National

સુરતમાં ઓક્સિજન ખૂટી રહ્યો છે ત્યાં 120 મેટ્રિકટન ઓક્સિજન મધ્યપ્રદેશ મોકલવા કેન્દ્ર સરકારની સૂચના!

સુરતઃ (Surat) શહેરમાં બે દિવસથી ઓક્સિજનની (Oxygen) કટોકટીને પગલે હજારો દર્દીઓની જીંદગી દાવ પર મુકાઈ છે ત્યારે કેન્દ્ર સરકારના નિર્ણયથી ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો જેવો ઘાટ ઘડાયો છે. સુરતના હજીરામાંથી આઈનોક્સ કંપની દ્વારા 90 મેટ્રિકટન મળી કુલ 120 મેટ્રિકટન ઓક્સિજન મધ્યપ્રદેશ (MP) મોકલવા કેન્દ્ર સરકારની (Central Government) સૂચના છે.

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં શહેરમાં બે દિવસથી ખાનગી હોસ્પિટલો દર્દીઓને ઓક્સિજનના સપ્લાય માટે ફાફા મારી રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં પણ જેમ તેમ સપ્લાય પુરો પાડવામાં આવી રહ્યો છે. શહેરમાં રોજ 225 મેટ્રિકટન ઓક્સિજનની જરૂરિયા સામે માંડ 160 ટન ઓક્સિજન આપવામાં આવે છે. જેને કારણે દર્દીઓની હાલત વધારે દયનીય બની છે. પરંતુ સરકાર માટે આ બાબત સામાન્ય હોય તેમ સુરતનો સપ્લાય અટકાવી બીજા રાજ્યોને આપવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. રાજ્યમાં ધાંગધ્રા, હજીરા અને વડોદરા ખાતે પ્લાન્ટ ધરાવતી આઈનોક્સ કંપનીને કેન્દ્ર સરકાર દ્વારા 120 મેટ્રિક ટનનો જથ્થો મધ્ય પ્રદેશને સપ્લાય કરવા આદેશ આપ્યો છે. જેને પગલે હજીરામાંથી સુરતને અપાતા જથ્થામાં આઈનોક્સ કંપનીએ કાપ મુક્યો છે.

અને 90 મેટ્રિક ટન ઓક્સિજન હજીરાથી મધ્યપ્રદેશ આપવામાં આવે છે. જેની સીધી અસર સુરત શહેર – જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઓક્સીજન વિતરણ પર જોવા મળી રહી છે. આઈનોક્સ કંપનીના હજીરાને બાદ કરતાં અન્ય બન્ને પ્લાન્ટોમાં ઓક્સીજનની ઉત્પાદન ક્ષમતા ઓછી હોવાને કારણે મોટા ભાગનો જથ્થો હજીરા પ્લાન્ટથી પહોંચાડવામાં આવી રહ્યો છે. ઓક્સિજનનો આ જથ્થો યોગ્ય રીતે જાય તે માટેની જવાબદારી જિલ્લા કલેક્ટર અને એસપીને સોંપવામાં આવી છે.

શહેરમાં 225 મેટ્રિક ટન ડિમાન્ડની સામે 160 મેટ્રિક ટન ઓક્સિજન, તંત્ર કહે છે- માંગ જેટલું કંપની પ્રોડક્શન અશક્ય

Surat) શહેરમાં ઓક્સિજનની (Oxygen) સ્થિતિ વધારે વિકટ બનતા આજે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ દ્વારા ઓક્સિજનની માંગ જેટલું પ્રોડક્શન કંપનીઓ આપી શકે તેમ ન હોવાનું સ્પષ્ટ કરી આવનારા કલાકોમાં સ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું હતું. જોકે સતત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સાથે સંકલન સાધી પરિસ્થિતિઓ અંગે માહિતી આપવામાં આવી રહી છે. આજે સતત બીજા દિવસે શહેરમાં 225 મેટ્રિક ટન ડિમાન્ડની (Demand) સામે 160 મેટ્રિક ટન ઓક્સિજન મળી શક્યો હતો.

શહેરમાં ઓક્સિજનની સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આપણી પાસે લીક્વીડ ઓક્સિજનનો લીમીટેડ રિસોર્સ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને જે જથ્થો આપવામાં આવે છે. તે અત્યારે બધે જ તકલીફ હોવાથી વહેચણી થઈ રહ્યો છે. જિલ્લામાં હાલ બે રીતે વ્યવસ્થા છે. એક વ્યવસ્થા કંપની સીધો હોસ્પિચલમાં સપ્લાય કરે છે. જેમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઈનોક્સ કંપનીમાંથી સપ્લાય થઈ રહ્યો છે. જ્યારે મહાવીર, કીરણ, મિશન અને વિનસમાં લીન્ડે કંપનીમાંથી સપ્લાય થાય છે. આ સિવાયની બીજી હોસ્પિટલોમાં રિફીલર્સ દ્વારા સપ્લાય બોટલ ભરીને આપવામાં આવે છે. અત્યારે ક્રિટીકલ સમયમાં જે વપરાશ છે તેની સામે જથ્થો ઓછો મળી રહ્યો છે. 

Most Popular

To Top