SURAT

મુંબઈ પોર્ન ફિલ્મના કૌભાંડની તપાસ સુરતમાં પહોંચી, 9 લોકોની ધરપકડ

મુંબઈ / સુરત. મુંબઈ (Mumbai) માં પકડાયેલી પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રી રેકેટની તપાસ હવે સુરત પહોંચી ગઈ છે. ગુજરાતના સુરતમાં આ કેસની તપાસ માટે આવેલી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે તનવીર હાશ્મી (tanveer hashmi) નામના આરોપીની ધરપકડ કરી છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે આરોપી તનવીર હાશ્મીને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાંથી ક્રાઇમ બ્રાંચ તેના રિમાન્ડની માગ કરશે.

મુંબઇ પોલીસની ક્રાઈમ (Mumbai crime branch) બ્રાંચના સૂત્રોએ માહિતી આપી છે કે સુરતમાં ઝડપાયેલ તન્વીર હાશ્મી વિવિધ ઓટીટી એપ્સ એટલે કે ઓનલાઇન (online) એપ્સ પર પોર્ન મૂવી અપલોડ કરતો હતો. મુંબઈમાં પોર્ન ફિલ્મના મામલામાં આજની નવમી ધરપકડ છે. આ મામલાની તપાસ માટે ગુજરાત (Gujarat) માં સુરત (Surat) પહોંચેલી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે સુરતના તનવીર હાશ્મી નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. તે એક્ટર બન્યો તેની પહેલા મોડલ તરીકે કામ કરતો હતો. તેણે રોશન તનેજા સ્કૂલ ઓફ એક્ટિંગમાંથી અભ્યાસ કર્યો હતો અને 2000થી સી ગ્રેડની ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી ધ રિયલ ડ્રીમ ગર્લ (2005), ગરમ (2205), રેડ લાઇડ (2006), કુંવારા પેઇંગ ગેસ્ટ (2007) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ કેસમાં પહેલી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જ્યારે ગત સપ્તાહે વરિષ્ઠ નિરીક્ષકો કેદરી પવાર અને લક્ષ્મીકાંત સાલૂંફે મલાડના મડ આઇલેન્ડ પર દરોડા પાડ્યા હતા અને ત્યાંથી પાંચ લોકોની ધરપકડ કરી હતી. બાદમાં, આ કેસમાં અભિનેત્રી અને મોડેલ (actress and model) ગહના વશિષ્ઠ, મેનેજિંગ ડિરેક્ટર ઉમેશ કામત અને હોથીત મૂવીઝ એપના ડિરેક્ટર શાન બેનરજી ઉર્ફે દિવાંકર ખાસ્નવીસની ધરપકડ કરવામાં આવી હતી.

હવે આ કેસમાં બીજી એફઆઈઆર માલવાણી પોલીસે ઝારખંડની એક યુવતીની ફરિયાદના આધારે દાખલ કરી છે. હવે મુંબઇ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરાયેલા તમામ લોકોના બેંક ખાતાઓની વિગતો બહાર લઈ તપાસ આગળ ધપાવી છે. આ સંદર્ભમાં, બેંકો કે જેમાં આરોપીઓના ખાતા છે, તેમને પણ ઇમેઇલ કરવામાં આવી છે. કેટલાક આરોપીઓના બેંક ખાતામાં જમા થયેલ નાણા પણ સ્થિર (account fridge)થઈ ગયા છે.

જો કે હવે હોટ એકટ્રેસના સેક્સ કાંડમાં સુરતના 40 વર્ષીય તનવીર હાશમીની પણ ધરપકડ કરવામાં આવી છે. 2011માં તેણે ફિલ્મ ચાર્જશીટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર(assistant director) તરીકે કામ કર્યું હતું. 2012માં કી ક્લબથી તે પ્રોડ્યૂસર તરીકે શરૂઆત કરી હતી. 2019માં તેણે ફિલ્મો બનાવવાની શરૂઆત કરી હતી. તેણે પોતાની પૂર્વ સાથી સપના સાથે ‘અપની સપના ભાભી’ નામની સેમી પોર્ન વેબસીરિઝ બનાવી હતી.

મુંબઈ ક્રાઈમ બ્રાંચે પોર્નોગ્રાફી વીડિયો મામલે અભિનેત્રી ગહના વશિષ્ઠની રવિવારે ધરપકડ કરી હતી. તેના પર ઓનલાઇન પોર્નોગ્રાફી રેકેટ ચલાવવાનો આરોપ છે. કોર્ટે તેને બુધવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ (arrest) કરવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top