National

કશ્મીરના પુલવામામાં કશ્મીરી પંડિતની હત્યા

નવી દિલ્હી: આતંકવાદીઓના (Terrorist) નાપાક મનસૂબાઓને તોડી પાડવા માટે સતત કાયદા વઘુ કડક કરવામાં આવી રહ્યા છે પરંતુ આતંકવાદીઓ તેમની હરકતો છોડી રહ્યાં નથી. તાજેતરનો મામલો દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં રહેતા અચનનો છે. શંકાસ્પદ આતંકવાદીઓએ અહીં એક સશસ્ત્ર ગાર્ડ પર ગોળીબાર (Firing) કર્યો હતો.

  • જે વિસ્તારમાં ગોળીબાર થયો હતો તે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું
  • આતંકવાદીઓએ અહીં એક સશસ્ત્ર ગાર્ડ પર ગોળીબાર કર્યો

આતંકવાદીઓએ ફરીથી કશ્મીરના લઘુમતી સમુદાયને નિશાન બનાવ્યું છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સંજય શર્માના પુત્ર અચનનું પુલવામા મોત થયું છે. જ્યારે તેઓ સ્થાનિક બજારમાં જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ધટના પછી જયારે તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતો હતો તે સમયે તેના ઊંડા ઘાને કારણે તેનું મોત નીપજ્યું હતું. હાલ જે વિસ્તારમાં ગોળીબાર થયો હતો તે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે.

શુક્રવારે રાત્રે આતંકવાદીઓએ અનંતનાગમાં પૂર્વ પંચ આસિફ અલીને નિશાન બનાવ્યા
આ પહેલા શુક્રવારે રાત્રે આતંકવાદીઓએ અનંતનાગમાં પૂર્વ પંચ આસિફ અલીને નિશાન બનાવ્યા હતા. નમાઝ અદા કરીને મસ્જિદમાંથી પરત ફરી રહેલા આસિફ અલી ગનાઈને જિલ્લાના બિજબિહારા વિસ્તારના હસનપોરા તવેલામાં આતંકવાદીઓએ ગોળી મારીને ઘાયલ કર્યા હતા. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જમ્મુના નરવાલમાં થયેલા વિસ્ફોટોની તપાસ બાદ રિયાસી જિલ્લાના રહેવાસી આરિફની ધરપકડ
જણાવી દઈએ કે ફેબ્રુઆરીની શરૂઆતમાં એક સમાચાર સામે આવ્યા હતા કે અહીંની સરકારી શાળાના શિક્ષક આતંકવાદી નીકળ્યા હતા. આ મામલે જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું હતું કે, ‘લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની અનેક વિસ્ફોટોમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. આ આતંકવાદી અગાઉ સરકારી શાળાનો શિક્ષક હતો. તે વૈષ્ણોદેવીના યાત્રિકોને લઈ જતી બસમાં થયેલા વિસ્ફોટની ઘટનામાં પણ કથિત રીતે સામેલ હતો. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે જમ્મુના નરવાલમાં તાજેતરમાં થયેલા બે વિસ્ફોટોની તપાસ બાદ રિયાસી જિલ્લાના રહેવાસી આરિફની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી એક IED (ઈમ્પ્રુવ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) પણ મળી આવ્યું છે, જે પરફ્યુમની બોટલની અંદર લગાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top