Charchapatra

ગણેશ વિસર્જનનો નિર્ણય ગંભીર સાબિત થઇ શકે

ગણપતિ વિસર્જન માટે લેવાયેલા ગુજરાત સરકારના નિર્ણયમાંથી સ્વાર્થી રાજકારણના મત બેંકની બૂ આવે છે. કોરોનાની ત્રીજી લહેર ગમે ત્યારે ત્રાટકી શકે એમ છે. આ ખતરનાક નિર્ણય ભારે પડી શકે એમ છે. તમે નક્કી કરેલા નિર્ણયની શરતોનું પાલન કરવું અતિ મુશ્કેલ છે. આજની નવી પેઢી એ શરતોનું પડીકું વાળી દેશે. છેલ્લાં બે વર્ષથી કોરોનાની સામે મુસ્લિમ બિરાદરોએ સરકારી આદેશનું ચુસ્ત રીતે પાલન કર્યું છે.

આ વર્ષની ઇદમાં અને મોહરમના તાજીયાના જુલુસમાં નિયમો સાથે સંયમ જાળવી રાખ્યો છે. ધાર્મિક સ્થળો પર મુસ્લિમ સમાજે અને પતેતીના પર્વ પર પારસી સમાજે ભીડભાડથી ટોળાંશાહીથી બચીને  સાચા અર્થમાં સમજદારી દાખવી છે. તેઓએ ઘરઆંગણે તાજીયાને પાણીથી ઠંડા પાડીને ઉજવણીનો ઉત્તમ દાખલો રજૂ કર્યો છે. આ રીતે ગણપતિ વિસર્જન પણ ઘર આંગણે કરી શકાય એમ છે. ગુજરાત સરકારે ગંભીર ભૂલ કરી ફરી કોરોનાને વેલકમ કરવાનું ખોટું સાહસ કર્યું છે. નિર્દોષ લોકોનો ભોગ લઇ જવાનું પાપ ગુજરાત સરકારે કર્યું છે.
સુરત     – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top