Dakshin Gujarat

તલોદરા ગામના ડ્રાઈવરને રસ્તે રોકી મોઢા પર રૂમાલ બાંધેલા અજાણ્યાઓ લૂંટી ગયા

ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના (Talodara village) એક ડ્રાઇવરને (Driver) માર મારીને કેટલાક બુકાની ધારી અજાણ્યા ઈશમો લૂંટી (Robbery) ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.કંપનીનું કામ પતાવ્યા બાદ તે તેની મોટરસાયકલ ઉપર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બાઈક પર સવાર આકાશ યાદવને ઉભો રાખ્યો હતો.જેમાં રૂમાલ બાંધેલા એક ઇસમે અન્ય સાથીદારોને કહેવા લાગ્યો કે ‘આજ છે.’ કહીને આકાશ યાદવ તમામ ઈસમો તૂટી પડી તેને બરોબર માર મારી તેના ગાજવામાંથી રોકડ એક હજાર રૂપિયા રોકડા કાઢી લીધા હતા.

‘આજ છે.’ કહીને આકાશ યાદવ તમામ ઈસમો તૂટી પડ્યા
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે,લૂંટનો ભોગ બનેલ આકાશ ચેતનભાઇ યાદવ જેઓ તલોદ ગામના હિતેશ બકોર પટેલની બોલેરો પીકઅપ ગાડી પર ડ્રાઈવીંગ તરીકે નોકરી કરે છે.શનિવારે રાત્રીના નવ વાગ્યે તેનું કંપની પર કામ પતાવી ધારોલી ચોકડીથી તલોદરા ગામ તરફ તેની બાઈક પર જતા હતા.એ વેળા ધારોલી ચોકડીથી તલોદરા ગામના રોડ વચ્ચે મોરતળાવના વણાંક પાસે ચાર બાઈકો પર કેટલાક ઈસમો મોઢા પર રૂમાલ બાંધીને લાકડીથી સજ્જ ઉભેલા હતા.બાઈક પર સવાર આકાશ યાદવને ઉભો રાખ્યો હતો.જેમાં રૂમાલ બાંધેલા એક ઇસમે અન્ય સાથીદારોને કહેવા લાગ્યો કે ‘આજ છે.’ કહીને આકાશ યાદવ તમામ ઈસમો તૂટી પઢીને ઢીકાપાટુનો માર મારીને ગાળો બોલતા હતા.ભારે ઝપાઝપીમાં આકાશ યાદવનો શર્ટમાં ખિસ્સામાં મુકેલા એક હજાર રૂપિયા રોકડા કાઢી લીધા હતા.

જાણીતા લોકોએ જ લૂંટનું ષડયંત્ર રચ્યું હોવાનું બહાર આવ્યું
આજ સમયે આકાશ યાદવના શેઠ હિતેશભાઈ પટેલની ઇકો આવતા જ ગાડીમાંથી નીચે ઉતરતા જોઇને બાઈક સવારો ભાગી છુટ્યા હતા.ભાગતી વખતે ઇકો ગાડીની હેડલાઈટના અજવાળે એક ઇસમ ઉત્તમ વસાવા દેખાયો હતો.જે ઘટના અંગે આકાશ ચેતનભાઈ યાદવે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ આપતા ઉત્તમ વસાવા અને અન્ય સાત અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top