  જે વિશ્વમાં ડિજીટલ કરન્સીમાં  ફાળાની દષ્ટિએ ટોચના ૨૦ અર્થતંત્રોમાં સાતમુ સ્થાન ધરાવે છે. કોવિડ-૧૯ના રોગચાળાના સમયગાળામાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ વિકાસશીલ દેશો સહિત વિશ્વના દેશોમાં ખૂબ ઝડપથી વધ્યો છે એમ અંકટાડ જણાવે છે. 

બુધવારે યુએનની  આ સંસ્થા યુએનીટીએડી દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેનુ મથાળુ આ પ્રમાણે હતું: ચળકતું બધું સોનુ હોતુ નથી!  આ અહેવાલમાં જણાવાયું છે કે બજારમાં આવેલા તાજેતરના આંચકાઓ સૂચવે છે કે ક્રિપ્ટો ધરાવવામાં  ખાનગી જોખમ રહેલું છે, પણ જો મધ્યસ્થ બેન્ક નાણાકીય સ્થિરતા જાળવવામાં દખલગીરી કરે છે તો આ સમસ્યા જાહેર બની જાય છે. જો ક્રિપ્ટોકરન્સી લેવડદેવડના માધ્યમ તરીકે વ્યાપક પ્રચલિત બને તો પણ તે દેશોના નાણાકીય  સાર્વભૌમત્વને હાનિ પહોંચાડી શકે છે એમ આ અહેવાલમાં જણાવાયું છે. ક્રિપ્ટોકરન્સીનો વપરાશ એ હદે વધ્યો છે કે હવે યુએન દ્વારા પણ તેની ચિંતા કરવી પડી રહી છે તે નોંધપાત્ર છે.

યુએનની પેટા સંસ્થા અંકટાડ દ્વારા ક્રિપ્ટોકરન્સી અંગે એક અહેવાલ બહાર પાડીને આ અંગે દેશોએ કયા પગલા ભરવા જોઇએ તેની પણ માર્ગદર્શિકા આપી છે જે મુજબ તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ નિયંત્રિત નાણાકીય સંસ્થાઓને  ક્રિપ્ટો ધરાવવાની મનાઇ ફરમાવે. ક્રિપ્ટો અંગે કરવામાં આવતી જાહેરાતોને નિયંત્રિત કરે. અન્ય પણ કેટલીક સલાહો આપવામાં આવી છે. ભારતમાં ક્રિપ્ટોનો વપરાશ ખૂબ વધ્યો છે અને જાહેરાતોનો મારો પણ ઓનલાઇન ઘણો થાય છે ત્યારે  ભારત સરકારે આ સલાહો પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સી અંગેની જાહેરાતોનું પ્રમાણ વધ્યું છે.

આ જાહેરાતો મોટે ભાગે ઓનલાઇન થાય છે અને કેટલાક એપ્સ પર તો તેની આક્રમક જાહેરાતો  થાય છે. વિવિધ લાલચો સાથે કરવામાં આવતી આ જાહેરાતોને કારણે ઘણા લોકો ક્રિપ્ટોકરન્સીના ચક્કરમાં ફસાઇ રહ્યા છે અને ક્રિપ્ટો માર્કેટની સખત ચંચળતાને કારણે રોકાણકારો બરબાદ થાય તેવી શક્યતા ઘણી જ છે. વળી, ભારતમાં ઘણા  લોકો હજી ઓનલાઇન પેમેન્ટની બાબતમાં પણ પૂરી સમજ ધરાવતા નથી ત્યારે ક્રિપ્ટોના વ્યવહારોની બાબતમાં તેમની સાથે છેતરપિંડી થાય તેવી શક્યતા ઘણી છે અને તેથી ક્રિપ્ટોકરન્સી અંગેની જાહેરાતોને નિયંત્રિત કરવાની યુએનની  સલાહ પર ભારત સરકારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

Most Popular

To Top