Dakshin Gujarat

પિતાને ‘આપઘાત કરું છું’નો વોટ્સએપ મેસેજ કરનાર યુવકની લાશ મળી

વ્યારા: પિતાને (Father) આપઘાત (Suicide) કરું છું એવો વોટ્સએપ મેસેજ (WhatsApp Massage) કરી યુવકે કાવઠા બ્રિજ પરથી પડતું મુક્યું હતું, જેની લાશ કુકરમુંડાના કોન્ડેજ ગામ પાસે તાપી (Tapi) નદીમાંથી લાશ મળી આવી હતી.

  • પિતાને આપઘાતના સમાચાર વોટ્સએપ પર આપ્યા
  • કાવઠા બ્રિજ પરથી પડતું મુક્યું હતું, કુકરમુંડાના કોન્ડેજ ગામ પાસે તાપી નદીમાંથી લાશ મળી

તાપી નદીના પુલ ઉપર બાઈક મૂકીને સ્ટિયરિંગ ઉપર પ્લાસ્ટિકની કોથળીમાં મોબાઇલ ફોન તથા પર્સ મૂકી તાપી નદીમાં કૂદી પડેલા યુવકનો મૃતદેહ કુકરમુંડાના કોન્ડ્રેજ ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાંથી મળી આવ્યો છે. આ યુવકે તેના પિતાને વોટ્સઅપ ઉપર મેસેજ કર્યો હતો કે ‘સોરી પાપા, હું વેલ્દા ટાંકીને આગળ જતા પુલ ઉપર ગાડી મૂકી સ્યુસાઇટ કરું છું’ તેમના પિતાએ તેમના પુત્રને ફોન કરતા મોબાઇલ બંધ આવતો હતો. યુવકનો મૃતદેહ શનિવારે કુકરમુંડા તાલુકાના કોન્ડ્રેજ ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના પાણીમાંથી મળી આવ્યો હતો.

ઓનલાઈન ગેમમાં દેવું વધી જતાં ધામખડીના યુવાનનો આપઘાત
અનાવલ: મહુવા તાલુકાના ધામખડી ખાતે રહેતા અંકિતકુમાર જીવણભાઈ પટેલ (ઉ.વ.૨૪) મોબાઈલ ઉપર રમી નામની ગેમ રમવાનો ચસ્કો લાગ્યો હતો. જેમાં તેમને દેવું થઈ જતાં ઘરની પજારીના ભાગે છતના ભાગે આવેલા લાકડા ઉપર ઓઢણીનો ગાળો બનાવી આપઘાત કરી લીધો હતો. મહુવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કોષની માઇનોર કેનાલમાંથી ડિકમ્પોઝ હાલતમાં યુવકની લાશ મળી
અનાવલ: ઉકાઈ ડાબા કાંઠા શાખા કેનાલના કોષ-લસણપોર માઇનોર કેનાલમાંથી ૨૫ થી ૩૦ વર્ષીય અજાણ્યા પુરુષની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. મરનાર પુરુષની લાશ ઉપરવાસના પાણીમાં તણાઈ આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહુવા પોલીસે મૃતકની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top