SURAT

શહેરમાં 225 મેટ્રિક ટન ડિમાન્ડની સામે 160 મેટ્રિક ટન ઓક્સિજન, તંત્ર કહે છે- માંગ જેટલું કંપની પ્રોડક્શન અશક્ય

સુરતઃ (Surat) શહેરમાં ઓક્સિજનની (Oxygen) સ્થિતિ વધારે વિકટ બનતા આજે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ દ્વારા ઓક્સિજનની માંગ જેટલું પ્રોડક્શન કંપનીઓ આપી શકે તેમ ન હોવાનું સ્પષ્ટ કરી આવનારા કલાકોમાં સ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું હતું. જોકે સતત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સાથે સંકલન સાધી પરિસ્થિતિઓ અંગે માહિતી આપવામાં આવી રહી છે. આજે સતત બીજા દિવસે શહેરમાં 225 મેટ્રિક ટન ડિમાન્ડની (Demand) સામે 160 મેટ્રિક ટન ઓક્સિજન મળી શક્યો હતો.

શહેરમાં ઓક્સિજનની સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આપણી પાસે લીક્વીડ ઓક્સિજનનો લીમીટેડ રિસોર્સ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને જે જથ્થો આપવામાં આવે છે. તે અત્યારે બધે જ તકલીફ હોવાથી વહેચણી થઈ રહ્યો છે. જિલ્લામાં હાલ બે રીતે વ્યવસ્થા છે. એક વ્યવસ્થા કંપની સીધો હોસ્પિચલમાં સપ્લાય કરે છે. જેમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઈનોક્સ કંપનીમાંથી સપ્લાય થઈ રહ્યો છે. જ્યારે મહાવીર, કીરણ, મિશન અને વિનસમાં લીન્ડે કંપનીમાંથી સપ્લાય થાય છે. આ સિવાયની બીજી હોસ્પિટલોમાં રિફીલર્સ દ્વારા સપ્લાય બોટલ ભરીને આપવામાં આવે છે. અત્યારે ક્રિટીકલ સમયમાં જે વપરાશ છે તેની સામે જથ્થો ઓછો મળી રહ્યો છે. જેટલો જથ્થો આવે છે તેનું આંતરીક ડિસ્ટ્રીબ્યૂશન જરૂરી હોવાથી આયોજન કરવામાં આવે છે. આવતા અઠવાડિયા થી દસ દિવસમાં બીજા હજાર કેસ વધારો થાય તો સ્થિતિ વધારે વિકટ બની શકે છે.
(બોક્સ)

કંપનીઓ દ્વારા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઓક્સિજન પહોંચાડતા સુરતમાં સ્થિતિ બગડી

અત્યારે જે કંપની ઓકિસજનનું ઉત્પાદન કરે છે તેનાથી વધારે પ્રોડક્શન અશક્ય છે. આ કંપનીઓ ઓકિસનનું માંગ પ્રમાણે ઉત્પાદન કરે તેવી કોઇ સ્થિતિ નથી. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ સરકારના આદેશથી આ કંપનીઓમાંથી ઓકિસજન સપ્લાય કરાતો હોવાથી સ્થિતિ ગંભીર છે. જામનગર રિલાયન્સમાંથી પણ હાલમાં ત્રણ ટેન્કરો સુરતમાં આવે છે. પરંતુ તે પણ પુરતા નથી. આગામી દિવસોમાં ઓકિસજનનું સંકટ ઘેરુ બને તેવી શકયતા છે.
(બોક્સ)

ખાનગી હોસ્પિટલના 4 હજાર દર્દીઓ માટે માત્ર 50-60 મેટ્રિકટન ઓક્સિજન

અત્યારે શહેરમાં જે 135 થી 150 મેટ્રિકટન ઓક્સિજન ખેંચતાણ કરતો આવી રહ્યો છે. તેમાંથી નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને બાદ કરતા 50 થી 60 મેટ્રિકટન જથ્થો બચે છે. માત્ર આટલો ઓક્સિજન ખાનગી હોસ્પિટલમાં દાખલ 4000 જેટલા દર્દીઓને આપવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં જેટલા ઓક્સિજનની માંગ છે તેટલો જથ્થો હાલની સ્થિતમાં મળી શકે તેમ નથી.

નાના યુનીટોમાં ઉત્પાદન વધારવાના પ્રયાસો

ઓક્સિજનના જે નાના નાના યુનીટમાં ચાલતા હોય તેવા યુનીટની જગ્યાએ 200-250 બોટલ રિઝર્વ કરાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે જ તેમને મોટા યુનીટમાં સિફ્ટ કરવા પ્રયાસ ચાલી રહ્યા છે. લીક્વીડ ઓક્સિજનની હાલ સંપૂર્ણ ભારતમાં અછત છે. આપણી પાસે ગેસેસ ઓક્સિજન પુરતા પ્રમાણમાં છે. હજીરા સ્ટીલ પ્લાન્ટમાં સિક્ટોરીટી કોલોની હોસ્પિટલમાં કન્વર્ટ કરી દીધી છે.
(બોક્સ)

  • કઈ કંપનીમાંથી કેટલા મેટ્રિકટન ઓક્સિજન મળ્યો
  • આઈનોક્સ – 94
  • એર લીક્વીડ – 23
  • રિલાયન્સ – 36
  • વીગ્નેસ – 4.7
  • પદ્માવતી – 3.56
  • કુલ – 160

Most Popular

To Top