SURAT

અહો આશ્ચર્યમ્ ! મતદાર યાદીમાં નામ ન હોવાની સુરતમાં એક પણ ફરિયાદ નહીં

SURAT : સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ( SMC ELECTION) માં આજે ઉડીને આંખે વળગે એવી એક બાબત તે જોવા મળી છે. દરેક ચૂંટણીમાં મતદાન શરૂ થાય ત્યારથી જ મતદાર યાદીમાં નામ નહીં હોવાનું, નામ કમી થઇ ગયું હોવાની અનેક ફરિયાદ ઉઠતી હોય છે પરંતુ આજે યોજાયેલા મતદાન દરમિયાન આ પ્રકારની એક પણ ફરિયાદ નોંધાઇ ન હતી. જેનું શ્રેય મતદાર યાદી સુધારણાની જડબેસલાક રીતે કરવામાં આવેલી કામગીરીને જાય છે. મતદાર યાદી સુધારણાની ચોકસાઈને કારણે જ આજે મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા હતા.
આ અગાઉ યોજાયેલી ચૂંટણીઓમાં લગભગ દરેક વિસ્તારોમાં મતદારોને તરફથી મતદાર યાદીમાંથી નામ આપોઆપ નીકળી ગયાંની સેંકડો ફરિયાદો મળતી હતી. પરંતુ આ વખતે આવી ફરિયાદો નામશેષ થઈ જવા પામી છે.

રાજકીય વિશ્લેષકોનું માનવુ છે કે, મતદાનનો જે દિવસ પસંદ કરવામાં આવ્યો તે દિવસે રવિવારની રજા સાથે દરેક ઘર્મમાં શુભમુહૂર્ત હોવાથી લગ્નો પણ મોટી સંખ્યામાં યોજાયા હતાં. જેને લીધે મતદાનની ઊંચી ટકાવારી જાય તેવી આશાઓ પર પાણી ફરી વળે તેવી સંભાવના હતી. તે ઉપરાંત સીનિયર સિટિઝન એવા મતદારોમાં મતદાન કેન્દ્રો પર ભીડને લીધે કોરોના સંક્રમણનો ભય પણ વધુ હોવાથી એવા મતદારો મતદાનથી દૂર રહે તેવી સંભાવના હતી. ચૂંટણી પંચની ( ELECTION COMMISSION) ગાઇડલાઇન ( GUIDELINE) ને લીધે તંત્ર દ્વારા સ્લીપ વહેંચવામાં આવી નહીં હતી અને જે રાષ્ટ્રીય પક્ષોએ સ્લીપ વહેંચી હતી તે પૈકી કેટલાક પક્ષોની સ્લીપ મતદારો સુધી પહોંચી જ ન હતી જેથી મતદારોને બુથ શોધવામાં ભારે તકલીફ પડી હતી.

કેટલાક કિસ્સાઓમાં તો એક જ પરિવારના મતદારો જુદા-જુદા મતદાન કેન્દ્રોમાં વહેંચાઇ ગયા હતા. રવિવારની રજાને લીધે તળ સુરતના લોકો પર્યટન માટે પણ જતા રહેતા વોર્ડ નંબર 12માં સરેરાશ 41.26 ટકા વોર્ડનંબર-13માં 43.5 ટકા, વોર્ડનંબર 20માં 37.97 ટકા અને વોર્ડનંબર 21માં સૌથી ઓછુ 34.66 ટકા મતદાન રહ્યુ હતું. જોકે સાંજે 7 વાગ્યા સુધી બુથમાં મતદાન થયુ હોવાથી અંતિમ મત ગણતરીના આંકડાઓમાં એકથી દોઢ ટકા મતો વધી શકે છે. 2015ની સરખામણીએ 2021ની પાલિકાની ચૂંટણીમાં 6 લાખ મતદારો વધ્યા હતાં. જોકે, ફીક્કો પ્રચાર અને તેની સાથે મતદાન માટે પણ ફીક્કા માહોલની વચ્ચે પણ કુલ મતદાન 2015ની સરખામણીએ 2021માં 6 ટકા જેટલું વધતાં આશ્ચર્ય ફેલાયું હતું

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top