SURAT

સુરતની કાપડ માર્કેટમાં સાવલિયા દંપતિનું કરોડોમાં ઉઠમણું, વેપારીઓ દોડતા થયા

સુરત(Surat): રિંગરોડ(Ringroad) મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ-૨(Millennium Textile Market – 2)માં ભૌતિક ટેક્ષટાઈલ પ્રા,.લિના નામે ધંધો કરતા સાવલીયા દંપતિએ અનેક વેપારી પાસેથી કુલ રૂપિયા 1.50 કરોડનો ડાઈડ કાપડનો માલ ખરીદ્યા બાદ નિયમ કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવી દુકાનને તાળા મારી રફુચક્કર થઈ ગયા હતા. સાવીલાય દંપતિ એ ઉઠમણું કરતા અનેક વેપારીઓના નાણા ફસાયા છે. પોલીસે ભોગ બનેલા વેપારીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

લોભામણી લાલચો અપાઈ કરોડોનો માલ ખરીદ્યો
કામરેજ સૌરીન સોસાયટીમાં રહેતા ફ્લેટ નં 110માં રહેતા ભૌતિક હરસુખ સાવલીયા અને તેની પત્ની કોમલબેન રિંગરોડ મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ-2 માં ભૌતિક ટેક્ષટાઈલ પ્રા.લીના નામે ધંધો કરે છે. સાવલીયા દંપતિએ 1માં અભિનંદન ફેબના નામથી ધંધો કરતા અંકુર હસમુખભાઈ કુલ મહેતા (ઉ.વ.39.૨હે, સીમનઘર હાઈટ્સ પાલ અઢાજણ)ને લોભામણી અને લલચામણી વાતો કરી વિશ્વાસમાં લઈ ગત તા. 30 નવેમ્બર 2021થી 9 એપ્રિલ 2022 સુધીમાં ટુકડે ટુકડે કરી અલગ અલગ બીલ ચલણથી કુલ રૂપિયા 22,69,448નો જયારે અન્ય વેપારીઓ પાસેથી 1 ઓક્ટોબર 2021 થી 25 જુલાઈ 2022 સુધીમાં ટુકડે આંજણા ફાર્મ એચટીસી માર્કેટ-ટુકડે કરી રૂપિયા 1,27,46,695નો મળી રૂપિયા 1,50,16,143નો પ્લેન (ડાઈડ) કાપડનો માલ ખરીદ્યો હતો.

દંપતિ રાતોરાત ઉઠમણું કરી ફરાર
માર્કેટના ધારાધોરણ મુજબ નક્કી કરેલા સમયમાં સાવલીયા દંપતિએ પેમેન્ટ નહી ચુકવતા અંકુર સહિતના વેપારીઓએ પેમેન્ટની ઉઘરાણી કરી હતી . જેથી શરુઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યા બાદ રાતોરાત ઉઠમણું કરી ફરાર થઈ ગયા હતા. દંપતિએ દુકાનને તાળા મારી મોબાઈલ બંધ કરી નાસી ગયા હતા. દંપતિએ ઉઠમણું કયું હોવાનુ બહાર આવતા વેપારીઓ દોડતા થઈ ગયા હતા. બનાવ અંગે અંકુર મહેતા નામના વેપારીની ફરિયાદનાં આધારે પોલીસે સાવલીયા દંપતિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પાંડેસરામાં વિવર્સ સાથે લાખ્ખોની ઠગાઈ
બમરોલી રોડ મિલન ચાર રસ્તા ખાતે આવેલ લુમ્સનું ખાતુ ધરાવતા વીવર પાસેથી રૂપીયા 27.19 લાખનો ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી દુકાન બંધ કરી નાસી ગયેલા દલાલ સહિત પાંચ વેપારીઓ શ્રીકુબેરજી વર્લ્ડ સારોલી, ક્રિએશન સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ ન્યુ સીટીલાઈટ નેવીલ પાર્ક સોસાયટીમાં રહેતા કમલેશ મહેન્દ્રભાઈ ગજીવાલા (ઉ.વ.૫૦) બમરોલી રોડ મિલન ચાર રસ્તા પાસે રાજકમલ ટેક્ષટાઈલ અને રાજકમલ વોર ના નામથી ખાતુ ધરાવે છે. કમલેશએ ગતરોજ કાપડ દલાલ અંકુર નિતીન ઘીવાલા (રહે, નક્ષત્ર નેબ્યુલા પાલનપુર રોડ), ભરત ઉકા હડીયા (અવધ ક્રિએશનના પ્રોપરાઈટર, પ્લાઝા સંસ્કાર ધામ સોસાયટી પુણા), વિજય ભગવાનજી સરવૈયા (મરુધર પ્રિન્ટ્સના પ્રોપરાઈટર, શ્રીકુબેરજી વર્લ્ડ સારોલી, રોહીત એ.સી. માર્કેટ), મિલ્ટન સમીર ડૈય (ઉર્જા સીલ્ક મીલ્સના પ્રોપરાઈટર, સોવર બેઝમેન્ટ શ્રી મહાલક્ષ્મી માર્કેટ રીંગરોડ) અને ગિરધરલાલ રામકીશન ભાડુ (શ્રી શ્યામ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર, અરીહંત ટેક્ષટાઈલ માર્કેટ, રીગરોડ) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતુંકે આરોપીઓએ ગત તા 8 માર્ચ 2022 થઈ 1 જુલાઈ 2022 સુધીમાં અલગ અલગ બીલ ચલણથી કુલ રૂપિયા 27,19,228નો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. 60 દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી આરોપીઓએ માલ ખરીદ્યા બાદ નક્કી કરેલ સમયમાં પેમેન્ટ ચુકવ્યુ ન હતું. અને મોબાઈલ પણ બંધ કરી દીધો હતો. કમલેશભાઈએ ઉઘરાણી કરતા ખોટા વાયદાઓ આપી દુકાન અને ખાલી કરી નાસી ગયા હતા. પોલીસે કમેલશભાઈની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top