Vadodara

માલેતુજારોના નબીરાઓની શરાબની મહેફિલ જામી હતી ત્યાં જ પોલીસ ત્રાટકી

       વડોદરા: માલેતુજાર નબીરાના બંગલામાં બર્થ-ડે પાર્ટી નિમિત્તે ઉઠી રહેલી શરાબની છોળો વચ્ચે એકાએક લક્ષ્મીપુરા પોલીસ કાફલો ત્રાટકતા દારૂના નશામાં ચૂર 10 શરાબીઓને રાજાપાઠમાં પોલીસે ઝડપી પાડયા હતા. ભવ્ય પાર્ટીમાં ઉચ્ચ શિક્ષિત અને પરિવારની 13 યુવતીઓ પણ સામેલ હતી. પોલીસે પાર્ટીના રંગમાં ભંગ પાડીને મોબાઈલ તથા કાર સહિત 27 લાખન મુદ્દામાલ કબજે કરીને પ્રોહીબીશન નો ગુનો દાખલ કર્યો હતો.

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ ચાલી રહી છે. અથવા દારૂ પીધેલા પકડાય તો મધ્યમવર્ગના અથવા ગરીબ જ પોલીસના સપાટામાં આવે છે. પરંતુ નદીપારના વૈભવી વિસ્તારમાં આજ નશામાંચૂર નબીરાઓ પોલીસની આંખમાં આવી ગયા અને તે પણ કરફયુ સમય દરમિયાન આયોજીત બર્થ-ડે પાર્ટના રંગમાં ભંગ પડયો હતો.

ગોત્રી સેવાસી રોડ સ્થિત ગ્રીન વુડઝના બંગલા નંબર -5માં શરાબની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી આધારે લક્ષ્મીપુરા પોલીસે મહીલા ટીમને સાથે રાખીને છાપો માર્યો હતો. પોલીસને દરવાજે નિહાળતા જ શરાબીઓનો નશો ઉડી ગયો હતો અને હાજર યુવતીઓએ દુપટ્ટા વડે ચહેરા છુપાવી દીધા હતા.

પોલીસે બંગલામાં તપાસ કરતા ચોતરફ દારૂની ખાલી તથા ભરેલી શરાબની બોટલો, ચાખણાના પેેકેટો, ખાલી 26 ગ્લાસ, કોલ્ડ્રીંક્સની બોટલો તથા ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા. બેડરૂમના બાથરૂમમાંથી પણ વોડકા બ્રાંડની અનેક ખાલી બોટલો મળી આવી હતી.

અત્યંત માલેતુજાર જણાતા નબીરાઓના નામ પુછવા અંગેની શહેરની નામાંકીત હસ્તીઓના પૂત્ર અને પૂત્રીઓ હોવાનું સપાટી પર આવ્યું હતું. અભ્યાસની સાથોસાથ હાઈ પ્રોફાઈલ પાર્ટીઓમાં મોજ મજા માણતા નબીરાઓએ તુરંત તેમના માતા પિતા રાજકારણીઓ તથા પોલીસ ખાતામાં લાગવગના છેડા લગાવી દેવા ફોન સંપર્ક ચાલુ કરી દીધા હતા.

બર્થ-ડે પાર્ટીના નામેદારૂની મહેફિલમાં પડેલા હાઈ પ્રોફાઈલ પાર્ટીના દરોડામાં વગદાર વ્યક્તિઓએ તેમના આકાઓને જાણ કરી દીધી હતી. સંતાનોના સંબંધિત પરિવારજનોમાં ખ્યાતનામ બિલ્ડરો, તબીબો, ઈજનેરો, જમીનદારોએ રાતોરાત દોડધામ પણ મચાવી મૂકી હતી.

જો કે પોલીસે આખરે કાનૂની પગલા લીધા હતા. પાર્ટીના તમામ નબીરાઓને બ્લડ સેમ્પલ અર્થે ગોત્રી હોસ્પિટલ  ખાતે મોકલી આપ્યા હતા. અને 10 મોંઘીદાટ મોબાઈલ તથા ચાર વૈભવી કાર સહિત 27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને લક્ષ્મીપુરા પોલીસે બંગલા માલીક સહિત દસ નશાખોરો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

ગ્રીનવુડ બંગ્લોઝના માિલક બર્થ-ડે બોય સહિતના 10 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા

ગ્રીનવુડ બંગલોઝમાં માિલક અને જેની બર્થ-ડે હતી તે રાજ હિતેશભાઈ ચગ (પંજાબી) 2. શાલીન વિશાલભાઈ શર્મા, રહેવાસી, 501,ડી, સ્પીંગરી સ્ટ્રીટ, વાસણા-ભાયલી રોડ, માલવેગ કેતનભાઈ પ્રજાપતિ રહેવાસી, 201,202, વ્રજનંદન ફલેટ કલ્પવૃક્ષ, કોમ્પલેકસ, પાછળ, ગોત્રી, 4. વાત્સલ્ય પંકજભાઈ શાહ, રહેવાસી, અંતરીક્ષ, એલીગંજ, ઉરવ હોસ્પિટલ સામે, વાસણા રોડ, 5. રોહીન વિષ્ણુભાઈ પટેલ રહેવાસી એ-20, ભવાનીપુરા સોસાયટી નિઝામપરા, 6. ધ્રુવીલ કેતનભાઈ પરમાર એ-102, સંકેત એપાર્ટમેન્ટ, વોર્ડ નં. 6 ની પાછળષ જૂના પાદરા રોડ, 7. આદિત્યસિંહ સુરેન્દ્રસિંહ પરમાર રહેવાસી 11, નિર્મલ નગર સોસાયટી, અકોટા સ્ટેડીયમ પાસે, 8. વ્રજ સચિન શેઠ રહેવાસી 41, શ્રીનગર સોસાયટી, અકોટા, 9. મારૂફ સાિદકઅલી પાદરી રહેવાસી, આંગન બંગલોઝ બસેરા કોમ્પલેકસ સામે, તાંદલજા, અને વરૂણ ગૌતમભાઈ અમીન, રહેવાસી 53, સેવાશ્રમ સોસાયટી વાસણા રોડ રાત્રે બે વાગે ધરપકડ કરવામાં આવી હતી.

23 નબીરા પાસેથી વિદેશી શરાબની બોટલો પકડાઈ

ટકીલા દારૂની અડધી બોટલ, બેઈલેસ દારૂ,1 લીટર, ત્રણ દારૂની ખાલી બોટલ, પોલીસે કબજે કરી તો આટલા બધા નબીરાઓ વચ્ચે આટલો જ દારૂનો જથ્થો મળ્યો તે આશ્ચર્ય ઉપજાે છે. તદઉપરાંત 23 નબીરાઓ મળી આવ્યા અને ચાર કાર હતી તો અન્ય માલેતુજારો શું પગપાળા કે ખાનગી વાહન દ્વારા આવ્યા હતા તો અડધી રાત્રે પરત ઘરે  કઈરીતે આવી શકત ? પોલીસે સમગ્ર બનાવ ઉપર અંપાડના અખંડ ફાર્મમાં પાડેલી રેડ જેવું જ કુલડીમાં ગોળ ભાંગી નાંખ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અખંડ ફાર્મ કાંડની તપાસમાં આજદિન સુધી શું થયું ? તેની ઉપર પડદો જ પાડી દેવાયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top