Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 5011 કેસો 49 દર્દીઓના મોતથી હાહાકાર

GANDHINAGAR : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના( CORONA ) 5011 કેસો નોંધાતા ભયાવહ સ્થિતિ પેદા થવા પામી છે. જયારે છેલ્લા 24 કાલકમાં રાજયમાં કોરોના પોઝિટિવ ( CORONA POSITIVE ) હોય તેવા 49 દર્દીઓના મોતથી હાહાકાર મચી જવા પામ્યો છે. બીજી તરફ રાજયમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા કોરોનાના દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેકશન ( REMDECIVIR INJECTION ) ઉપલબ્ધ નહીં થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. રેમડેસીવીર ઈન્જેકશનના કાળા બજાર થવા લાગ્યા છે. જયારે સુરતમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ ( C R PATIL ) દ્વારા એકસામટા 5000 રેમડેસીવીર ઈન્જેકશન વિના મૂલ્યે સુરતમાં કોરોનાના દર્દીઓને આપવાનું શરૂ કરતાં રૂપાણી સરકાર માટે નીચા જોવા જેવુ અથવા તો ક્ષોભજનક સ્થિતિંમાં મૂકાઈ જવુ પડયું હતું.


રાજયમાં કોરોનાના કુલ કેસો વધીને 3.42 લાખ સુધી પહોચી જવા પામ્યા છે. જયારે રાજયમાં કોરોનાથી કુલ 4746 દર્દીઓનું મૃત્યુ થયુ છે.
આજો રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં છેલ્લા 24 કલાકમાં 5011 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 1409 અને સુરત મનપામાં 913 , રાજકોટ મનપામાં 462, વડોદરા મનપામાં 287, જામનગર મનપામાં 164 , ભાવનગર મનપામાં 66, જુનાગઢ મનપામાં 48 અને ગાંધીનગર મનપામાં 44 કેસો નોંધાયા છે. આ રીતે મનપા વિસ્તારમાં 3393 કેસો નોંધાયા છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં 1618 કેસો નોંધાયા છે.આજે રાજયમાં 2525 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવામાં આવી છે.


છેલ્લા 24 કલાકમાં રાજયમાં 49 દર્દીઓનાં મૃત્યું થયાં છે.જેમાં અમદાવાદ મનપામાં 15 દર્દીઓ , અમદાવાદ મનપામાં 14 , રાજકોટ મનપામાં 8 , વડોદરા મનપામાં 4, અમદાવાદ જિલ્લામાં 2, સુરેન્દ્રનગરમાં 2, છોટા ઉદેપુરમાં 1, ગાંધીનગરમાં 1 ગાંધીનગર મનપામાં 1 અને સુરત જિ.માં 1 એમ કુલ 49 દર્દીઓનાં મૃત્યું થયાં છે. જયારે રાજયમાં કોરોનાથી અત્યાર સુધીમાં 4746 દર્દીઓનું મૃત્યુ થયુ છે. અત્યાર સુધીમાં રાજયમાં કુલ 312151 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજયમાં અત્યાર સુધીમાં 78,091 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 10,31,634 વ્યકિત્તઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે.આમ કુલ 89,027,25 રસીકરણ ડોઝ આપવામા આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 2,34,272 વ્યકિત્તઓનું પ્રથમ ડોઝ અને 43,474 વ્યકિતઓનું બીજી ડોઝનું રસીકરણ ( VACCINATION ) કરાયું છે.

Most Popular

To Top