SURAT

શું તમે ઓળખી શકશો સુરતમાં આટલી મસ્ત સજાવટ કયા ફ્લાયઓવર બ્રિજ નીચે કરાઈ છે?

સુરત: (Surat) હાલમાં વરસાદ (Rain) ચાલી રહ્યો છે ત્યારે છત્રી રાહદારીની સૌથી મોટી સાથી હોય છે. બીજી તરફ વરસાદ વગર પણ છત્રીનો ઉપયોગ થાય છે. નવરાત્રિના જુદા જુદા સ્ટેપ્સમાં પણ ખેલૈયાઓ છત્રીનો ઉપયોગ કરે છે. જોકે છત્રીનો આટલો સારો ઉપયોગ તમે કદાચ જ કશે જોયો હશે. આવી અદ્ભૂત સુંદરતા સુરત સિવાય ક્યાંય જોવા નહીં મળે. શહેરના પાર્લે પોંઇન્ટના ફ્લાયઓવર બ્રિજને (Flyover Bridge) સુરત મહાનગર પાલિકાએ આવો અનોખો ઓપ આપ્યો છે. રંગબેરંગી છત્રીઓને એવી રીતે સજાવવામાં આવી છે કે ફ્લાયઓવર બ્રિજને નજીવા ખર્ચમાં જ ચાર ચાંદ લાગી ગયા છે. જોકે આ છત્રીઓ કેટલા સમય માટે સલામત રહેશે તે તો સમય જ કહેશે પણ સુરતીઓએ શહેર અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને આ સુંદરતાને ટકાવી રાખવી જોઈએ એવી લોકલાગણી છે.

રોજ સવાર પડે એટલે આ વાનરને ચા જોઇએ જ

સામાન્ય રીતે માણસો સવારે ઉઠીને ચા પીવાની ટેવ ધરાવતા હોય છે. વિદેશમાં લોકો ફક્ત મગમાં ચા કે કોફી પીતા હોય છે. રકાબીમાં ચા પીવાની પરંપરા તો માત્ર ભારતમાં જ છે. જો કે, સુરતના ડુમસમાં એક વાનર (Monkey) એવો છે કે જેને સવારે ચા પીધા વગર ચાલતું નથી. અહીં તે ચાની રાહ જોઇને બે થી ત્રણ કલાક બેસી રહે છે અને ચા વાળો તેને રકાબીમાં ચા આપે એટલે તે પીને તરત રવાના થઇ જાય છે.

Most Popular

To Top