Sports

કોમનવેલ્થમાં જેની પસંદગી કરાઈ નહોતી તે ખેલાડીએ ભારતને ઊંચી કૂદમાં પહેલીવાર મેડલ અપાવ્યું

બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સ 2022(Commonwealth Games 2022)ની ટ્રેક એન્ડ ફીલ્ડ ઈવેન્ટમાં ભારતનું ખાતું ખૂલી ગયું છે. હાઈ જંપર(High Jump) તેજસ્વિન શંકરે(Tejaswin Shankar) દેશ માટે બ્રોન્ઝ મેડલ(Bronze Medal) જીત્યો છે. 23 વર્ષીય તેજસ્વિન શંકરે દેશ માટે 18મો મેડલ જીત્યો છે. આ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારત માટે હાઈ જંપર પ્રથમ મેડલ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધી ભારતે 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

2.22 મીટરની સૌથી ઉંચી કૂદ સાથે બ્રોન્ઝ જીત્યા
તેજસ્વિન શંકરે 2.22 મીટરની સૌથી ઉંચી કૂદ સાથે દેશ માટે મેડલ જીત્યો છે. તેણે 2.10 મીટર અંતરને સરળતાથી પાર કરીને સફળ શરુઆત કરી હતી, પરંતુ ચાર અન્ય એપ્લીટ 2.15 મીટરનું અંતર પાર કરવામાં સફળ રહ્યા હતા. શંકરે પોતાના પ્રથમ જ પ્રયત્નમાં 2.15 મીટર ઉંચી છલાંગ લગાવી હતી. ત્યારપછી તેણે 2.19 મીટરની છલાંગ લગાવી હતી. ત્યારપછી તેણે 2.22 મીટરનો પ્રયત્ન કર્યો અને મેડલ માટે દાવેદારી નોંધાવી .સતત ચાર જંપ કર્યા પછી તે 2.25 મીટરની ઉંચાઈ પાર નહોતો કરી શક્યો. એક સમયે તે ગોલ્ડ મેડલનો દાવેદાર જણાઈ રહ્યો હતો, પરંતુ આ નિષ્ફળ પ્રયત્નોનાં કારણે મેડલ હાથમાં સરકતો જણાઈ રહ્યો હતો. બહામાસનો ડોનાલ્ડ થોમસ પણ 2.25 મીટરના પ્રયાસમાં સફળ નહોતો રહ્યો અને તેજસ્વિને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતી લીધો.

કોમનવેલ્થમાં સામેલ થવા કોર્ટ પહોચ્યા હતા
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં તે છઠ્ઠા ક્રમાંક પર હતો. બહામાસના ડોનાલ્ડ થોમસ અને ઈંગ્લેન્ડના જૉ ક્લાર્ક ખાને પણ શંકરની જેમ 2.22 મીટરની સૌથી લાંબી કૂદ લગાવી, પરંતુ બન્ને એકથી વધારે પ્રયત્નો કર્યા. પરંતુ તેજસ્વિને પ્રથમ જ પ્રયાસમાં આ અંતર પાર કર્યું હતું, જેના કારણે તેને મેડલ મળ્યો હતો. નોંધનીય છે કે તેજસ્વિન શંકર કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ટીમમાં સામેલ નહોતો, જેના વિરુદ્ધ તે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો હતો. કોર્ટના આદેશ પછી તેને રમતમાં સામેલ થવાની મંજૂરી મળી હતી. તે ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં પણ ભાગ નહોતો લઈ શક્યો. આ ગેમમાં ન્યુઝીલેન્ડના હાનિશ કેરે ગોલ્ડ મેડલ અને ઓસ્ટ્રેલિયાના બેંડન સ્ટાર્કે સિલ્વર મેડલ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભારતના ખેલાડીઓએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં વેઈટલિફટીંગમાં અદ્દભુત પ્રદર્શન કર્યું છે. ક્રિકેટમાં પણ ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી રહી છે.

Most Popular

To Top