World

તાલિબાનની ક્રુરતા: પાકિસ્તાની સૈનિકનું ગળું કાપી ઝાડ પર લટકાવ્યો, લોકોને આપી ધમકી

તાલિબાન (Taliban) : આતંકવાદને વેગ આપનાર પાકિસ્તાન (Pakistan) પોતે જ તેનો શિકાર બન્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ અફઘાનિસ્તાન (Afghanistan) ની સરહદે (Border) આવેલા ખૈબર પખ્તુનખ્વામાં એક પાકિસ્તાની સૈનિક (Army)ની હત્યા (Murder)કર્યા બાદ તેના મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો હતો. મૃતદેહની સાથે એક ધમકીભર્યો પત્ર પણ જોડવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક લોકોને જનાજામાં ભાગ ન લેવા લોકોને કડક નિર્દેશ આપ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે મૃતકના અંતિમ સંસ્કારમાં ભાગ લેનારાઓને ખરાબ પરિણામ ભોગવવા પડશે. માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકનું નામ રહેમાન જમાન જણાવવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનના પત્રકાર સુહૈબ ઝુબેરીએ સોશિયલ મીડિયા પર તાલિબાનની બર્બરતા વિશે માહિતી આપી છે.

હત્યા કરી મૃતદેહ ઝાડ પર લટકાવ્યો
સુહૈબના જણાવ્યા અનુસાર, સૈનિક રહેમાનનું શિરચ્છેદ કરવાની ઘટના બન્નુ જિલ્લાના જાની ખેલ વિસ્તારમાં બની હતી. બાદમાં તેનું માથું બજારના એક ઝાડ પર લટકાવી દેવામાં આવ્યું હતું. મૃતદેહની સાથે સ્થાનિક પશ્તો ભાષામાં લખેલ એક પત્ર પણ હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે શહીદ સૈનિકના અંતિમ સંસ્કારમાં કોઈએ હાજરી ન આપવી જોઈએ. નહિંતર પરિણામ ખરાબ આવશે. કેટલાક અન્ય લોકોએ પણ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર જ આપી છે.

મલાલાનાં પિતાએ અન્ય એક ઘટનાની માહિતી આપી
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પાકિસ્તાની કાર્યકર મલાલા યુસુફઝઈના પિતા ઝિયાઉદ્દીને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જ વિસ્તારમાં બીજી એક ઘટનાની માહિતી આપી છે. જિયાઉદ્દીનના જણાવ્યા અનુસાર- TTP આતંકીઓ સોમવારે મોડી રાત્રે બન્નુ જિલ્લાના જાની ખેલ વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી ગયા હતા. અહીં તેઓએ રહેમાનુલ્લાહ અને તેના પુત્ર શાહિદની ગોળી મારીને હત્યા કરી હતી. રહેમાનુલ્લાહની લાશ પણ ઝાડ પર લટકેલી હતી. આ પરિવારમાં માત્ર 10 વર્ષની બાળકી બાકી છે. ઝિયાઉદ્દીને તેનો ફોટો પણ શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ખૈબર પખ્તુનખ્વામાં નવ વર્ષથી ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની સરકાર છે. આ રાજ્યમાં કાયદાની પરિસ્થિતિ એવા નીચા સ્તરે છે કે TTP વેપારીઓ પાસેથી ખંડણી વસૂલે છે. સરકારમાં તાલિબાનના એજન્ટ હાજર છે. તેઓ સેના કે પોલીસના કોઈપણ ઓપરેશનની જાણકારી અગાઉથી TTPને આપે છે.

Most Popular

To Top