Surat Main

ઓર્ડર નહીં મળતા સુરતમાં હવે ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટર્સ માટે મુશ્કેલી સર્જાઇ

સુરત: (Surat) સુરતમાં કાપડ માર્કેટો (Textile Market) શરૂ થઇ ગયા છે પરંતુ અન્ય રાજ્યોમાંથી હાલ પણ ઓર્ડર નહીં મળતા વેપાર ધીમો છે. જેની અસર ટ્રાન્સપોર્ટર્સ પર પડી છે. કોરોનાને લીધે લગ્નસરાં અને ૨મઝાનની સિઝન ફેઈલ જવાના કારણે ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટર્સ માટે પણ મુશ્કેલી સર્જાઇ છે. વેપારીઓ પાર્સલ નહીં મોકલતા ટ્રાન્સપોર્ટર્સની (Transport) ટ્રકો ગોડાઉન પર ઉભી છે. 400ની જગ્યાએ અત્યારે માંડ 30 ટ્રકની અવર-જવર સુરતથી થાય છે.

બંધના કારણે 2500 થી 3000 કરોડના કાપડની ડિલીવરી અટવાઇ પડતાં ટ્રાન્સપોર્ટર્સને વિવિધ ખર્ચને પહોચી વળવું મુશ્કેલ થઈ ગયું છે. ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાં પણ ગામડાઓમાં કોરોના સંક્રમણ વધતા રિટેલ માર્કેટ બંધ છે. ગામડાઓમાં વેપારના અભાવે અન્ય રાજ્યોમાંથી ઓર્ડર મળી રહ્યા નથી. જેને લીધે વેપારીઓ પાર્સલ નહીં મોકલતા ટ્રાન્સપોર્ટર્સની ટ્રકો ગોડાઉન પર ઉભી છે. કોરોનાને લીધે મિનિ લોકડાઉનમાં બંધ કાપડ માર્કેટો હાલ ખુલી તો છે પંરતુ વેપાર નહીં હોવાથી વેપારીઓ પર મુંઝાઇ રહ્યા છે.

સુરત ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલેએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરને લીધે સુરતના વેપારીઓ પાસે ઓર્ડર નથી. જેથી ટ્રાન્સપોર્ટર્સને પણ ઓર્ડર નહીં મળતા મોટાભાગના ટ્રાન્સપોર્ટર્સ માટે સમસ્યા ઉભી થઇ છે. કેટલાક ટ્રાન્સપોર્ટર્સ દ્વારા સારોલીની ઘણી માર્કેટમાં ૫ થી ૭ દુકાનોનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. ૨ મહિનાથી વેપાર નહીં મળતા આ દુકાનોનું ભાડુ હવે પોસાતું નથી જેના કારણે ઘણાંએ ૨ થી ૩ ગોડાઉન ખાલી કરી દીધા છે. સિઝનમાં 400 ટ્રકથી ડિલીવરી થતી હોઈ છે. માર્કેટ હજુ ખુલ્યા છે ત્યારે માંડ 30 ટ્રકની અવર-જવર સુરતથી થાય છે, જો પરિસ્થિતિ નહીં સુધરે તો ટ્રાન્સપોર્ટર્સ માટે સમસ્યા વધશે.

રાબિલમાં વ્યાજની રકમ ખોટી રીતે ઉમેરવામાં આવી હોવાની ફરિયાદ

સુરત: ચીફ નોટિફાઇડ ઓફિસર સચિન જીઆઇડીસી દ્વારા સંકલિત વેરાબિલમાં વ્યાજની રકમ ઉધારવાના મામલે જીઆઇડીસીમાં આવેલા લક્ષ્મીવિલા ટેક્સટાઇલ પાર્કના 2000 ઔદ્યોગિક પ્લોટ હોલ્ડર અને 700 જેટલા રેસિડેન્સિયલ પ્લોટ હોલ્ડર્સ દ્વારા એક સામટા આપવામાં આવેલા વેરાબિલમાં વ્યાજની રકમ ખોટી રીતે ઉમેરવામાં આવી હોવાની ફરિયાદ થતાં જીઆડીસી દ્વારા આ ફરિયાદને લઇ તપાસ યોજવામાં આવી હતી. ઓક્ટોબર-2019 બાદ બે વર્ષના એક સાથે પાંચ બિલ મોકલી આપવામાં આવ્યા હતા અને વ્યાજની રકમમાં 1 ઓક્ટોબર 2019થી 30 સપ્ટેમ્બર 2021 સુધીની ગણતરી કરી વ્યાજની રકમ ચઢાવવામાં આવી હતી. આ મામલે સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના માજી સેક્રેટરી મયૂર ગોળવાલા દ્વારા જીઆઇડીસીના એમડી, કાર્યપાલક ઇજનેર અને ચીફ નોટિફાઇડ ઓફિસરને ફરિયાદ કરવામાં આવતા સરેરાશ પ્રત્યેક પ્લોટ હોલ્ડરની 3000થી 3200 સુધીની વ્યાજની રકમ માફ કરવામા આવી છે. નોટિૅફાઇડ ઓથોરિટીએ પ્લોટ હોલ્ડર્સને 1જૂનથી રિવાઇસ બિલ મોકલાવી નવા બિલમાં વ્યાજની રકમ ઝીરો કરી દીધી છે એટલે કે નોટિફાઇડે બિલમાં સુધારો કરી દીધો છે.

Most Popular

To Top