Vadodara

યુવતીને રીક્ષામાં પ્રસૃતિ થઈ જતાં ફિયાન્સે
નવજાત શિશુને રસ્તામાં જ ત્યજી દીધું

વડોદરા: કારેલીબાગના ખાસવાડી સ્મશાન રોડ પર આવેલી બ્રિજ નજીક કચરા પેટીમાં તાજા જન્મેલા નવજાત શિશુને પ્લાસ્ટિકની કોથળીમાં લપેટીને તરછોડીનું જતા રહ્યો હતો. શી ટીમ અને પોલીસની ટીમે તાત્કાલિક દોડી આવી નવજાત શિશુને સારવાર માટે ખસેડ્યું હતું. સીસીટીવી ફૂટેજ પરથી તપાસ કરતા નવજાત બાળકને તરછોડી દેનાર બીજુ કોઇ નહી પરંતુ શિશુ ખુદ પિતા જ હોવાની ઘટસ્ફોટ થતા પિતા સહિત માતા સામે લોકોએ ફિટકાર લાગણી દર્શાવી હતી.પોલીસે પિતાને ઝડપી પાડી કોરોના ટેસ્ટ કરાવાવની તજવીજ હાથ ધરી છે.

કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ સી આર જાદવ અને સેકન્ડ પીઆઇ એ એમ ઠાકોરના માર્ગદર્શન હેઠળ શી ટીમના સભ્યો વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન કંટ્રોલરૂમ પરથી વરધી મળી હતી કે વિશ્વામિત્રી પુલ પર કચરામાં કોઇ બાળકનો રડવાનો અવાજ આવે છે અને પ્લાસ્ટિકની થેલીમાં નવજાત શિશુ પડેલું છે. જેથી શી ટીમના જવાનોએ સ્થળ પર પહોંચી તપાસ કરતા તાજુ જન્મેલુ બાળક પ્લાસ્ટિકની થેલીમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. જેની જાણ થતા કારેલીબાગ પીઆઇ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેથી તાત્કાલિક અમ્બ્યુલન્સ બોલાવી નવજાત શિશુને રૂક્ષમણી ચૈનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શી ટીમ સહિત કારેલીબાગ પોલીસે આ વિસ્તારના સીસીલી ફૂટેજ તથા ટેકનિકલ સોર્સના આધારે બાળકની મુકી જનાર વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. તેનો કોરાના ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.

નવજાત સહિત માતા-પિતાના ડીએનએ ટેસ્ટ કર્યા બાદ સોંપાશે
નવજાત શિશુને હાલમાં રૂક્ષમણી ચૈનાની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યું છે. જેનું સતત ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે. બાળક સહિત તેના માતા પિતાના ડીએનએ ટેસ્ટ કર્યા બાદ જ નવજાત બાળક તેના પરિવારને સોંપવામાં આવશે.
પીઆઇ સી આર જાદવ, કારેલીબાગ પો. સ્ટે.

બંને વિધર્મી યુવક અને યુવતીની લગ્નના બે દિવસ પહેલા યુવતીને પ્રસૂતિ થઇ ગઇ
વડોદરા શહેરમાં રહેતા વિધર્મી યુવકની તેના સમાજની યુવતી સાથે ત્રણ વર્ષ પહેલા સગાઇ થઇ હતી. જે સમય દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાઇ જતા ગર્ભ રહી ગયો હતો. આગામી બે દિવસમાં બંને લગ્ન પણ યોજાવાના છે. પરંતુ ગુરુવારે યુવતીને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેનો ફિયાન્સી તેને સારવાર માટે લઇ જતા હતો.જ્યાં ડોક્ટરે વધારે બ્લડિંગ થતુ હોવાથી યુવતીએ થોડી વારમાં આવું છુ તેમ કહીને નીકળી રિક્ષા જતા હતા. તે દરમિયાન યુવતીને રિક્ષામાં જ પ્રસૂતિ થઇ જતા તેને પિતા નવજાત શિશુને ખાસવાડી સ્મશાન રોડ પર બ્રિજ પાસેની કચરા પેટીમાં મુકીને જતો રહ્યો હતો.

પારૂલ યુનિ.ના ભુવન એ હોસ્ટેલ પાછળ ગાર્ડનમાંથી મૃત હાલતમાં બાળકનું ભ્રુણ મળ્યું હતુ
તાજેતરમાં વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટની પાછળ આવેલા ભુવન એ હોસ્ટેલના ગાર્ડનમાં એક મૃત નવજાત શિશુને તરછોડીને જતું રહ્યું હતું. શિશુને કૂતરા કે બિલાડી ખેચીના લાવી લાવ્યા હોવાથી માસનો લોચો પણ બહાર નીકળી ગયો હતો. જેમાં વાઘોડિયા પોલીસ દ્વારા સીસીટીવ કેમેરા ચકાસ્યા હતા, હોસ્ટેલના વોર્ડન સહિત યુવતીઓને નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. તેમ હજુ સુધી ભૃણ કોન છોડી ગયું હતું તે શોધી શકી નથી.

Most Popular

To Top