SURAT

સુરત: અશોક લેલન્ડ તથા ટાટા કંપનીમાં મેન્યુફેક્ચર જ નહીં થયેલા 74 વાહનોને હયાત બતાવી લોન લીધી

સુરત: (Surat) વાલકપાટીયા ખાતે રહેતા પઠાણ બંધુઓએ મેન્યુફેક્ચર નહીં થયેલા વાહનોને (Vehicle) હયાત બતાવી બેંકમાંથી લોન (Loan) મેળવી છેતરપિંડી (Fraud) કરવાનું વધુ એક કૌભાંડ સામે આવતા અડાજણ પોલીસે ઈન્ડોસ્ટાર કેપીટલ ફાઈનાન્સ લીમીટેડ કંપની સાથે 15.48 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ 32 જણાની સામે દાખલ કરી હતી.

  • પઠાણ બંધુઓની મેન્યુફેક્ચર નહીં થયેલા વાહનો ઉપર 15.48 કરોડની લોન મેળવી છેતરપિંડી
  • ઈન્ડોસ્ટાર કેપીટલ ફાઈનાન્સ લીમીડેટના મેનેજરે માસ્ટર માઈન્ડ પઠાણ બંધુ સહિત 32 સામે અડાજણમાં ફરિયાદ નોંધાવી
  • અશોક લેલન્ડ તથા ટાટા કંપનીમાં મેન્યુફેક્ચર જ કરવામાં નહીં આવેલા 74 વાહનોને હયાત બતાવી લોન લીધી

અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ બાપુનગર ગુ.હા.બોર્ડ ખાતે રહેતા 36 વર્ષીય ચિરાગકુમાર અશ્વિનભાઈ બારોટ ઈન્ડોસ્ટાર કેપીટલ ફાઈનાન્સ લીમીટેડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના દ્વારા ગઈકાલે અડાજણ પોલીસ સ્ટેશનમાં વાલક ગામ રહેમતનગર ખાતે રહેતા માસ્ટર માઈન્ડ ઈમરાન કાલુ પઠાણ તેનો ભાઈ ઈર્શાદ કાલુ પઠાણ સહિત 32 જેટલા આરોપીઓ સામે કંપની સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અડાજણ સીટી સ્કેવર બિલ્ડિંગમાં આવેલી ઈન્ડોસ્ટાર કેપીટલ ફાઈનાન્સ લીમીટેડ કંપનીમાંથી આરોપીઓએ ગત 31 ઓગસ્ટ 2016 થી માર્ચ 2019ના સમયગાળામાં અશોક લેલન્ડ અને ટાટા કંપનીના 74 જેટલા વાહનો ઉપર 12.52 કરોડની લોન લીધી હતી.

બાદમાં તપાસ કરતા આરોપીઓએ જે વાહનોની ઉપર લોન લીધી હતી. તેવા કોઈ વાહનો કંપનીમાં ઉત્પાદિત જ થયા નહોતા. એટલે કે ઉત્પાદિત નહીં થયેલા વાહનોને હયાત હતાવી તેની આર.સી.બુક સહિતના બોગસ દસ્તાવેજો બતાવી 74 જેટલા વાહનો ઉપર લોન મેળવી લીધી હતી. શરૂઆતમાં હપ્તા ભર્યા બાદ બંધ કરી દેતા તપાસમાં સમગ્ર ભાંડો ફુટ્યો હતો. મેનેજરે આરોપીઓ સામે વ્યાજ સહિત 15.48 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પઠાણ બંધુઓની સામે અગાઉ પણ અનેક પોલીસ સ્ટેશનમાં આ જ મોડસ ઓપરેન્ડીથી બેંકોને કરોડોનો ચુનો ચોપડ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

કોની કોની સામે ફરિયાદ નોંધાઈ
અજય નવરંગ ગામી (રહે, મેઘ મલ્હાર એપાર્ટમેન્ટ સીમાડા), આશિષ બાલુ કાકડીયા (રહે, રૂષિકેશ એપાર્ટમેન્ટ સરથાણા), ચંદ્રેશકુમાર દેવરાજ માંગુકીયા (રહે, રૂષિકેશ અપાર્ટમેન્ટ સરથાણા), છગન કાનજી ચૌહાણ (રહે, બાલાજીનગર કતારગામ), ઘનશ્યામ ગોવિંદ ચાલો઼ડીયા (રહે, સાગર સોસાયટી કાપોદ્રા), ગોપાલ ઉકા ગોરસીયા (રહે, શીવપ્લાઝા સરથાણા), હરેશ લાલજી ઢોલકીયા (રહે, સાગર સોસાયટી કાપોદ્રા), હિતેશ મુળજી રાધવાની (રહે, સ્ક્રિટલ હાઈટ્સ પાલનપુર ગામ), હિતેશ વ્રજલાલ કાપડીયા (રહે, આખાખોલ કામરેજ), હિતેશકુમાર બટુક બાવીસી (રહે, મમતા પાર્ક રેસીડેન્સી મોટા વરાછા) ઈમરાન કાલુ પઠાણ (રહે, રહેમતનગર વાલક ગામ), ઈર્શાદ કાલુ પઠાણ (રહે, રહેમતનગર રોડ વાલકગામ), જગદીશ કનુ ગોîડલીયા (રહે,શીવસાંઈ પાર્ક સોસાયટી વરાછા), કલ્યાણ બોîગીલાલ તેવથીયા (રહે, ગોકુલ પાર્ક સોસાયટી કતારગામ), કેતન પરોત્તમ કાપડીયા (રહે, ઈન્દ્રલોક રેસીડેન્સી સુદામા ચોક), મહેશ ગોવિંદ ચાલોડીયા (રહે, સાગર સોસાયટી કાપોદ્રા), મનોજ નાનજી વિરડીયા (રહે, વાસ્તુ રેસીડેન્સી પુણાગામ), બુધેશ બાબુ મેઘાણી (રહે, જય રણછોડનગર સરથાણા), મુકેશ વ્રજલાલ કાપડીયા (રહે, વરાછા), નિકુંજ રમેશ વેકરીયા (રહે, મેઘા ટાઉનશીપ ઓલપાડ), પ્રવિણ ભીખુ વસોયા (રહે, મમતા પાર્ક સોસાયટી કાપોદ્રા), રઈસ રીફક ભાટી (રહે, રહેમતનગર વાલક સરથાણા), રીટા કપીલ કોઠીયા (રહે, સોના ઍપાર્ટમેન્ટ મોટા વરાછા), તુપેશ રમેશ ભુવા (રહે, કુષ્ણા પાર્ક સોસાયટી સરથાણા), વિપુલ બાબુ વઘાસીયા (રહે, પુનીતધામ સોસાયટી મોટા વરાછા), વિજય મનુસખ ઠુમર (રહે, આનંદધારા સોસાયટી મોટા વરાછા), વિજય મંકોડ ઢોલીયા (રહે, વેરોના રેસીડેન્સી સરથાણા જકાતનાકા), વિનોદ પરસોત્તમ દુધાત (રહે, કવિતા રો હાઉસ સરથાણા જકાતનાકા), હિરેન ભરત કાકલોતર (રહે, મણીબા નગર રંગ દર્શન સોસાયટી કતારગામ)

Most Popular

To Top