Business

ભાજપને હરાવી શકાય, કોંગ્રેસને હરાવી શકાય ,પણ વેપારીઓને હરાવવા અઘરા છે

લોકશાહી ના મૂળભૂત લક્ષણો માં એક લક્ષણ છે પરિવર્તનશીલતા અને તે પણ આપમેળે આવતા ,કુદરતી રીતે આવતા પરિવર્તનો ને સ્વીકારતી પરિવર્તન શીલતા ભારતમાં આપડે જડપથી પરિવર્તનો સ્વીકારતા નથી અને કરતા પણ નથી પ્રજા ણી રીતે વિચારીએ તો સામાજિક આર્થિક પરિવર્તનો ધીમી ગતિએ આવે છે આપણું લક્ષણ એ છે કે આપડે જાતે કઈ બદલાતા નથી અને માથે આવી પડે તો વિરોધ પણ કરતા નથી થોડાક લોકો આગેવાની લે અને વિરોધ કરે તો બાકી સરકાર કરે તે ફાઈનલ એટલે છેલ્લી ચુંટણી પછી ઘણા માનવા લાગ્યા કે ગુજરાતમાં આ રીતે ભાજપ ને હરાવવું અઘરું છે.

આવું વિચારનારા કોંગ્રેસ વાળા હોય સાથે થોડા વિચારકો પણ ખરા કારણ કે આ વખતે પાયાની સુવિધાઓ થી માંડી ને ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ સુધીનો અસંતોષ હતો એમાં સામાજિક આંદોલનો ભળ્યા અને નવા યુવા ચહેરાઓ સામે આવ્યા જો આ હાલતમાં પણ સહેરી સીટો ને કરને ભજપ જોતી ને સત્તા માં આવતો હોય તો હવેના વર્ષોમાં શહેરી સીટો વધાવની છે ગ્રામ્ય પ્રજાનું સહેરોમાં સ્થળાંતર વધાવનું છે.નગરો અને શેરોમાં ઉચ્ચ મધ્યમ વર્ગની જરૂરિયાતો બદલાઈ છે આમ જોવા જાવ તો ગુજરતમાં સરકારી રાહતદર ણી દુકાનોમાંથી ખંડ કે ઘઉં ખરીદનારા કેટલા .સહેરોમાં લોકો સરકારી શાળામાં બાળકોને ભણાવતા નથી એક નવો વર્ગ પોતાની ગાડીઓમાં ફરે છે ટોલટેક્ષ વાળા રસ્તા પર ફરવા છતાં તેને કોઈ ફરિયાદ નથી .

આ લોકો ને સરકાર પાસે રોજીંદા જીવનમાં કોઈ અપેક્શાજ નથી માત્ર જનમ મરણ ના દાખલા લેવા સિવાય આ પ્રજાવર્ગ સરકાર થી ઘણો દુર છે અને જે વર્ગ સરકાર આધારિત છે તે જાહેર જીવન માં પોતાનો આવાજ રજુ કરી શકતો નથી માટે પ્રજાના બોલકા વર્ગ નું પ્રતિનિધિત્વ જળવાય છે અને મૂંગા વર્ગનો અવાજ દબાય છે .માત્ર ગુજરાત જ નહિ ભારતના તમામા સુખી રાજ્યોમાં શહેરી વસ્તી વધતી જાય છે ખાનગી કારણ અને ઉદારીકરણ પછી ઉદ્યોગ ધંધા – વેપાર આધારિત પ્રજા વધી છે ખસતો સામુહિક સેવાનો ધંધો શરુ થયો છે સરકાર પણ કામ ખાનગી કંપનીઓને કોન્ત્રક્ત આપીને કરાવે છે એટલે શિક્ષણ આરોગ્ય રસ્તા પાણી વીજળી બધુજ વેચી શકાય છે કોઈ પણ વેચે કોઈ પણ ખરીદે ણી નીતિ માં ઘણા લાભાર્થીઓ છે.

આ લાભાર્થીઓ ને સરકાર કોઈ પણ આવે પોતાનો ધંધો ચાલવો જોઈએ એટલે તેવા વેપારીઓ હમશા સત્તા માં હોય એની સાથે રહેવાના .વિચારો જેમને ખાનગી સ્કુલો ખોલી છે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો ખોલી છે ખાનગી હોસ્પિટલો ચલાવે છે હવે તો ખાનગી ધર્મ સ્થાનો પણ ખુલ્ય છે આ તમામ લોકો ને જ્યાં સુધી સરકાર તેમના ધંધાને નુકશાન ના પહોચાડે ત્યાં સુધી સરકાર થી કોઈ વધો જ નથી પણ જો સરકાર એવા કાયદા કરે કે જેનાથી તેમના ધંધા પડી ભાગે ઉઘાડી લુંટ અટકે તો તરત આ લોકો સરકાર નો વિરોધ કરે આને યાદ રાખો આ લોકો ને વિરોધ માટે રસ્તા પર નથી ઉતરવું પડતું રસ્તા ઉપરતો બીજાજ ઉતારે છે અત્યારે જયારે દુનિયા આખી માં વેપારવાદ ચાલ્યો છે ત્યારે આ વેપારીયો જરૂરી નથી કે માત્ર રાષ્ટીય હોય આંતરરાષ્ટ્રીય પણ હોઈ શકે છે અને માટે હવેની રાજનીતિનો ઝીણવટ પૂર્વક વિચાર કરવામાં આવે તો થાય છે કે કદાચ ભાજપ ને હરાવી શકાય કોંગ્રેસ ને હરાવી શકાય પણ આ સમાજ અને અર્થકારણ પર ચડી બેઠેલા વેપારીઓ ને હરાવવા આઘાર છે.

ગુજરાત નો જ દાખલો લો સરકારે જી.એસ .ટી નો કાયદો કર્યો અને સૌથી ઊંચા સ્લેબ નો દર ૨૫% રાખ્યો તેમાં બહુ બધી વસ્તુઓ સામેલ હતી ખાસ તો સુરત ના ઉદ્યોગ ગૃહો પર જી એસ ટી નો બોજો વધારે હતો આમતો જી એસ ટી એ પરોક્ષ વેરો છે એ વસુલ કરે છે વેપારી પણ ચુકવે છે ગ્રાહક એટલે જી એસ ટી નો બોજો વેપારીઓ પર નથી પણ વસ્તુ મોઘી થવાથી વેચાશે નહિ ણી બીકે બુમો વેપારીઓ પાડવા લાગ્યા અને એજ સમયર ચુંટણી આવતા એમને વિરોધ નો અવાજ ઉંચો કર્યો સરકારે ૨૫ % ના સ્લેબ માંથી ઘણી વસ્તુઓ નીચા સ્લેબ માં મૂકી દીધી વેપારીઓ ને જે જોઈતું હતું તે મળી ગયું સરકારને જે જોઈતું હ્તું તે મળી ગયું

ગુજરાતના બેકાર યુવાનો .આઉટ સોર્શિંગ ના શોષણનો ભોગ બનનારા અને ફિક્સ પગારદારો આ વેપારીઓ જેવું સરકાર પર દબાણ ઉભું ના કરી શક્યા બાકી એમનો પણ દબદબો હોત ખેડૂતો તો હવે આમ પણ હાસીયા માં ધકેલાઈ ગયા છે એટલે ગુજરત ના રાજકારણમાં વેપારીઓનો હાથ જ ઉઅપર રહેવાનો છે પણ હવે રાષ્ટીય કક્ષાએ પણ આ જ બાબત મહત્વ ણી બની રહેશે એટલે પ્રજા તરીકે ખસતો પ્રજાના નાના વર્ગ તરીકે સામાન્યજને આ વિચારવાનું છે કે કોંગ્રેસ આવે કે ભાજપ આવે કે અન્ય કોઈ પાર્ટી આવે પણ આપડી હાલત ક્યારે બદલાશે અને જો ખરે ખર હાલત બદલાવી હોય તો વિચારવું એ પડશે કે આ ખાનગી હોસ્પિટલો ને કોણ નિયંત્રણ માં લેશે ? આ સેલ્ફ ફીનાનસ કોલેજોને ગુણવત્તા સભર કોણ બનાવશે ?કઈ સરકાર સામાન્ય માણસને પોસાય એવી કાયદો વ્યવસ્થાની સગવડ આપશે .કોણ આ રસ્તા પરના ટોલ સસ્તા કરશે કોણ આ ધર્મના નામે ધંધો બનેલા સ્થાનો ને નિયંત્રિત કરશે?

અત્યારે આપડે આર્થિક જાગૃતિ રાખવાનો સમય આવી ગયો છે આંતર રાષ્ટ્રીય સ્તરે પણ રાજ કારણ એ આર્થિક બાબતો થી પ્રભાવિત છે આપડી સરકારે ૧૯૯૧ માં જે આંતરરાષ્ટ્રીય આર્થિક કરારો કર્યાચે તે મુજબ જ આપડી સરકાર એક પછી એક કાયદા ઘડી રહી છે કોંગ્રેસ સત્તા માં હતી ત્યારે આર્થિક સુધારણા ના નામે જે કાયદા આવતા હતા તે હવે ભાજપ ઘડી રહ્યો છે અને વિદેશી સત્તાઓ અને સંસ્થાઓ એ કાયદા આવે છે કે નહિ તે જ જોઈ રહી છે આ વિવિધ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય રેટિંગ સંસ્થાઓ પણ આ આંતરરાષ્ટ્રીય રાજકારણનો જ ભાગ છે જે આપડા દેશ પર દબાણ ઉભું કરે છે કે તમે આર્થિક નીતિ ના પરિવર્તન માંથી પાછા ના પડો વિદેશી કંપનીઓ આપડા દેશમાં ધંધો કરવા માંગે છે અને એ ધંધો પણ એમની સગવડ મુજબ કરવા માંનાગે છે.

સરકારો ચુંટવાનો આનદ ભલે આપડે માનવતા હોઈએ પણ એ સરકારો એ કાયદા તો આ આંતરરાષ્ટ્રીય વેપારીયો એ ઘડ્યા તે જ અમલમાં મુકાવના છે માટે જ ભારતની ગરમીન ગરીબ અને વંચિત પ્રજા નો સંઘર્ષ જલ્દી પતિ જાય એમ નથી એ લાંબો સંઘર્ષ છે જે ઘર માટે કરવાનો છે રોજગાર માટે કરવાનો છે ભૂખ માટે કરવાનો છે અને આપડે લડવાનું છે જીતવા માટે નહિ જીવવા માટે .અને વેપાર થી વધુ ક્રૂર આ જાગતા માં બીજું કશુજ નથી વેપાર માટે માણસો ઘર છોડે છે સંબધો છોડે છે .વેચવા જ બેસે તો નદી પર્વત અને જંગલ વેચે છે ધર્મ ધીરજ અને ઈમાન વેછે છે આ વેપારીઓ ને ભારતમાં હરવવા દિન પ્રતિ દિન અઘરા બની રહ્યા છે કારણ નેતાઓ અને વેપારીઓ એક થઇ ગયા છે માટે ભાજપ કોંગ્રેસ છોડો અને જીવનના પ્રશ્નો માટે સમજણ કેળવો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top