Vadodara

ભાવ વધારાના વિરોધમાં મફત પેટ્રોલની વહેંચણી કરી વિરોધ કરાશે

વડોદરા : રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ઝીંકાતા મધ્યમ વર્ગ મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ જવા પામ્યો છે.ત્યારે પેટ્રોલના ભાવ વધારાના વિરોધના મુદ્દે વડોદરાની ટિમ રિવોલ્યુશન તા.28 સોમવારના રોજ હાઈટેન્શન રોડ સુભાનપુરા સ્થિત આઈઓસીએલના પેટ્રોલ પંપ ઉપર વિના મૂલ્યે પેટ્રોલ ભરી આપવામાં આવશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે.જેના કારણે આમ નાગરિકની કમર તૂટવા પામી છે.ત્યારે વડોદરાની ટિમ રિવોલ્યુશન આ ભાવ વધારાનો વિરોધ અનોખી રીતે કરનાર છે.ટિમ રિવોલ્યુશન દ્વારા તા.28 સોમવારના રોજ રોજ ટેન્શન રોડ સુભાનપુરા સ્થિત આઈઓસીએલના પેટ્રોલ પંપ ઉપર લોકોને ફ્રી માં પેટ્રોલ ભરી આપવામાં આવશે.

ભાજપના હોદ્દેદારોને પણ વિનામૂલ્યે પેટ્રોલ ભરી આપશે.આ અંગે ટિમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે વિશ્વની નંબર વન પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી.જે સમય પર પેટ્રોલનો ભાવ એક રૂપિયા પણ વધતો હતો.ત્યારે ચોકડીએ ચોકડીએ તેઓ સરકારનો વિરોધ કરતા હતા.આજે 95-100 રૂપિયા એ ભાવ થઈ ગયા છે.પેટ્રોલના ત્યારે કોઈ પણ એનો વિરોધ નથી કરતા.ખાસ કરીને વિરોધ પક્ષ એટલું નબળું છે.

કોંગ્રેસ પણ આ માટે એક શબ્દ નથી બોલી રહ્યું.સામાન્ય જનતાની કમર તૂટી ગઈ છે.પેટ્રોલના ભાવના કારણે લોકોનું જીવન હરામ થઈ ગયું છે.આજે વાહનોને ઘરમાં શોકેશની જગ્યાએ મૂકી દેવાની ફરજ પડી છે.ત્યારે ટિમ રિવોલ્યુશન દ્વારા સોમવાર તારીખ 28 ના સવારે 11 વાગ્યે સુભાનપુરા હાઇટેન્શન રોડ ઉપર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ખાતે અનોખી રીતે પેટ્રોલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવશે. લોકોને ફ્રી માં પેટ્રોલ ભરી આપવામાં આવશે.

અને એ પણ છે કે જેઓ ભાજપના મેમ્બર છે.જે લોકો પેજ પ્રમુખ થી લઈને મિનિસ્ટર સુધીના છે,તે તમામને પેટ્રોલ ભરી આપીશું.ખાસ કરીને જે લોકો ભાજપના સ્ટીકર અને ખેસ લગાવ્યા છે પોતાની ગાડીઓમાં એમને પણ અમે મફતમાં પેટ્રોલ કરી આપીશું.અને સામાન્ય જનતા છે.જેણે ભાજપને મત આપ્યા છે એ લોકો પણ અહીંયા આવીને કહેશે કે ભારત માતાકી જય,વંદે માતરમ એમને પણ અમે ફ્રી માં પેટ્રોલ ભરી આપીશું અને આ વસ્તુની પ્રેરણા અમને સી.આર.પાટીલ પ્રદેશ ભાજપ પ્રમુખ પાસેથી મળી છે.

કારણકે જ્યારે કોઈપણ જગ્યાએ કોરોના દરમિયાન ઈન્જેકશન મળતા ન હતા.ત્યારે તેઓ મફતમાં ઈન્જેક્શનો વેચતા હતા અને એમના થી જ પ્રેરણા લઈને અત્યારે પેટ્રોલનો ભાવ વધ્યો છે માટે અમે લોકોને અને એ બ્રિજ પાર્ટીના લોકોને ફ્રીમાં ચોક્કસ સમયમાં ચોક્કસ સંખ્યામાં પેટ્રોલ આપવાના છે જેની ખાસ નોંધ લેવી.જેને પણ ફ્રી માં પેટ્રોલ પુરાવું હોય તે તમામ લોકો અહીં આવી શકશે.ટીમ રિવોલ્યુશન આ એક અનોખો વિરોધ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top