Charchapatra

મધુર રસ પણ સ્વાસ્થ્યની મહત્ત્વની જરૂરિયાત

હાલ થોડા દિવસ પર સોશ્યલ મીડિયામાં કોરોના કાળ દરમિયાન સુદર્શન ચૂર્ણ , કાઢા વગેરે દેશી અને આયુર્વેદિક ઉપાયોની સફળતા બાબતે વાતો વાંચવામાં આવી. એ સત્ય છે જ કે કોરોનાની કોઈ વિશેષ દવા એલોપથીમાં આજે પણ નથી અને એ પદ્ધતિમાં કોરોનાને કારણે ઊભાં થતાં અન્ય લક્ષણોની તીવ્રતા ઓછી કરવાના જ ઉપાયો થયા છે અને સાજા થવાવાળા મિશ્ર પથીથી સાજા થયા છે અને કોરોના મૂળભૂત રીતે સારો કરવામાં આયુર્વેદિક ઉપચારો સાથે સાથે કરવા અત્યંત જરૂરી રહ્યા છે અને આમ આયુર્વેદિક દવાઓ કારગત છે એ સત્ય જરૂર છે જ, પણ નિરપેક્ષ સત્ય નહીં જ.

દેશી દવાઓનો અતિરેક પણ તકલીફો કરે છે જ, ખાસ કરીને જેમને લો સુગર હોય , માઇગ્રેન હોય કે એસિડિટીનો કુદરતી કોઠો હોય તેમને જો કટુ રસની કે તીખા રસની અને ગરમ પ્રકૃતિવાળી ફકત એલોપેથિક જ નહીં, દેશી દવાઓ પણ વૈદ મિત્રોએ સાચવીને જ આપવાની હોય અને ચિકિત્સકની વ્યવસ્થિત ચિકિત્સા વગર જાતે જાતે અખતરા કરવા નહીં જ જોઈએ. સાથે સાથે ધાતુની ભસ્મવાળી દવાઓ પણ દૂધ સાથે જ ( અહીં દૂધના પાચનને પણ ધ્યાનમાં રાખવું ) લેવાની હોય અને તેનાથી કિડનીને નુકસાન નહીં થાય તેનું પણ ધ્યાન રાખવું.

એક વધારાની વાત. મધુર રસનો અતિરેક જરૂર નુકસાન કરે, પણ શરીરની સામાન્ય કામો કરવાની શક્તિ પ્રજીવકો (વિટામિન્સ) થી નથી આવતી. વિટામિન્સ જુદા જુદા રોગો સામે પ્રતિકાર શક્તિ જરૂર આપે છે અને અત્યંત જરૂરી છે પણ યોગ્ય માત્રામાં જ અને કુદરતી સ્વરૂપમાં જ. પણ રોજિંદી દિનચર્યા માટે તો મધુર રસ જ શક્તિ આપે છે, માટે મધુર રસ પોતાની શારીરિક પ્રવૃત્તિના આધારે જરૂરી છે જ . હા, જેમાંના શરીર પર થોડા પ્રમાણમાં ચરબી જમા રહે છે તેમણે શારીરિક શ્રમ બાદ શર્કરાના નીચા લેવલની સમસ્યા જલ્દી નથી ઊભી થતી, પણ જેમનાં શરીર પાતળાં છે અથવા જેમનાં શરીર ચરબીવાળાને બદલે માંસલ છે તેમને જો મીઠા ખોરાકથી વધુ પડતાં દૂર રહેવાની ટેવ હોય તો થોડું ચાલીને થાક લાગે અને રાતના આરામ બાદ પણ પગનાં દુખાવાની કે માઇગ્રેન ( આધાશીશી) ની સમસ્યા ઊભી થતી હોય છે. તો એ પ્રકારની પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિએ જરૂરી વ્યાયામ બંધ નહીં કરતાં પછી મધુર રસ માટે ભલે કુદરતી મીઠાશવાળી વસ્તુઓને પ્રાધાન્ય આપવું એ વધારે હિતાવહ હશે. ઉદાહરણ તરીકે મીઠાં ફળ, કેમિકલ વગરનો ગોળ (પોતાની પ્રકૃતિ પ્રમાણે દૂધ કે ગાયના ઘી સાથે) ખાંડસરી વગેરે. એલોપથીમાં પણ ગ્લુકોઝના બાટલા જરૂરિયાત પ્રમાણે દર્દીઓને ચઢાવાય જ છે.
સુરત     -પિયુષ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top