SURAT

સુરતની શિક્ષિકાને વ્યક્તિએ લગ્ન માટે લંડનથી દિલ્હી આવી રહ્યાં હોવાના ફોટો મોકલ્યા અને કરી આ ડિમાન્ડ

સુરત: (Surat) શહેરના મુગલીસરા ખાતે રહેતી અને પુણા પાટીયા પાસે આવેલી સ્કુલમાં શિક્ષિકા (Teacher) તરીકે નોકરી કરતી મહિલાને શાદી.કોમમાં બનાવેલા એકાઉન્ટમાંથી નંબર મેળવી લંડનથી યુવકે ફોન કર્યો હતો. અને તેની સાથે લગ્ન કરવા યુવક ભારત આવ્યો હોવાનું નાટક રચીને દિલ્હી એરપોર્ટ (Airport) પર ફસાયા હોવાનું કહીને શિક્ષિકા પાસેથી 17.48 લાખ પડાવી છેતરપિંડી કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

  • લંડનમાં ગાયનેક ડોકટર છું કહી શાદી.કોમ પર ઓળખાણ વધારી દિલ્હી એરપોર્ટ પર ફસાયો હોવાનું નાટક કરી શિક્ષિકા પાસેથી 17.48 લાખ પડાવી લીધા
  • દિલ્હી એરપોર્ટ ઉપર લંડન કરન્સીના ડીડી હોવાથી પાસપોર્ટ જપ્ત કરી લીધા છે આથી બહાર આવવા ડ્યૂટી ચાર્જ, લાયસન્સ લેટર વગેરે માટે નાણાં ચૂકવવા પડશે કહી ઠગાઈ
  • મુગલીસરાની શિક્ષિકાએ પીટર અને તેના પરિવારને છોડાવવા પોતાની એફડી પણ તોડાવી નાખી હતી
  • કિશ્ચયન હોવાના નામે શિક્ષિકાને વિશ્વાસમાં લઈ ખેલ કરાયો

સાયબર ક્રાઈમ પાસેથી મળતી માહિતી મુજબ લાલગેટ મુગલીસરા ખાતે રહેતી 37 વર્ષીય રોહીની (નામ બદલ્યું છે) પુણા પાટીયા ખાતે આવેલી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેમને શાદી.કોમ ઉપર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. ગત 11 જાન્યુઆરી 2023ના રોજ તેમને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. અજાણ્યાએ પોતે ડો.પ્રશાંત પીટર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પીટરે પોતાની તસવીર અને બાયોડેટા પણ આપ્યો હતો. જેમાં પીટર મૂળ ચેન્નઈનો અને લંડનમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. યુવતી ખ્રિસ્તી મુરતિયા સાથે લગ્ન કરવા માંગતી હતી. અને બાયોડેટામાં બ્રાહ્મણ લખ્યું હોવાથી પીટરે પોતે કેથલિક ક્રિશ્ચયન હોવાનું કહ્યું હતું. પરંતુ બાયોડેટામાં લખવામાં ભુલ થઈ હોવાનું જણાવ્યું હતું. શાદી.કોમનું એકાઉન્ટ જોતા પીટર લંડન રહેતો અને કિશ્ચયન હોવાનું સામે આવ્યું હતું. તેની વાત સાંભળી અને જોયા પછી યુવતીને વિશ્વાસ આવ્યો હતો.

આ ઓળખાણ બાદ તા. 19 તારીખે પ્રશાંત પીટરનો ફોન આવ્યો હતો, કે તે અને તેનો પરિવાર દિલ્હી એરપોર્ટ ઉપર આવી ગયો છે. અને ત્યાં લંડન કરન્સીના ડીડી હોવાથી તેમના પાસપોર્ટ જપ્ત થઈ જવાનું કહેવાના કારણે શિક્ષિકાએ પોતાની બેંકનું તમામ બેલેન્સ વાપરી નાખ્યું હતું. આ સાથે એફડી પણ તોડાવી રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ વધુ 7.32 લાખ રૂપિયાની માંગણી કરતા શિક્ષિકાને છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. અને શિક્ષિકાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

લગ્ન માટે લંડનથી દિલ્હી આવી રહ્યાં હોવાના ફોટો મોકલ્યા
પ્રશાંત પીટર પોતે ગાયનેકોલેજિસ્ટ હોવાનું જણાવ્યું હતું. બંને વચ્ચે વાતચીત બાદ લગ્ન કરવા માટે બંને તૈયાર થયા હતા. પ્રશાંત લગ્ન માટે ભારત આવતો હોવાનું કહીને 15 માર્ચે ટ્રાવેલિંગ લગેજ, બહેન અને પિતા સાથેની તસવીર મોકલી હતી. આ સાથે એર ટિકિટની તસવીર પણ મોકલી હતી. જેથી તે લંડનથી ઈન્ડિયા આવતો હોવાનું જણાવ્યું હતું.

દિલ્હી એરપોર્ટ પરથી તનાશાનો ફોન આવ્યો અને…
શિક્ષિકાને દિલ્હી અરપોર્ટ પરથી નતાશા નામથી ફોન આવ્યો હતો. જેમાં પ્રશાંત અને તેનો પરિવાર લંડન કરન્સીના ડીડી લાવ્યા હોવાથી તેને એરપોર્ટ બહાર લઈ જવા 39 હજાર આપવા પડશે તેમ કહ્યું હતું. શિક્ષિકાએ રૂપિયા ગુગલ પે ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ડ્યુટી ચાર્જના નામે 1.37 લાખ, પ્રશાંતના પરિવારને રૂપિયા વાપરવા માટેના ચાર્જના નામે 3.48 લાખ, જીએસટીના નામે 7.95 લાખ અને ત્યારબાદ ફાઈનલ લાયસન્સ લેટર માટે 4.27 લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં જમા કરાવડાવ્યા હતા.

Most Popular

To Top