Madhya Gujarat

દાહોદના બસ સ્ટેન્ડમાં ગંદકીની ભરમાર, કાદવ કીચડના ઢગલા

દાહોદ: દાહોદ શહેરના બસ સ્ટેશન પરિસરમાં છેલ્લા કેટલાય વર્ષોથી તો તરફ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યો છે.દાહોદ જિલ્લોએ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. દાહોદ મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનની સરહદે આવેલા જિલ્લો હોવાથી દાહોદ જિલ્લા તેમજ પાડોસી રાજ્યના આસપાસના વિસ્તારોમાંથી પુષ્કળ પ્રમાણમાં મજુર વર્ગ  બસો મારફતે ગુજરાત તરફ પ્રયાણ કરે છે. તથા અન્ય મુસાફરો તેમજ રોજીંદી મુસાફરી કરતા પાસ હોલ્ડરો થકી દાહોદ બસ્ટેશન દર વર્ષે એસટી વિભાગને કરોડો રૂપિયાની કમાણી કરી ને આપે છે.ગુજરાત એસ.ટી.ના કમાઉ દીકરા ગણાતા દાહોદ બસ સ્ટેશન માટે

ગુજરાત એસટી વિભાગ દ્વારા પાંચ વર્ષ અગાઉ જુનુ બસ સ્ટેશન તોડી કરોડો રૂપિયાના ખર્ચે નવીન બસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ “મખમલ મેં ટાટ કા પેબંદ “ ઉક્તિને સાર્થક કરતાં દાહોદ બસ સ્ટેશનમાં  નવું બસ સ્ટેશન તો ઊભુ કરવામાં આવ્યું. પરંતુ બસ સ્ટેશનના પરિસર તેમજ વર્કશોપ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી એસટી વિભાગની બેદરકારી તેમજ નિષ્કાળજીના કારણે ઠેર ઠેર ગંદકીના ઢગલા તેમજ કાદવ કીચડ વાળા સામ્રાજ્યથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવતા બસ સ્ટેશનમાં આવતા જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

બસ સ્ટેશન તેમજ તેના પરિસરમાં આસપાસનો વિસ્તારનો કચરો ઠલવાતા તેમજ આસપાસની સોસાયટીઓનો ગટરનું ગંદુ પાણી બસ સ્ટેશનમાં આવતા બસ સ્ટેશન તેમજ આસપાસનો વિસ્તાર ખાન ઉકરડામાં તબદીલ થઇ ગયો છે. આસપાસના ઘરોના આવતા ગંદા પાણી તેમજ ઠલવાતા કચરાના ઢગલાથી સમગ્ર બસ સ્ટેશન તેમજ તેના પરિસરનો આસપાસનો વિસ્તારમાં કાદવકીચડનો સામ્રાજ્ય થઈ જતા મુસાફરોની સાથે બહારગામથી આવતા એસટી બસના ડ્રાઇવર-કંડકટર તેમજ કર્મચારીઓ પણ હાલાકી ભોગવવી મજબૂર બન્યા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે આજ ગંદકીના સામ્રાજ્યની વચ્ચે  એસટી ડેપો મેનેજરનો નિવાસ્થાન હોવા છતાંય એસટી ડેપો મેનેજરની ઇચ્છાશક્તિ કહો કે   નિષ્કાળજી ના લીધે સમગ્ર બસ સ્ટેશન તેમજ પરિસરમાં સાફ-સફાઈ નો અભાવ જોવા મળે છે.

 હાલ ચોમાસાની સીઝન ચાલી રહ્યો છે.  વિડિયો કોલેરા તેમજ વાયરલ જેવા બીમારીઓથી હોસ્પિટલોમાં ઉભરો આવ્યો છે. ગજબ ગીતની ખદબદતા બસ સ્ટેશન વિસ્તારમાં પાણીજન્ય રોગો ને આમંત્રણ આપતા મચ્છરના લારવા પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેના લીધે આસપાસના રહેણાંક મકાનો તેમજ સોસાયટીમાં  ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. એસ.ટી વિભાગ તેમજ સંલગ્ન  વિભાગો દ્વારા આવા કપરા સમયમાં શહેરીજનોના હિતો ને ધ્યાને લઇ તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે બસ સ્ટેશનમાં ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરી સમગ્ર બસ સ્ટેશનમાં ગંદકી મુક્ત બનાવે તેવી લાગણી તેમજ માંગણી પ્રવર્તમાન સંજોગોમાં ઉઠવા પામી છે. દરેક વર્ષે ચોમાસા દરમિયાન અહી પાણી ભરાઇ જાય છે. ખાડા પડી જાય છે છતાં પણ કોઇ આગોતરૂ આયોજન થતું નથી.

Most Popular

To Top