Sports

ઝિમ્બાબ્વેએ આયરલેન્ડને હરાવી જીત સાથે અભિયાન આરંભ્યું

હોબાર્ટ: ટી-20 વર્લ્ડકપમાં (T-20 World Cup) રવિવારથી શરૂ થયેલી ગ્રુપ સ્ટેજની (Group stage) મેચમાં (match) આજે સોમવારે અહીં રમાયેલી ગ્રુપ બીની બીજી મેચમાં સિકંદર રઝાની 82 રનની આક્રમક ઇનિંગ અને બ્લેસિંગ મુજારાબાનીની 23/3ની ઘાતક બોલિંગને કારણે ઝિમ્બાબ્વેએ આયર્લેન્ડ સામે 31 રને જીત મેળવી હતી. .પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 7 વિકેટે 174 રન બનાવ્યા અને ત્યારબાદ આયર્લેન્ડને 9 વિકેટે 143 રન પર રોકી દીધું.પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ રઝાના 48 બોલમાં 5 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 82 રનની મદદથી 7 વિકેટે 174 રનનો સ્કોર બનાવ્યો હતો. 175 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી. મુજરબાનીએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને આયર્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું.આ પછી ટીમ નિયમિત સમયાંતરે વિકેટો ગુમાવવાને કારણે 143 રન સુધી જ પહોંચી શકી હતી. આયર્લેન્ડ તરફથી જ્યોર્જ ડોકરેલ અને ગેરેથ ડેલેનીએ 24-24 રન બનાવ્યા હતા જ્યારે કર્ટિસ કેમ્પફરે 27 અને બેરી મેકાર્થીએ નોટઆઉ 22 રન બનાવ્યા હતા.

શમીની એક ઓવર ઓસ્ટ્રેલિયાને ભારે પડી, પ્રેક્ટિસ મેચમાં ભારત 6 રને જીત્યું
બ્રિસ્બેન: આજે અહીં રમાયેલી ટી-20 વર્લ્ડકપ પહેલાની પોતાની પહેલી વોર્મઅપ મેચમાં ભારતીય ટીમે કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવની અર્દસદીઓ તેમજ હર્ષલ પટેલની 19મી અને મહંમદ શમીની મેચની અંતિમ ઓવર ઉપરાંત વિરાટ કોહલીની માસ્ટરક્લાસ ફિલ્ડીંગની મદદથી ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવ્યું હતું. શમીએ પોતાની ફિટનેસ વિશેની અટકળો પર વિરામ મૂકતા જોરદાર અંતિમ ઓવર ફેંકી હતી, જેમાં એક રનઆઉટ સહિત ચાર વિકેટ પડી હતી.
ભારતે પ્રથમ દાવ લેતા કેએલ રાહુલના 33 બોલમાં 57 અને સૂર્યકુમાર યાદવના 33 બોલમાં 50 રનની મદદથી સાત વિકેટે 186 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમે કેપ્ટન ફિન્ચની અર્ધશતકીય ઇનિંગથી રનચેઝ સારી રીતે કરી જીત તરફ આગળ વધી રહી હતી અને અંતિમ 12 બોલમાં 16 રનની જરૂર હતી જ્યારે તેની છ વિકેટ બાકી હતી. આ પછી બોલર શમી, હર્ષલ પટેલ અને ફિલ્ડર વિરાટ કોહલીએ મેચનું પાસુ પલટાવી નાંખ્યું હતું.
છેલ્લે જુલાઈમાં સ્પર્ધાત્મક ક્રિકેટ રમનાર શમી કોરોનામાંથી સાજો થઇને મેચની છેલ્લી ઓવર ફેંકવા આવ્યો હતો. તેણે પોતાની એ એકમાત્ર ઓવરમાં શાનદાર બોલિંગ કરી, ત્રણ વિકેટ લીધી હતી અને એ ઓવરમાં એક રન આઉટ પણ થયો હતો. હર્ષલે 19મી ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા અને એ જ ઓવરમાં વિરાટના એક સટીક થ્રોથી ટિમ ડેવિડ રનઆઉટ થયો. તે પછી શમીની ઓવરમાં વિરાટે બાઉન્ડ્રી લાઈન પાસે પેટ કમિન્સનો એક હાથે શાનદાર કેચ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો.

Most Popular

To Top