Vadodara

તંત્ર ક્યારે જાગશે ? રખડતા ઢોરોનો ત્રાસ યથાવત : અકસ્માતનો ભય

વડોદરા: શહેરમાં હજુ પણ કેટલાક વિસ્તારમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. હજુ ગઈકાલે એક રખડતા ઢોરે મહિલાને અડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી તેને માથાના ભાગમાં નવ ટાંકા આવ્યા હતા. ઢોર પાર્ટી ઢોર પકડવા પોલીસને સાથે રાખીન ઢોર પકડવા જાય છે પણ ખરી પરંતુ પોલીસ ખાલી મુકપ્રેક્ષક બની તમાસો જોયા કરે છે. પશુ પાલકોની દાદાગીરી એટલી બધી હોય છે કે ઢોર પાર્ટી દ્વારા ઢોર પકડાય છે. પણ પશુ પાલકો તે ઢોરને પોલીસની હાજરીમાં જ છોડાઇને જતા રહે છે. આમ પોલીસની કામગીરી પર પણ શંકા ઉભી થાય છે. શહેરમાં પ્રદેશ અધ્યક્ષે પાલિકના સત્તાધીશોને ટકોર પણ કરી હતી પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા શેઠની શિખામણ ઝાંપા સુધી તેવી સ્થિતિ પાલિકાના સત્તાધીશો કરે છે.

જયારે ટકોર કરી હતી અને વડોદરા શહેરમાં જયારે એક વિદ્યાર્થીનીને પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે પાલિકાના સત્તાધીશો માથે ઉભા રહીને નવ ઢોર વાળા શીલ કરવામાં આવ્યા હતા અને પ્રદેશ અધ્યક્ષની વાહવાહી લુંટી હતી ત્યારે હજુ પણ ઢોર પાર્ટીના કર્મચારીઓ દ્વારા રખડતા ઢોર રસ્તે જોતા જ ઢોર પાર્ટીની પકડવાની કામગીરી કરે છે પરંતુ પશુ પાલકોની દાદાગીરી એટલી બધી હોય છે કે પોલીસની હાજરીમાં જ પશુ પલકો પોતાના ઢોરો છોડાઇને જતા રહે છે અને પોલીસ ઉભી ઉભી તમસાે જોયા કરે છે. અગાઉ પણ ગોરવા વિસ્તારમાં ઢોર પાર્ટીએ પકડેલી ગાય ગૌપાલકો છોડાવી ગયા હતા.

પોલીસ ફક્ત તમાશો જોયા જ કર્યો હતો. હજુ શહેરના વિવિધ વિસ્તાર જેવા કે કિશનવાડી, આજવા રોડ, વાઘોડિયા રોડ, બાપોદ વિસ્તાર, વારસિયા વિસ્તાર, કારેલીબાગ, ફતેગંજ જેવા ભરચક વિસ્તારમાં પણ રખડતા ઢોર રખડતા જોવા મળે છે. ઢોર પાર્ટી શહેરની મધ્યમાં આવેલ વિસ્તારને છોડીને શહેરના છેવાડેના વિસ્તારમાંથી ઢોર પકડે છે અકસ્માત શહેરની મધ્યમાં થાય છે.
પોલીસે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ
રખડતા ઢોર જયારે ઢોર પાર્ટી દ્વારા પકડવામાં આવે છે ત્યારે પશુપાલકો દ્વારા તેને પોલીસની હાજરીમાં છોડાયને જતા રહે છે તે માટે પોલીસે તેમની કાર્યવાહી કરવી જોઈએ. આ સંદર્ભે અમે પોલીસ કમિશનરનું ધ્યાન દોર્યું છે. જેથી હવે કડક હાથે કામગીરી થશે.
– કેયુર રોકડીયા, મેયર

Most Popular

To Top