SURAT

સુરતમાં ચાલકે ફૂલસ્પીડમાં કાર દોડાવી ટ્રાફિક કોન્સ્ટેબલ પર ચઢાવી દીધી

સુરત (Surat): હવે સુરતમાં પણ પોલીસકર્મીને વાહન નીચે કચડી મારવાનો પ્રયાસ થયો છે. અહીંના ટ્રાફિક (Traffic) શાખાના રીજીયન-3 માં ફરજ બજાવતો પોલીસ કર્મી ગઈ કાલે બુધવારે સાંજે કેનાલ રોડ સ્થિત ઈશ્વર ફાર્મની બાજુમાં ફરજ ઉપર હાજર હતો ત્યારે બ્લેક ફિલ્મ સાથે આવતી દેખાયેલી એક શંકાસ્પદ કારને (Car) ઉભી રાખવાનું કહેતા કાર ચાલકે કાર સાઈડમાં લીધા બાદ અચાનક પુરપાટ ઝડપે કાર હંકારી લીધી હતી અને પોલીસ કર્મીને કચડી મારવાનો પ્રયાસ કરી તેમના પગ ઉપર કાર ચઢાવી નંબીર ઈજા પહોચાડી ભાગી છૂટ્યો હતો.

  • ઘોડદોડ રોડ ઈશ્વર ફાર્મ પાસેની ઘટના
  • બ્લેક ફિલ્મ વાળી સ્કોડા કારના ચાલકે પૂરપાટ કાર દોડાવી
  • ટ્રાફિક કોન્સ્ટેબલ યશપાલસિંહ ગોહિલને મારી નાંખવાનો પ્રયાસ
  • ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ ગોહિલને સારવાર અર્થે સિવિલ ખસેડાયા

ખટોદરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સલાબતપુરા પોલીસ લાઈન ખાતે રહેતા યશપાલસિહ ચંદુબા ગોહિલ પોલીસ કોન્સ્ટબલ (Police Constable) છે અને હાલમાં ટ્રાફિક શાખા રિજિયન-3 સેમી સર્કલ -28 માં ફરજ બજાવે છે. ગઈકાલે સાંજે તેઓ કેનાલ રોડ સ્થિત ઈશ્વર ફાર્મની બાજુમાં બ્લેસિવ સર્કલ પાસે ઇન્ચાર્જ અને ટીઆરબી (TRB) સાથે ફરજ બજાવતા હતા ત્યારે એક સ્કોડા કાર (જીજે-01-કેવાય-3242 ) ના ચાલકે ઈરાદાપૂર્વક તેમના જમણા પગના પંજા ઉપર ચઢાવી ગંભીર ઈજાઓ પહોંચાડી ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ કોન્ટેબલ યશપાલસિંહ ગોહિલને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ફરજ હાજર હતા ત્યારે ઉપરોક્ત કાર શંકાસ્પદ હાલતમાં દેખાઈ હતી. કારમાં બ્લેક ફિલ્મ લાગેલી હતી અને ડ્રાઈવરે સીટ બેલ્ટ પણ બાંધ્યો ના હતો. આ બધું ઓબઝર્વ કરી કાર નજીક આવતા તેને સાઈડમાં લેવાનું કહ્યું હતું. જોકે કાર ચાલકે કાર સાઈડમાં લઇ લીધી હતી પણ પછી અચાનક તેને એક્સિલેટર આપ્યો અને ભાગવાની કોશિશ કોશિશ કરી મારી ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરી પગ ઉપર કાર ચડાવી દીધી હતી જેના કારણે હું બોનેટ સાથે અથડાયો હતો. જોકે અન્ય પોલીસ કર્મીઓ બાઈક ઉપર તેનો પીછો પણ કર્યો હતો પરંતુ તે પુરપાટ ઝડપે ભાગી છૂટ્યો હતો .કારના નંબરના તપાસ કરવામાં આવતા નવસારી બજાર મલેકવાડીનો સરનામું મળ્યું છે. જેના આધારે ખટોદરા પોલીસે આગંળ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top