SURAT

વરાછાની સોસાયટીમાં નળમાંથી લાવાની જેમ ઉછળ્યો કાદવ, શેરીઓમાં કાદવ ફરી વળતા લોકો ડઘાયા

સુરત: સુરતના (Surat) વરાછા (Varacha) વિસ્તારમાંથી નળમાંથી પાણીના (Water) બદલે કિચડ (Mud) નીક્ળયું હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીના બેથી ત્રણ મકાનના નળમાંથી કાદવ નીકળતા તંત્ર દોડતું થયું છે. કિચડવાળા પાણીએ આખી સોસાયટીને લપેટામાં લઈ લીધી હતી. આખી સોસયટીમાં અચાનાક જ આટલું બધું કિચડવાળું પાણી નીકળતા સ્થાનિકો ગભરાઈ ગયા હતા. તાત્કાલિક તેમણે આ ઘટના અંગે નગપાલિકાને જાણ કરી હતી. લગભગ બે કલાક સુધી કાદવવાળું પાણી નીકળ્યું હતું. સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે કે આ ઘટના મેટ્રોની કામગીરીથી થવા પામી છે. સુરત મેટ્રોની કામગીરીને કારણે પહેલાં જ સુરતીઓ દુખી છે. મેટ્રોના ખોદાણને કારણે જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ બંધ છે. ત્યાં હવે લોકોના ઘરોમાંથી કાદવ નિકળવાની ઘટના પણ સામે આવી છે.

બેથી ત્રણ ઘરોમાંથી કાદવ નીકળ્યો
મળતી માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વિઠ્ઠલ નગર સોસયટીમાં સોમવારે બપોરે લગભગ 12:15 વાગ્યાની આસપાસ ઘરના નળમાંથી પાણીના બદલે કિચડ ઉભરાવા લાગ્યું હતું. સૌ પ્રથમ સોસયટીમાં ઘર નંબર બી 122 રસીકભાઈ કલ્યાણભાઈ મેદપરાના ઘરના વાડાના નળમાંથી પાણીના બદલે કાદવવાળું પાણી નીકળવા લાગ્યું હતું. ઘરના સભ્યો પહેલાં ગટર ઉભરાઈ તેમ સમજયા હતાં. જોકે કાદવવાળું પાણી તેમના વાડામાં ફરી વળ્યું હતું, અને જોતજોતામાં તેમના ઘરમાં પણ ફરી વળ્યું હતું. હજી રશીકભાઈ અને તેમના ઘરના લોકો કંઈ સમજે તે પહેલા જ તેમના બાજુના મકાન નંબર 123 અશોકભાઈ સોનીના ઘરે પણ ટોયલેટ અને નળમાંથી કાદવવાળું પાણી પ્રેશર સાથે નીકળવા લાગ્યું હતું. જોત જોતામાં તેમનું ઘર પણ કાદવથી ઉભરાય ગયું હતું. આ કાદવવાળા પાણીનો ફોર્સ એટલો હતો કે પાણી પહેલા વાડા, ઘર અને બાદમાં શેરીમાં જઈ પહોંચ્યું હતું.

આ ઘટનાને પગલેે આખી સોસયટી એકત્રિત થઈ ગઈ હતી. જોત જોતામાં સોસયટીમાં પગ ડૂબી જાય ત્યાં સુધી કાદવવાળું પાણી પહોંચી ગયું હતું. સ્થાનિકોએ તાત્કાલિક સોસયટીની બહાર પાર્ક કરેલા વાહનો, બાળકોની સાયકલ તેમજ અન્ય વસ્તુ ઊંચે મૂકી દીધી હતી.

કાદવવાળા પાણીના ફોર્સના કારણે ઘરનું ફ્લોરિંગ પણ નીકળી ગયું
સોસયટીમાં રહેતા અશોકભાઈ સોની પાસેથી મળતી માહિતી અનુસાર બપોરે 12 વાગ્યાની આસાપાર બે મકાનોમાંથી કાદવવાળું પાણી નીકળા લાગ્યું હતું. તેમણે જણાવ્યું કે કાદવવાળા પાણીનું પ્રેશર એટલું હતું કે તેને રોકવું ઘણું મુશ્કેલ હતું. સતત બે કલાકથી આવું જ પાણી નીકળતા ઘરવખરી સામાને ઘણું નુકસાન થયું હતું. તેમજ ઘરનું ફ્લોરિંગ પણ બગડી ગયું હતું. નિવાસીઓએ જણાવ્યું કે કાદવવાળા પાણીના કારણે ઘરમાં કાદવનો થર જામ્યો ગયો છે. તેમના જણાવ્યા મુજબ પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. તેમના વિસ્તાર નજીક મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જેના કારણે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હોય શકે.

સ્થાનિક રસીકભાઈના જણાવ્યા અનુસાર જ્યારે તેમને અંદાજો આવ્યો કે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે અને મેટ્રોની કામગીરીના કારણે પાણીની લાઈનમાં નુકસાન થયું છે. તેમણે એસએમસીમાં મેટ્રોની ઓફિસમાં ફોન કર્યા હતા. પરંતુ અધિકારીઓ તરફથી કોઈ જવાબ આવ્યો ન હતો. તેમણે જણાવ્યું કે સતત બે કલાક સુધી ફોન કર્યા બાદ તેઓએ ઘટનાસ્થળે પહોંચી મેટ્રોની કામગીરી અટકાવી હતી. હાલ સ્થાનિકો આ ઘટનાને પગલે ઘણા ડઘાઈ ગયા છે. હાલ સોસયટીમાંથી કદાવ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top