Vadodara

દાહોદના જેકોટ ગામે તેલના ટેન્કરમાં આગ લાગતા ચાલક પણ ભડથુ થયો

દાહોદ: દાહોદ તાલુકાના જેકોટ ગામ નજીક ઘોડાખાળ નદીના પુલ પાસે ગતરોજ રાત્રીના સમયે એક ખાદ્ય તેલ ભરેલ ટેન્કર આગળ જતી એક ટ્રકની અડફેટમાં આવી જતાં ખાદ્ય તેલના ટેન્કરનો ચાલક આગળ જતી ટ્રક અને પોતાના ટેન્કરની વચ્ચે ફસાઈ જતાં અને તેજ સમયે ખાદ્ય તેલના ટેન્કરમાં આગ ભભુકી ઉઠતાં ખાદ્ય તેલના ટેન્કરના ચાલક પણ આગની અગન જ્વાળાઓમાં આવી જતાં સ્થળ પરજ આગની લપેટમાં ભડથુ થઈ જતાં આ સમાચાર વાયુવેગે શહેર સહિત જિલ્લામાં ફેલાતાં ચરચાર મચી જવા પામી હતી.

ગતરોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના આસપાસ દાહોદ તાલુકાના જેકોટ નજીક ઘોડાખાળ નદીના પુલ પર ગુજરાતના કંડલાથી મધ્યપ્રદેશના દેવાસ તરફ એક ખાદ્ય તેલ ભરે ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે સમયે આગળ ચાલતા ટ્રકની સાથે પાછળથી ખાદ્ય તેલનું ટેન્કર ભટકાતાં અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા આ દરમ્યાન ખાદ્ય તેલના ટેન્કરના ચાલક ચાલક હનુમાનભાઈ પોતાના ટેન્કર અને ટ્રકની વચ્ચે ફસાઈ ગયો હતો અને ત્યાર બાદ જાેતજાેતમાં ખાદ્ય તેલના ટેન્કરમાં આગ ભભુકી ઉઠતાં હનુમાનભાઈ પણ આગની અગન જ્વાળાઓમાં આવી ગયાં હતાં અને જાેતજાેતમાં તેઓ પણ આગની અગન જ્વાળાઓમાં જીવતાં ભડથુ થઈ ગયાં હતાં.

આગના બનાવની જાણ સ્થાનીક પોલીસને થતાં સ્થાનીક પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફાયર ફાઈટરની ટીમને પણ જાણ કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર પાણીનો ભારે મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધી ખાદ્ય તેલના ટેન્કરના ચાલક હનુમાનભાઈ આગની અગન જ્વાળાઓમાં લપેટાઈ જતાં મોતને ભેટ્યાં હતાં. રાત્રીના સમયે આ આગને પગલે સ્થાનીક લોકો પણ દોડી આવ્યાં હતાં અને સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યાં હતાં. સ્થાનિક પોલીસે સલામતી અને સુરક્ષાના ભાગરૂપે હાઇવેનો બંને તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી અકસ્માત બાદ ટેન્કરનો ચાલક આગની લપેટોમાં હોમાતા બળીને ભડથું થયો હતો ત્યારે અકસ્માત વાળી જગ્યા ઉપર ટ્રકનો ચાલક ટ્રક મૂકી ફરાર થયો હતો ત્યારે દાહોદ રૂરલ પોલીસે અકસ્માત સબંધે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Most Popular

To Top