દેશના લોકો જીવ હારતા હોય ત્યારે વડાપ્રધાન બંગાળ જીતવા દોડતા હતા

દેશમાં જે ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર અને ખુલ્લી નગ્નતા ચાલી રહી છે, કોરોનામાં ડુપ્લીકેટ સેનેટાઇઝર, રેમડેસીવર ઇન્જેકશનની બાટલીમાં ભળતા કેમીકલો નાંખી 20-25 હજારમાં વેચાણનો ફાટી નીકળેલો ધંધો, જેની દવા શોધાઇ નથી તેની સારવાર માટે 10-15 લાખના બીલો વસૂલ કરતી પ્રાઇવેટ હોસ્પિટલો, ગામના સ્મશાનમાં પછાત વર્ગનો સૈનિક જે સરહદ પર શહીદ થયો તેના શબને પણ અગ્નિદાહ દેવાનો ઇન્કાર, ચાલુ કોરોનાએ પ્રધાનમંત્રી આખી કેન્દ્ર સરકારને લઇ બંગાળમાં ચુંટણી લડવા નીકળી પડે અને કાયદા વિરૂધ્ધ સરઘસો કાઢે રેલીઓ યોજે વળી પ્રધાનમંત્રી થઇ છોકરડા જેવા ચેનચાળા જાહેર પ્રવચનોમાં કરે તે જોઇ લાગે છે ચાવડા સાનું હિન્દુ રાષ્ટ્ર સ્થપાિ ચૂકયું છે.
સુરત- ભરત આર. પંડયા

Related Posts