National

‘રસ્તામાં ભાઈના એન્કાઉન્ટરનો ડર..’, અતીકના કાફલાની પાછળ પડછાયાની જેમ ચાલતી બહેન આયેશાએ કહ્યું

નવી દિલ્હી: રવિવારે સાંજે 6 વાગ્યે યુપીના (UP) માફિયા અતીક અહેમદને (Atiq Ahmad) અમદાવાદની (Ahmadabad) સાબરમતી જેલમાંથી (Sabarmati Jail) પ્રયાગરાજ (Prayagraj) જવા નીકળેલી યુપી પોલીસનો (UP Police) કાફલો રાજસ્થાન, મધ્યપ્રદેશ થઈ ઉત્તર પ્રદેશ પહોંચી ગયો છે. માફિયા અતીક અહેમદ અને તેની ગેંગના ગુનાઓની ગણતરી શરૂ થઈ ગઈ છે. અતીકને અમદાવાદની સાબરમતી જેલમાંથી અને તેના ભાઈ અશરફને કડક સુરક્ષા વચ્ચે બરેલી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. એક સમયે ગભરાટનું બીજું નામ ગણાતો અતીક આજે પોતે જ ભયભીત છે. જ્યારે પણ અતીકની કાર અટકે છે, ત્યારે તેના ધબકારા વધી જાય છે. આ ઘટનાક્રમમાં અતીકની બહેનની પણ ચર્ચા થઈ રહી છે. અતીકને બહેનને એન્કાઉન્ટરનો ડર સતાવી રહ્યો છે. જેથી તે સાબરમતી જેલથી પ્રયાગરાજ સુધી પોલીસના કાફલા પાછળ પડછાયાની જેમ પીછો કરી રહી હતી.

ગુજરાતથી અતીકની સાથે આવી રહી હતી બહેન આયેશા
જ્યારે યુપી પોલીસ અતીક અહેમદને સાબરમીત જેલથી યુુપી પ્રયાગરાજ લઈ જવાની તૈયારી કરી હતી ત્યારથી જ તેની બહેન એક પડછાયાની જેમ અતીકની આસપાસ રહી હતી. આ દરમિયાન અતીકની બહેને મોટું નિવેદન આપ્યું છે. અતીકની બહેન આયેશાએ કહ્યું છે કે તેના ભાઈનું રસ્તામાં એન્કાઉન્ટર થઈ શકે છે. ગુજરાતમાંથી અતીક અહેમદની બહેન અને તેમના વકીલ કાફલાની સાથે છે. અતીકની બહેનનું કહેવું છે કે તેની કોર્ટનો દરેક નિર્ણય સ્વીકાર્ય છે પરંતુ તેને રસ્તામાં એન્કાઉન્ટરનો ડર છે.

આયેશાએ કહ્યું, “મારા ભાઈની તબિયત સારી નથી, છતાં તેને સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ, સુરક્ષાની માંગણી કરી હતી.” અતીકની બહેને કહ્યું કે જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી તમે કોઈને ગુનેગાર ન કહી શકો. તે પણ પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા વ્યક્તિને. તમને જણાવી દઈએ કે માત્ર બહેન જ નહીં, આતીક પણ આ સમયે ખૂબ ડરી ગયો છે. તેને ડર છે કે રસ્તામાં UP STF તેનું એન્ટકાઉન્ટર ન કરી દે. .

અશરફને બરેલી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે
બીજી તરફ ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીકના ભાઈ અશરફને પણ પ્રયાગરાજની નૈની જેલમાં લાવવામાં આવી રહ્યો છે. અશરફ અઢી વર્ષથી બરેલી જેલમાં બંધ હતો. અશરફને લઈને યુપી પોલીસની ટીમ બરેલી જેલથી રવાના થઈ ગઈ છે. ત્યારે અશરફની કારનો કાફલો બરેલીથી શાહજહાંપુર તરફ વળ્યો હતો. અશરફની જેલ વાન સહિત કાફલામાં 5 વાહનો હતા. અશરફની જેલ વાનની આગળ પોલીસના 3 વાહનો દોડી રહી હતી જ્યારે જેલ વાનની પાછળ 1 પોલીસ વાહન દોડી રહી હતી.

Most Popular

To Top