Columns

રોબોટ્રક કન્વર્ટર સેફAI નવાં ફંડિંગમાં લાખો માટે ઉતરી છે!

હરીફાઈ યુગમાં કોઈ એક દિશા દરેક પ્રકલ્પોને આગળ ધપાવી શકતી નથી તેનાં માટે ટેકનોલોજી અને ઉદ્યોગ વિશિષ્ટ અનુભવનો તાલમેલ આવશ્યક બન્યો છે! નાણાં પણ ત્યાં જ છલકાય છે જ્યાં સમય, શક્તિ,ધન ઓછું વપરાય અને ધાર્યું કામ નિશ્ચિત રીતે પૂર્ણ થાય! આ લક્ષ્યમાં નિશાન અચૂક પાર પાડતી સેફAI પ્રારંભિક સ્વાયત્ત ખાણકામ અને બાંધકામ સાધનોના નિર્માણમાં દાયકાઓનો સંયુક્ત અનુભવ ઉમેરે છે અને તે ટેક્નોલોજી પર ઘણી પેટન્ટ ધરાવે છે.વૈશ્વિક સ્તરે ઉદ્યોગ નિષ્ણાતોની ટીમ વૈશ્વિક ખાણકામ અને બાંધકામ ઉદ્યોગોમાં ઊંડા અનુભવનાં આધારે ઉત્પાદન અને ટેક્નૉલૉજી વિકાસ બંનેમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. સિલિકોન વેલીમાં તેનું મુખ્ય મથક છે પણ વ્યૂહાત્મક રીતે ટીમો અને ઓફિસો આખી દુનિયામાં છે.ટેક્નોલોજી અને સોલ્યુશન્સ વિકસાવવાને કારણે જ અસાધારણ વળતર અને લાભદાયક પેકેજ ઑફર કરતી રહી છે.

તેમનાં મિશનમાં ભારે ઉદ્યોગનાં વાહનોને સ્વ-ડ્રાઇવિંગ સંપત્તિમાં રૂપાંતરિત કરવાંનું અધતન સોપાન છે.તેમાં ઉત્પાદન કરતી વખતે ન હોય તેવાં ઘટકનો ઉમેરો કરે છે.ઉદ્યોગની પરિભાષામાં તે સોલ્યુશન છે.જે બાંધકામ અને ખાણકામનાં કાફલા સાથે જોડાય છે.ફરક એટલો છે કે તે મશીન સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે તેવી ઢબે રૂપાંતરિત કરવાં પડે છે! ભારે બાંધકામ અને ખાણકામનાં સાધનોને ડ્રાઇવર-સંચાલિતમાંથી સ્વ-ડ્રાઇવિંગમાં રૂપાંતરિત કરી આ ક્ષેત્રમાં કુશળતા દેખાડી તેમણે તેમનાં વિસ્તરતાં ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા માટે લાખો નવાં રોકાણો કર્યા છે!

તેમની કંપની મુખ્યત્વે એવા વાહનોમાં ઉમેરો કે ફેરફાર કરે છે જે બાંધકામ અથવા ખાણકામની સાઇટ પર વજનદાર સામગ્રીનું સહેલાઈ સાથે પરિવહન કરે છે અને તેમને કાર્ય સૂચનાઓ આપવા અને કેમેરા, લિડર અને રડાર સમાવિષ્ટ સેન્સર ઉમેરવા માટે ડ્રાઇવ-બાય-વાયર કનેક્ટિવિટીથી સજ્જ કરે છે!ફિલ્ડથી કન્ટ્રોલરૂમ સુધી કુશળતાની અદભૂત સાંકળ સમય સાથે દોડતી રહે છે!

આ નવું ભંડોળ સેફAI માટે અગ્રણી કોન્ટ્રાક્ટ માઇનિંગ કંપની એમએસીએ સાથેની ભાગીદારી, ૧૦૦ માઇનિંગ ટ્રકો લગાડવા અને જાપાન સ્થિત બાંધકામ કંપની ઓબાયાશી કોર્પોરેશન માટે સ્વાયત્ત અને ઇલેક્ટ્રિક વાહનોનો કાફલો બનાવવા માટે સિમેન્સ સહિતની કામ કરવા મોટી વૃદ્ધિ સાથે આવે છે.આ તક ઝડપી તેમણે ઉપલબ્ધિ સાબિત કરી છે.દુનિયા ઝડપથી બદલાઈ રહી છે.ટેકનોલોજીની નવી પેઢી હાલનાં વાહનોને બાંધકામ અને ખાણકામનાં ભાવિ માટે પ્રેરક બળમાં ફેરવી રહી છે.

કંપની ઇન્ટરઓપરેબલ રેટ્રોફિટ સોલ્યુશન કૃત્રિમ બુદ્ધિ (એઆઈ)સંચાલિત ઓટોનોમસ સોફ્ટવેરની સાથે સેન્સર કમ્પોનન્ટ હાર્ડવેરનાં સ્યુટનો ઉપયોગ કરે છે, જેથી સૌથી મુશ્કેલ વાતાવરણમાં આપમેળે ચાલતાં વાહનોનું કાર્ય સંચાલન થતું રહે.તેનું પરિણામ સલામત,વધુ સ્માર્ટ અને વધુ ઉત્પાદક વર્કસાઇટ્સ સમયનાં અપૂર્ણાંકમાં અને ઓછાં બજેટમાં પૂર્ણ થાય છે! ભારે ઉદ્યોગની કંપનીઓ આ માળખામાંથી નિર્માણ કરી શકે છે,તેમની ચોક્કસ જરૂરિયાતો અને ઉપયોગનાં સંદર્ભ અનુરૂપ કસ્ટમાઇઝ્ડ એપ્લિકેશન્સ બનાવી શકે છે.

ઓપરેટિંગ સિસ્ટમને સ્વતંત્ર રાખવાથી ઉદ્યોગ કંપનીઓને સમય અને લક્ષ્ય સાથે સફળતાં મળવાની સહજ તક હોય છે.ટાર્ગેટ સાથે કોઈપણ બીડું ઉપાડવાની ક્ષમતા મળી જાય છે! સાન્ટા ક્લેરા, કેલિફોર્નિયાથી સેફએઆઈએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેમનાં વર્તુળમાં હવે બિલ્ડર્સ વીસી,મેકકિન્લી મેનેજમેન્ટ,જ્યોર્જ કૈસર ફેમિલી ફાઉન્ડેશન અને એનર્જી ઇનોવેશન કેપિટલનો સમાવેશ થાય છે સધ્ધર રોકાણકારો સાથે સિરીઝ બી રાઉન્ડમાં ૩૮ મિલિયન ડોલર મેળવ્યાં છે. મૂગ ઈન્ક વ્યૂહાત્મક રોકાણકાર તરીકે રાઉન્ડમાં જોડાયું છે.વર્તમાન રોકાણકારો ઓટોટેક વેન્ચર્સ, બ્રિક એન્ડ મોર્ટાર વેન્ચર્સ , એમ્બાર્ક વેન્ચર્સ, ન્યૂલેબ અને વિમસન ગ્રુપે પણ આ નવીનતમ રાઉન્ડમાં ભાગ લીધો હતો.

નવું ભંડોળ સેફAI માટે ખરેખર આવતાં વર્ષની શરૂઆતમાં સોલ્યુશન અને ઉત્પાદનને વધુ ટેકનીક સાથે વિકસિત કરવાનાં ઉપયોગમાં લેવાશે! ટીમને વિકસાવવાનું વિચારવુ…સોફ્ટવેર એન્જિનિયરિંગ અને ઓપરેશન્સમાં ગતિ અને પ્રોજેક્ટ આગામી બે વર્ષમાં વૃદ્ધિ પામે તેવું ઈચ્છે છે. ખરેખર આ વર્ષે સેફએઆઈએ તેનાં હેડ કાઉન્ટ ડબલ કરતાં પણ વધુ ૯૦થી વધુ લોકો સુધી પહોંચાડ્યા છે. તેના સાન્ટા ક્લેરા, કેલિફ.- હેડક્વાર્ટરની સાથે, સેફએઆઈની ઓફિસ પર્થ, ઓસ્ટ્રેલિયા, ટોક્યો, જાપાન અને દિલ્હી, ભારતમાં છે.

જો કોઈ પ્રોજેક્ટ પૂરો કરવા માટે ૧૦૦ મિલિયન ડોલર લાગતા હોય તે પ્રોજેક્ટ ૮૦ મિલિયન ડોલરમાં પૂર્ણ થાય છે તે કોઈપણ વ્યવસાયમાં નફો સતત વધારતાં રહેવાની ચાવી છે!આંતરરાષ્ટ્રીય કક્ષામાં સામાન્ય રીતે બાંધકામ પ્રોજેક્ટ ૧૦૦ મિલિયન ડોલરથી માંડીને બે બિલિયન ડોલર સુધીનો હોઈ શકે છે અને ખાણકામ અડધા અબજથી ૨૦ કે ૩૦ અબજ ડોલરની ઓપરેટિંગ કોસ્ટ હોઈ શકે છે. ૨૦% સુધારા પર તે નોંધપાત્ર છે.

બાંધકામ અને માઇનિંગ સાઇટ્સ પર ડ્રાઇવર વિનાના વાહનોનો ઉપયોગ કરવા માટે સુધારેલ સલામતી એ અન્ય મુખ્ય વિચારણા છે, સલામતી “ દ્રષ્ટિનું હૃદય છે” જાહેર છે. તે ઉદ્યોગો અઠવાડિયાનાં સાતેય દિવસ લગભગ ૧૦૦૦ ઓટોનોમસ વાહનો ચલાવી રહ્યા છે અને કોઈપણ જીવલેણ અકસ્માતો થયા વિના છે! તેમ છતાં ખાણકામ ઉદ્યોગમાં સ્વાયત્તતા અપનાવવાની પ્રક્રિયા ખાસ કરીને ધીમી રહી છે. ઑસ્ટ્રેલિયા માઇનિંગ કન્સલ્ટન્સી અને પાર્કર બે માઇનિંગનાં ડેટા કહે છે કે સ્વાયત્તતા ઉત્પાદકતા અને સલામતીનાં મુદ્દાઓને સંબોધિત કરે છે તેમ છતાં ૫% કરતાં ઓછાં માઇનિંગ વાહનો સ્વ-ડ્રાઇવિંગ છે. ખાણકામ ઉદ્યોગમાં ઘણા વર્ષોથી સ્વાયત્તતા હાજર છે પરંતુ તેનો ઉપયોગ અટકી ગયો, તેને અપનાવવામાં સચોટતા માટે સેફAI બનાવવા માટે પ્રોત્સાહન મળ્યું!

ખાણકામ ઉદ્યોગમાં શરૂ થયેલાં બે દાયકાથી વધુ વર્ષોનાં અનુભવ અને ભારે સાધન સામગ્રી ઉત્પાદક કેટરપિલર પાસે લઈ ગયા હતા અને તેની સલામતી અને ઉત્પાદકતાના લક્ષણોને ધ્યાનમાં રાખીને તે સેગમેન્ટમાં સ્વાયત્તતા માટે તેમની મજબૂત હિમાયતની જાણ કરી હતી. આ નવાં મલ્ટી-મિલિયન ડૉલરનાં ભંડોળ સેફએઆઈની કામગીરી નીરખી,લાભનો તાગ માપી આવ્યાં છે! સમયનો તાલ પણ પવનની દિશા જોઈને વેગ પકડે છે,કામ બધે થાય છે,વાત ધીમી કે ઝડપની નથી પણ બુધ્ધિના બળે,ટેકનીકની કળે વત્તા ઓછાં બળતણે ચોક્કસ દિશામાં,નિશ્ચિત સમયે ધાર્યું નિશાન પાર પડે અને સહુની સુરક્ષા એ જ સાચી સફળતા! જે દેશમાં ભારે ઉદ્યોગો અને ખાણ મુખ્તવે આર્થિક ઉન્નતિમાં સિંહ ભાગ ભજવતાં હોય તેમનાં માટે સેફએઆઈએ દોરેલો ચીલો માર્ગદર્શક બનશે!

Most Popular

To Top