SURAT

સુરતના અવધ શાંગ્રીલામાં હાઈફાઈ દારૂની પાર્ટીમાં પોલીસની રેડ: 25 પુરુષો સાથે 6 સ્પા ગર્લ પણ ઝડપાઈ

સુરત: (Surat) સુરતના પલસાણામાં આવેલા લક્ઝુરિયસ અવધ સાંગ્રીલામાં (Avadh Shangrila) મંગળવારે મોડી રાત્રે પોલીસે રેડ કરી હતી. પોલીસે કરેલી રેડમાં (Police Raid) દારૂની પાર્ટી (Daru Party) માણતા 20 થી 25 લોકોને ઝડપી લીધા હતાં. એટલું જ નહીં સ્થળ પરથી પોલીસે 6 જેટલી સ્પા ગર્લને પણ ઝડપી પાડી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 142 નંગ બોટલ પકડી પાડી હતી.

પલસાણામાં હાઈ વે પર આવેલા લક્ઝુરિયસ ફાર્મ હાઉસ કમ કલબમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. દારૂની મહેફિલમાં (Alcohol Party) પુરુષો મહિલાઓ સાથે રંગરેલિયા મનાવતા હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે 30 હજારનો દારૂ તેમજ 2 કાર કબ્જે કરી છે. જાણવા મળ્યા મુજબ જે 6 સ્પા ગર્લને બોલાવવામાં આવી હતી તેમાંથી 2 બેંગકોકની હતી. અવધ સાંગ્રીલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે, અહિં બહારથી મહિલાઓને બોલાવીને પાર્ટી કરાવામાં આવી રહી છે. જેથી પોલીસે મોડીરાત્રે પાડેલી રેડમાં દારૂના નશામાં ઝૂમતા અને પાર્ટી કરતાં 25 લોકોને ઝડપી પાડ્યાં હતાં. તમામને ઝડપી લઈને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.

પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 142 નંગ બોટલ જેની કિંમત 30 હજાર થાય છે. પાર્ટીમાંથી કુલ 27.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે મહેફિલ માણતા પકડાયેલા ઈસમો પાસેથી મોબાઈલ કબ્જે લીધા હતા જેની કિંમત અંદાજે 1.65 લાખ છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top