SURAT

સુરત: બાર વર્ષની બાળકી સાથે કાપોદ્રાનો યુવાન અગાસી પર નગ્ન સૂતો હતો ત્યારે…

સુરત (Surat) : કાપોદ્રા વિશાલ નગર સોસાયટીમાં વિભાગ -01માં 12 વર્ષની બાળકી (Girl) પર ચાર થી પાંચ વખત બળાત્કાર (Rape) કરનાર યુવાનની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. સંદીપ પવનકુમાર શુકલ (રહેવાસી રૂમ નંબર 22 ધરમ નગર કાપોદ્રા , મૂળ રહેવાસી યુપી, પ્રતાપનગર)ની સ્થાનિક રહેવાસીઓ દ્વારા પણ ધુલાઇ કરવામાં આવી હતી.

આ મામલે બાળકીના વાલી (Parents) દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમની દિકરી રાત્રિના સમયે વાંચવા બેઠી હતી. રાત્રિના દોઢ વાગ્યે તેઓ દ્વારા ચેક કરવામાં આવતા તેમની દિકરી તેમના ઘરમાં જોવા મળી ન હતી. તેથી તેઓએ તેમના બાજુમાં રહેતા તેમના ભાઇને બોલાવ્યા હતા. તેઓ દ્વારા આખી સોસાયટીમાં શોધખોળ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ દ્વારા તેમનાથી ત્રીજા ઘરે આવેલા મકાનમા શંકા જતા તેઓએ અગાસી ચેક કરી હતી. ત્યાં સંદીપ તેમની દિકરી સાથે નગ્ન અવસ્થામાં ઉંઘી ગયો હતો.

તેમની દિકરીએ જણાવ્યું કે સંદીપ દ્વારા તેઓને વારંવાર મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે. તેથી તેના ડરથી તે સંદીપ પાસે ચાલી ગઇ હતી. અગાઉ ચાર થી પાંચ વખત આ રીતે બાર વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો હોવાની વિગત બાળકીએ જણાવતા કાપોદ્રા પોલીસ મથકમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દરમિયાન વિશાલ નગર સોસાયટીવાળાઓએ સંદીપને મેથીપાક આપ્યો હોવાની વિગત જાણવા મળી છે.

ચેક રિટર્ન કેસમાં ડીજે સંચાલકને એક વર્ષની કેદ અને દોઢી રકમ ચૂકવવા આદેશ
સુરત: ડી.જે.ના ધંધા માટે રૂપિયાની જરૂર પડતાં મિત્રને આપેલા 1.20 લાખ રૂપિયાની સામે મિત્રએ આપેલો ચેક રિટર્ન થતાં કોર્ટે ચેક રિટર્ન કરાવનાર મિત્રને એક વર્ષની સજા અને મૂળ રકમની દોઢ ગણી રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. કેસની વિગત એવી છે કે, સોસિયો સર્કલ પાસે અંબાનગર પાસે શ્રીનાથ સોસાયટીમાં રહેતા કેતનકુમાર ઠાકોરદાસ રાણાએ તેમના મિત્ર રાહુલ હિરાલાલ રાણા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદ અનુસાર રાહુલને ડી.જે.ના ધંધા માટે રૂપિયાની જરૂર હોવાથી તેણે ફરિયાદી પાસે હાથઉછીના રૂપિયા માંગ્યા હતા.

ડિસેમ્બર-2019માં કેતનકુમારે રાહુલને 1.20 લાખ રૂપિયા આપ્યા હતા. રાહુલે જૂન-2020 સુધીમાં રૂપિયા પરત આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ નક્કી થયેલા સમય ઉપર રાહુલે રૂપિયા પરત આપ્યા ન હતા. કેતનકુમારે રૂપિયાની માંગણી કરતાં રાહુલે ચેક આપ્યો હતો. તે ચેક ફંડ્સ ઇન સફિશિયન્ટના શેરા સાથે પરત થયા હતા. તેથી કેતનકુમારે એડ્વોકેટ દ્વારા રાહુલને નોટિસ મોકલાવી હતી. રાહુલે નોટિસનો પણ કોઈ જવાબ આપ્યો ન હતો. તેથી કેતનકુમારે કોર્ટમાં ફરિયાદ કરી હતી. કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી રાહુલ રાણાને દોષી જાહેર કરીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ કરતાં દોઢી રકમનું વળતર ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આરોપી રાહુલ પોતે કોર્ટમાં હાજર ન હોવાથી રાહુલ વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢવાનો હુકમ પણ કર્યો હતો.

Most Popular

To Top