Comments

લોકશાહીનો અમૃતકાળ

બીજું બજેટ આવ્યું અને ગયું અને બે ત્રણ દિવસ આપણે લોકોને અર્થશાસ્ત્ર વિશે શું કહેવાનું છે તે જોયું. આમાંના મોટા ભાગને બે મર્યાદા છે. પ્રથમ સરકારના વેરા, ખર્ચ અને ખાધ છે. બીજું સબસીડીઓ છે. અલબત્ત બજેટ તેને માટે જ છે અને તે અપેક્ષિત છે. આશ્ચર્યની વાત એ છે કે ભારતના રાજકીય વિવાદ માટે અર્થતંત્ર સંબધ્ધ વસ્તુ નથી દેખાતું. તે ચૂંટણીના વાદવિવાદનો ભાગ નથી. આપણે એક ડગલું આગળ જઇને એમ કહી શકીએ કે આર્થિક કામગીરીનો અભાવ અને વૃધ્ધિ સિધ્ધ કરવાની અશકિત શાસક પક્ષને નુકસાન નથી પહોંચાડતી અને  આપણે જોઇ શકીએ છીએ કે દાયકાથી આપણી આર્થિક વૃધ્ધિનો દર નીચો રહ્યો છે અને નેહરુ અને ઇંદિરા ગાંધીના કાળમાં ‘હિંદુ વૃધ્ધિ દર કહેવાતો હતો તે ત્રણ ટકા રહ્યો હતો. આમ છતાં તેઓ અને તેમનો પક્ષ લોકપ્રિય રહી સત્તા પર રહ્યો છે. નોકરી બાબતમાં સંબદ્ધ ઘટનામાં સરકારની પોતાની જ માહિતી પ્રમાણે ભારતમાં મજૂરીમાં હિસ્સેદારીનો દર દક્ષિણ એશિયામાં સૌથી નીચો છે. આમાં એવા લોકોની વાત છે, જેમાં પંદર વર્ષની ઉપરની ઉંમરના છે અને કામ કરે છે અથવા કામ શોધે છે. અમેરિકામાં આ દર 60 ટકા છે. થાઇલેન્ડમાં 70 ટકા છે અને ચીન અને વિયેતનામમાં લગભગ 75 ટકા છે. જયારે ભારતમાં 40 ટકા છે અને તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાંય ઓછો છે.

માન્યતા એવી છે કે લોકોએ કામ ધંધો શોધવાનું બંધ કર્યું છે કારણ કે તેમને કામ ધંધો મળતો નથી. મનરેગા 2004 કરતાં આજે ચાર ગણી મોટી છે, પણ તેની માંગને પહોંચી વળી શકાય તેમ નથી કારણ કે સરકાર પાસે પૈસા જ નથી. મજૂરીના બજારમાં ઓછા લોકો હોવા છતાં બેરોજગાર એટલે કે કામ શોધે છે પણ મળતું ન હોય તેવાં લોકોની સંખ્યા સરકારી આંકડા મુજબ છ ટકાની વિક્રમજનક સપાટીએ પહોંચી અને ત્યાર પછી ઘટી નથી. અર્થતંત્ર નરમ પડવા સામે રોજગારીની સમસ્યા છે. ફરી એક વાર અહીં પણ આપણે સરકારી આંકડા જોવાના છે. જાન્યુઆરી 2018 માં એકંદર ઘરેલુ ઉત્પાદનની વૃદ્ધિ ઘટવા માંડી છે અને મહામારી પહેલાંના બે વર્ષ અને ત્રણ મહિના સતત ઘટતી રહી છે અને મહામારીએ મહામંદી સર્જી. આ વર્ષનો ઊંચો વૃદ્ધિ દર આપણને બે વર્ષ પહેલાંની સપાટીએ લઇ જશે. ભારતનું અર્થતંત્ર અને લોકોને કામ આપવાની ક્ષમતા લાંબા સમયથી મુશ્કેલીમાં છે. પણ તે આપણી રાજકીય ચર્ચાનો વિષય નથી અને શાસક આ મોરચે પોતાની નબળી કામગીરીનો બચાવ કરવાનું કયારેય દબાણ નથી આવ્યું.

આર્થિક નિષ્ફળતા અને સામુહિક બેરોજગારીના બે મુદ્દે લોકોને જાગૃત કરવાનું વિરોધ પક્ષ માટે સહેલું નથી. આ મુદ્દે લોકજાગૃતિ સ્વયંભૂ છે. થોડાં વર્ષોથી ચાલતું પાટીદાર આંદોલન અને બિહાર અને ઉત્તર પ્રદેશનું રેલવે ભરતી આંદોલન. વિરોધ પક્ષને હિંદુ-મુસ્લિમથી ચર્ચા દૂર લઇ જઇ અર્થતંત્ર અને નોકરી ધંધા તરફ લઇ જવી છે, પણ તે તેમ કરી શકે તેમ નથી. કેમ? ન્યૂઝ એંકર રવીશકુમાર કહે છે તેમ પત્રકારોને આ મુદ્દા પર કામ કરવું પસંદ નથી. પત્રકારો ફકત બે અઠવાડિયાં સતત નોકરીના પ્રશ્ન પર ધ્યાન આપે. સરકારે શેરીઓમાંથી માંગ પર ધ્યાન આપવું પડે. કદાચ આવું બની શકે, પણ આજના સોશ્યલ મીડિયાના યુગમાં આજના મુખ્ય પ્રવાહના પત્રકારો પંદર વર્ષ પહેલાં કામ કરતા હતા તેવી અપેક્ષા કોઇ રાખી શકે નહીં અને તેથી પત્રકારો ધ્યાન નહીં આપતા હોવાથી આ મુદ્દો દબાયેલો જ રહેશે.

જવાબ ધાર્યા કરતાં ઊંડો છે. અર્થતંત્રની તંદુરસ્તી અને તેના સક્ષમ વહીવટ, તેમ જ નોકરી મળી શકે તેવું પર્યાવરણ સર્જવાની સરકારની ક્ષમતા જેવા મુદ્દાઓ મતદાર તરીકે આપણી ખાસ ચિંતાના વિષય નથી. મહત્ત્વનો હોય તો પણ મંદિર અને હિજાબ તેમજ વધુ પ્રતિમાઓ બનાવવા કરતાં ઓછા મહત્ત્વનો છે. ગુજરાતમાં હાર્દિક પટેલના નેજા હેઠળ બન્યું કે રેલવે ભરતી બોર્ડના મામલે હમણાં બન્યું તે રીતે ઝુંબેશ ચલાવવાથી આર્થિક કટોકટીથી આપણને કોઇને અસર થાય તો ખરેખર કંઇ કામ થયું કહેવાય, પણ અન્ય લોકશાહીઓ માટે જે મહત્ત્વના ગણાય તેવા મુદ્દાઓની આપણા લોકભોગ્ય રાજકારણમાં બાદબાકી જ થાય છે. જે નેતાઓ કે પક્ષને ભોગે તેવી અને સતત ચર્ચાનો વિષય બની શકે તેવી બાબતો આપણા ભારતમાં મહત્ત્વની નથી. મતદાર તરીકે એક રાષ્ટ્ર તરીકે આપણે માટે મહત્ત્વની બાબત પર આપણે ધ્યાન આપી શકીએ અને આવું જ ચાલુ રહ્યું તો આપણે આપણી લોકશાહીના અમૃતકાળમાં પ્રવેશીશું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top