SURAT

વાંઝ ગામની બેંકમાં લૂંટ કરનાર ચાર આરોપી યુપીના રાયબરેલીમાંથી ઝડપાયા: અનેક ગુનાઓનો ભેદ ઉકેલાશે

સુરત: સચિન  (Sachin)  વાંઝ  (Vanz) ગામે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં (BankOfMaharashtra)  મોઢા પર રૂમાલ બાંધી હેલ્મેટ પહેરી પિસ્ટલ (Pistol) વડે ધોળા દિવસે બેકમાં આવેલા ગ્રાહકોને તેમજ બેકના કર્મચારીઓને બંધક બનાવી રોકડા રૂપિયા 13.50 લાખની ધાડ-લૂંટ (Robbery) કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. એટલું જ નહીં પણ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર સહીત 04 આરોપીઓને ઉત્તરપ્રદેશના રાયબરેલી ખાતેથી પિસ્ટલ તેમજ રોકડા રૂપિયા સાથે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી બેંકમાં હથિયાર સાથે થયેલ ધાડના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.

પોલીસ કમિશનર અજય તોમર એ આજે પત્રકાર પરિષદ બોલાવી જણાવ્યું હતું કે, તા. 11 મી ના રોજ સવારે11:30 વાગ્યાના સુમારે સચિન વાંઝ ગામની “બેંક ઓફ મહારાષ્ટ્ર” માં પાંચ જેટલા અજાણ્યા ઇસમો મોઢા ઉપર રૂમાલ બાંધી અને માથામાં હેલ્મેટ પહેરી પિસ્ટલ – રિવોલ્વોર – કટ્ટા જેવા હથિયાર સાથે બેંકમા ઘુસી ગયા હતા. ત્યારબાદ બેંક્મા હાજર કર્મચારીઓને તેમજ બેંકમાં આવેલા ગ્રાહકોને બંધક બનાવી બેંકમાંથી જુદા જુદા દરની કુલ્લે રોકડા રૂ. 13.26 લાખથી વધુ ની લૂંટ કરી મોટરસાઇકલ ઉપર ભાગી ગયા હતાં. સચીન પોલીસે આ બાબતે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધૂ જણાવ્યું હતું કે, ધોળાં દીવસે બેંકમાંથી થયેલી ધાડનો ચકચારી બનાવને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમોને કામે લગાડાય હતી. દરમ્યાન ક્રાઇમબ્રાંચની ટીમને ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે, “ ઉત્તરપ્રદેશનો બૅંગ્સ્ટર વિપિન સિંગ તેમજ તેની ગેંગ દ્વારા બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધાડ કરવાની યોજના સાથે ઉત્તરપ્રદેશથી સુરત આવ્યો હતો. ત્યારબાદ બેંક ઓફ મહારાષ્ટ્રની સતત રેકી કરી પલસાણા વિસ્તારમા પોતાના ઓળખીતાઓ પાસે રોકાય ગુનાને અંજામ આપી ઉત્તરપ્રદેશના રાયબરેલી ભાગી ગયો હતો. ક્રાઈમબ્રાંચની ટીમે ઉત્તરપ્રદેશના રાયબરેલી ખાતે ગુપ્ત ઓપરેશન પાર પાડી 4 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકાડા રુપીયા કબજે કર્યા હતા.

આરોપીઓના નામો-

  • અરબાજખાન શાનમહંમદખાન ગુજર ઉવ. ૨૧ ગામ- આશરાપુર રૂ થાના- મોહનગંજ તા. તીલોઇ જી.અમેઠી. (ઉત્તરપ્રદેશ )
  • વીપીનસીંગ સોમેન્દ્રસીંગ ઠાકુર ઉવ. ૩૮ ગામ- ચોકી- થાણા- મોહનગંજ ભવાનીનગર જીલ્લો- અમેઠી (ઉત્તરપ્રદેશ )
  • અનુજપ્રતાપસિંગ S/O ધમરાજિસંગ ઠાકુર ઉવ.૨૧ રહે ગામ જેનાપુર પોસ્ટ-પુરે ઠાકુરરામ તિવારી થાણા- મોહનગંજ, તા. તિલોઈ જી. અમેઠી (.ઉત્તરપ્રદેશ)
  • કુરકાન અહેમદ મોહંમમદ સેફ ગુજર ઉવ. ૨૨ ૨હે ગામ- પુરેચંદઇ પો.સ્ટ- ચીલુલી તા. તીલોઇ થાના મોહનજગંજ જી. અમેઠી (ઉત્તરપ્રદેશ)

ઝડપાયેલા વિપિન ર્સિંગની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે 32 થી વધારે લૂંટ ધાડ આર્મ્સ એકટ ના ગુનામાં પકડાઈ ચકયો છે. દોઢ વર્ષ અગાઉ જેલમાંથી છુટયો હતો. પૈસાની જરૂર પડતા લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. સાડીઓના છૂટક વેચાણના ધંધામા અવાર-નવાર સુરત આવવાનું થતું હતું. જેથી ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતો. પોતાના સાથે અગાઉ લૂંટ તેમજ આર્મ્સ એક્ટમાં પકડાયેલ 4 માણસોને રાયબરેલી ઉત્તરપ્રદેશ ખાતેથી લૂંટ કરવા સુરત લાવ્યો હતો. લૂંટના પ્લાન મુજબ કડોદરા તેમજ ભેસ્તાન વિસ્તારમાંથી 02 મોટરસાયકલની ચોરી કરી હતી. સુરત ગ્રામ્ય વિસ્તારમાં ચલાથાણ ખાતે જ્વેલર્શની દુકાન લૂંટવાનો પ્લાન કરી અને અવાર-નવાર રેકી પણ કરી હતી. પરંતુ માણસોની અવર જવર વધારે હોવાથી પ્લાન નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ વાંઝ ગામેથી પસાર થતાં રસ્તામાં બેંક ઓફ મહારાષ્ટ્રની અંદર જઈ માણસો તેમજ કર્મચારીની સંખ્યા ઓછી જોઈ સાથે વોચમેન પણ ના હોય એટલે બેંકમાં લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. બેકની 3 થી 4 દિવસ બેંકની રેકી કરી હતી.

Most Popular

To Top