રાજકોટમાં મતદાન કરવા જવા મુખ્યમંત્રીએ સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો, ખર્ચ ગુજરાત સરકારના માથે

અમદાવાદ (Ahmedabad): રાજ્યભરમાં ગઇકાલે -21 ફેબ્રુઆરીએ છ મનપાની ચૂંટણીઓ (Local Body Polls /Municipal Corporation Election) માટે મતદાન યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) રવિવારે રાજકોટ ખાતે મતદાન કરવા જવા માટે સરકારી હેલિકોપ્ટરનો (Government Helicopter) ઉપયોગ કરી ગુજરાત સરકારની તિજોરી ઉપર આર્થિક ભારણ નાખ્યું છે. સરકારી સાધનોના દુરુપયોગથી થયેલા ખર્ચની વસૂલ કરી સરકારી તિજોરીમાં જમા કરાવવા ચૂંટણીપંચ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ (Congress) દ્વારા માંગણી કરવામાં આવી છે.

રાજકોટમાં મતદાન કરવા જવા મુખ્યમંત્રીએ સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો, ખર્ચ ગુજરાત સરકારના માથે

પ્રદેશ કોંગ્રેસના ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાબુભાઈ પટેલ દ્વારા રાજ્યના ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ (Written Application) સાથે રજૂઆત કરવામાં આવી છે, કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે મતદાન કરવા માટે ગુજરાત સરકારની માલિકીનું હેલિકોપ્ટર લઈને ગયા હતા. મતદાર તરીકે મતદાન કરવું તે કોઈ સરકારી કાર્યવાહીનો ભાગ નથી, મુખ્યમંત્રી તરીકેની ફરજોનો પણ કોઈ ભાગ નથી, આથી આ ખર્ચ ગુજરાત સરકાર (Government of Gujarat) ઉપર મોટું આર્થિક ભારણ (Extra financial load) છે. જે ખૂબ ગંભીર બાબત ગણી શકાય. સરકારી સાધનોના ચૂંટણી દરમિયાન મોટા પાયે દુરુપયોગ થયા છે, તે બાબત આથી સ્પષ્ટ બને છે.

આ ઉપરાંત ચૂંટણી અધિકારીને (election officer) વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ બાબત મુખ્યમંત્રી દ્વારા તેમના ફરજના ભાગરૂપે ન હોવાથી ચૂંટણી પંચ તે ખર્ચ ગુજરાત સરકારનો નહીં, પરંતુ મુખ્ય મંત્રીના અંગત ખર્ચ તરીકે ગણે. તેવી રાજ્ય ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી બને છે. આ તમામ હકીકતો સરકારી સાધનોના ઉપયોગથી થયેલા ખર્ચની વસૂલાત કરી સરકારી તિજોરીમાં જમા કરાવવા તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી છે.

રાજકોટમાં મતદાન કરવા જવા મુખ્યમંત્રીએ સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો, ખર્ચ ગુજરાત સરકારના માથે

પહેલા અહેવાલ એ હતા કે કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીને (CM Vijay Rupani) મતદાન માટે એમ્બ્યુલન્સમાં રાજકોટ લઇ જવાશે જ્યાં તેઓ PPE કીટ પહેરીને મતદાન કરશે. પરંતુ ગઇકાલે CM વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે વગર PPE કીટે જ મતદાન કર્યુ હતુ. 14 ફેબ્રુઆરીએ વડોદરામાં ચૂંટણી પ્રચાર કરતા ચક્કર ખાઇને બેહોશ થયેલા CM વિજય રૂપાણીનો 15 ફેબ્રુઆરીએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પછી તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે મુખ્યમંત્રી મતદાનના છેલ્લા કલાકોમાં મતદાન માટે પહોંચ્યા હતા.

Related Posts