Entertainment

વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ‘પઠાણ’ની ધૂમ, ત્રણ દિવસમાં આંકડો 300 કરોડને પાર

મુંબઈ: શાહરૂખ ખાનની (Shahrukh Khan) ફિલ્મ (Film) પઠાણ (Pathaan) રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મ રિલીઝ થઈને માત્ર જ દિવસ થયા છે અને ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. ત્યારે પઠાણ ફિલ્મની ત્રીજા દિવસની કમાણીનો રિપોર્ટ સામે આવ્યા છે. ભારતમાં ભલે ફિલ્મનું કલેક્શન ઓછું રહ્યું હોય પણ વર્લ્ડવાઇડ (Worldwide) ફિલ્મનું કલેક્શન સારૂં રહ્યું છે.

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો જાદુ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મને રિલીઝ થયાને માત્ર ત્રણ જ દિવસ થયા છે અને તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. વિશ્વભરના બોક્સ ઓફિસ પર ફિલ્મ ધૂમ મચાવી રહી છે. પઠાણે 300 કરોડનો આંકડો પાર કર્યો હતો. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પોતાના ટ્વીટમાં જણાવ્યું કે ‘પઠાણે’ ભારતમાં 34 થી 36 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નોન-હોલિડે માટે આ એક યોગ્ય કલેક્શન છે, પરંતુ શાહરુખની ફિલ્મે તેના પહેલા અને બીજા દિવસે જે રીતે કમાણી કરી છે તે જોતાં આ સંખ્યા ઘણી ઓછી છે. ઉપરાંત, ‘પઠાણ’ ‘દંગલ’, ‘બાહુબલી 2’ અને ‘KGF 2’ના ત્રીજા દિવસના કલેક્શનને મેચ કરવામાં નિષ્ફળ રહી છે.

પરંતુ વિશ્વભરમાં પઠાણ ધૂમ માચવી રહ્યો છે. કારણ કે ‘પઠાણ’ હજુ પણ આખી દુનિયામાં પ્રચલિત છે. ટ્રેડ વિશ્લેષક રમેશ બાલાના જણાવ્યા અનુસાર, ‘પઠાણ’એ માત્ર ત્રણ દિવસમાં જ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે ‘પઠાણ’એ વધુ એક રેકોર્ડમાં પોતાનું નામ લખાવ્યું છે. હવે વીકેન્ડ પર આ ફિલ્મનું કલેક્શન કઈ નવી ઊંચાઈઓને સ્પર્શે છે, તે જોવાનું રહેશે.

આ ફિલ્મ પહેલા દિવસથી ઈતિહાસ રચી રહી છે
‘પઠાણ’નું ઓપનિંગ ડે કલેક્શન 54 કરોડ રૂપિયા હતું. ભારતીય ફિલ્મોના ઈતિહાસમાં ‘પઠાણ’એ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે અત્યાર સુધીનું સૌથી મોટું કલેક્શન કર્યું છે. તે જ સમયે, આ ફિલ્મે વિશ્વભરમાં 106 કરોડની કમાણી કરી હતી. ગણતંત્ર દિવસની રજાનો લાભ લઈને ‘પઠાણ’એ તેના બીજા દિવસે ભારતમાં 70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ કલેક્શન વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 235 કરોડ સુધી પહોંચી ગયું છે. હવે ત્રણ દિવસમાં ‘પઠાણ’નું વર્લ્ડવાઈડ કલેક્શન 300 કરોડને પાર કરી ગયું છે.

શાહરૂખ ખાનની આ ફિલ્મે અત્યાર સુધીમાં 21 નવા રેકોર્ડ બનાવ્યા છે. કોવિડ-19 પછી ‘પઠાણ’ પહેલી હિન્દી ફિલ્મ છે, જેણે સતત બે દિવસ સુધી મોટી કમાણી કરી છે. દુનિયાભરના ચાહકોની સાથે બોલિવૂડ અને ટીવી સેલેબ્સ પણ આ ફિલ્મ જોવા માટે આવ્યા હતા અને તેઓએ તેના જોરદાર વખાણ કર્યા હતા. ‘પઠાણ’એ પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સના 2022ના ખરાબ નસીબનો પણ અંત કર્યો છે.

Most Popular

To Top