World

chatGPT બનાવનારને કંપનીએ કાઢી મુક્યો, આવું આપ્યું કારણ

નવી દિલ્હી: આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્ટની દુનિયાની સૌથી મોટી શોધ chatGPTને માનવામાં આવે છે. chatGPTને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ chatGPT બનાવનારને તેની નિર્માતા કંપનીએ નોકરીમાંથી હાંકી કાઢ્યો છે.

OpenAI કંપનીએ ગયા વર્ષે chatGPT લોન્ચ કર્યું હતું. આ chatGPT કંપનીના સીઈઓ અને કો ફાઉન્ટર સેમ ઓલ્ટને 8 વર્ષની લાંબી મહેનત બાદ બનાવ્યું હતું. હવે કંપનીએ ગઈ તા. 18 નવેમ્બરને શુક્રવારના રોજ સીઈઓ અને કો ફાઉન્ડર સેમ ઓલ્ટમેનને બરતરફ કર્યાની જાહેરાત કરી છે. કંપનીએ તે માટે એવું કારણ આપ્યું છે કે કંપનીને આગળ લઈ જવા મામલે ઓલ્ટમેનની ક્ષમતામાં કંપનીને વિશ્વાસ નથી.

38 વર્ષીય સેમ ઓલ્ટમેન ગયા વર્ષે લાઈમલાઈટમાં આવ્યા હતા, જ્યારે તેમણે chatGPTને દુનિયા સમક્ષ લોન્ચ કરી હતી. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટ બોટમાં અદ્દભૂત ક્ષમતાઓ છે. chatGPT મનુષ્યની જેમ કવિતા કે સ્ટોરી લખી શકે છે. તેની મદદથી મુશ્કેલ પ્રશ્નોના સરળ જવાબો જાણી શકાય છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે chatGPT તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ થોડી જ સેકન્ડમાં આપી શકે છે.

ઓલ્ટમેનને કેમ બરતરફ કરાયા?
ઓલ્ટમેનને કાઢી મુકવા અંગે કંપની દ્વારા નિવેદન જારી કરી કહેવામાં આવ્યું છે કે, ‘ઓપનએઆઈના બોર્ડને કંપનીનું નેતૃત્વ કરવાની ઓલ્ટમેનની ક્ષમતા પર વિશ્વાસ નથી. જેમ જેમ કંપની વિકસી રહી છે તેમ તેમ નવા નેતૃત્વની જરૂર છે. તેથી ઓલ્ટમેન કંપનીનું બોર્ડ છોડી રહ્યો છે. બોર્ડ દ્વારા સમીક્ષા કર્યા પછી ઓલ્ટમેનને તેમનું પદ છોડવા માટે સૂચના આપવામાં આવી છે.

નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા ઓલ્ટમેને શું પ્રતિક્રિયા આપી?
ઓપનએઆઈના સીઈઓનું પદ ગુમાવ્યા બાદ સેમ ઓલ્ટમેન તરફથી પણ નિવેદન આવ્યું છે. ઓલ્ટમેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, ‘OpenAIમાં મારો સમય ઘણો સારો રહ્યો. તે મારા માટે વ્યક્તિગત રીતે અને આશા છે કે વિશ્વ માટે થોડું પરિવર્તનશીલ રહ્યું છે. મને સૌથી વધુ ખુશી એ છે કે મને પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાનું ગમ્યું. આગળની સફર શું હશે તે વિશે વધુ પછી કહેવું સારું રહેશે.

મીરા મુરાતી કંપનીના નવી સીઈઓ
ઓપનએઆઈના સીઈઓ પદ પરથી સેમ ઓલ્ટમેનને હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને હવે મીરા મુરાતી સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળશે. જોકે, તેમને કંપનીના વચગાળાના સીઈઓ બનાવવામાં આવ્યા છે. મીરા મુરાતી પહેલાથી જ OpenAIની ચીફ ટેકનોલોજી ઓફિસર છે.

OpenAIની વચગાળાની CEO બનેલી મીરા મુરતીનો જન્મ 1988માં અલ્બેનિયામાં થયો હતો. 34 વર્ષના મુરાતીએ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. અહેવાલ અનુસાર, જ્યારે તે ડાર્ટમાઉથ કોલેજમાં અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી હતી ત્યારે તેણીએ હાઇબ્રિડ રેસિંગ કાર બનાવી હતી. તેણે ગોલ્ડમેન સૅક્સમાં ઇન્ટર્ન તરીકે શરૂઆત કરી હતી. બાદમાં તે Zodiac Aerospace માં જોડાઈ હતી.

જણાવી દઈએ કે સેમ ઓલ્ટમેનને હટાવ્યા બાદ કંપનીના પ્રમુખ ગ્રેગ બ્રોકમેને રાજીનામું આપી દીધું છે. સેમ ઓલ્ટમેનની પોસ્ટના જવાબમાં તેણે પોતાનું રાજીનામું પોસ્ટ કર્યું.

Most Popular

To Top