Charchapatra

સુરત ઓવર બ્રિજ નાગરિકોને ગોટાળે ચઢાવે

સુરત બધા શહેરો કરતા અલગ છાપ ધરાવે છે. પરંતુ જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત ક્વાર્ટરસ, સાયબર ક્રાઇમ સેલ, સિંચાઈ ભવન આ સેવાકીઓ ભવનો એક જ માર્ગ પર આવેલા છે. પરંતુ નાગરિક સુવિધા કેન્દ્ર પાસે જે અવર બ્રિજ બન્યો છે. ત્યાંથી લોકો અવરજવર કરી રહ્યા છે. જે ઓવર બ્રિજ અડાજણ માર્ગને જોડતો છે. જિલ્લા પંચાયત ક્વાર્ટરથી થોડું આગળ આવતા અડાજણ તરફ જતો અવર બ્રિજ સ્પષ્ટ લખેલું છે. પરંતુ જેવો ઓવર બ્રિજ ચડતાની સાથે જ નાગરિકો પસાર થવાનાં હોય ત્યાં જ ઓવર બ્રિજ પર લખેલું છે.

ડુમસ તરફ જતો માર્ગ અને અડાજણ તરફ જતો રસ્તો ત્યાં નાગરિકોને સમજવામાં ગૂંચ ચડે છે. આ લગાવેલ પાટિયામાં ડુમ્મસનો ઉલ્લેખ દર્શાવતું પાટિયું કાઢી નાખવું જોઈએ. ડુમ્મસ માર્ગનું સૂચક પાટીયુ સિંચાઈ ભવન અને નાગરિક સુવિધા કેન્દ્ર વચ્ચે મૂકવું જોઈએ જેથી કરીને નાગરિકો રોંગ સાઈડ આવતા જે અકસ્માત થાય છે તે બનતા અટકે અને નાગરિકનો સમય જિંદગી એક પાટિયાના ભૂલથી પણ બચી શકે છે. આમ સુરત મહાનગર પાલિકાની દેખાતી નાની ભૂલ નાગરિકોને ઘણું બધું સહન કરાવે છે. તંત્રમાં બેઠેલા નાગરિકોએ જાહેર જીવનને લગતું નાનું કામ પણ ચીવટપૂર્વક કરવું જોઈએ.
સુરત     – ચૌધરી હરિશકુમાર           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top